શહીદ ઉધમ સિંહ ની બહાદુરી નો ઇતિહાસ

ઉધમ સિંહ બહાદુરીનો ઇતિહાસ

Jul 31, 2023 - 19:04
Jul 31, 2023 - 19:17
 0  220
શહીદ ઉધમ સિંહ ની બહાદુરી નો ઇતિહાસ

ઉધમ સિંહ બહાદુરીનો ઇતિહાસ

ઉધમસિંહ નો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. ૧૯૦૧માં ઉધમસિંહના માતા અને ૧૯૦૭માં તેમના પિતાનું અવસાન થઇ ગયું. આ ઘટનાના લીધે ઉધમસિંહને તેમના મોટાભાઈ સાથે અમૃતસરના અનાથાશ્રમમાં રહેવું પડ્યું. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું. જેમને અનાથાશ્રમમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહ નવા નામ મળ્યા. ઉધમસિંહ સર્વધર્મના પ્રતીક સમાન હતા. એટલા માટે જેલવાસ દરમિયાન તેમણે પોતાનું નામ બદલીને "રામ મોહહમ્મદ સિંહ આઝાદ" રાખ્યું હતું જે ભારતના પ્રમુખ ધર્મોના પ્રતિક છે.

જન્મ : ૨૬ ડિસેમ્બર ૧૮૯૯ સુનામ પંજાબ 

બલિદાન : ૩૧ જુલાઇ ૧૯૪૦ પેન્ટનવિલે જેલ, યુકે

સંસ્થા : ગદર પાર્ટી, હિંદુસ્તાન સોશિશ્યાલિસ્ટ રીપબ્લિક એશોશિએશન, ઇન્ડિયન વર્કર્સ એશોશિએશન

ચળવળ : ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ

અનાથાશ્રમમાં ઉધમસિંહનું જીવન પસાર થઇ રહ્યું હતું ત્યાંજ ૧૯૧૭માં તેમના ભાઈનું અવસાન થઇ ગયું અને તેઓ બધી રીતે અનાથ થઇ ગયા. ૧૯૧૯માં તેમણે અનાથાશ્રમ છોડી દીધું અને ક્રાન્તિકારીઓની સાથે મળી દેશની આઝાદીની ચળવળમાં ભળી ગયા.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

રોલેટ એક્ટના વિરોધમાં ૩૦ માર્ચ અને ૦૬ એપ્રિલ ૧૯૧૯ના રોજ પંજાબમાં લોકોએ હળતાલ પાડી. અમૃતસરની સ્થિતિ અંકુશ બહાર ગઈ છે તેમ લાગતા તેમને લશ્કરના હવાલે કર્યું. ૧૩ એપ્રિલ ૧૯૧૯ વૈશાખી (પાક લણણીનો દિવસ) ના દિવસે સાંજે ૪:૩૦ વાગ્યે જલિયાંવાલા બાગમાં શહીદોને અંજલી આપવા અને બધાના પ્યારા નેતાઓ ડૉ. કિચલું અને ડૉ. સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સભા ગેરકાયદેસર હોવાની જાહેરાત કર્યા વિના અને કશીયે પૂર્વ ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરવાનો ઓર્ડર જનરલ ડાયરે આપ્યો. જેમાં હજારો લોકોની કત્લેઆમ કરવામાં આવી.

આ આખી ઘટના ઉધમસિંહએ પ્રત્યક્ષ નિહાળી હતી અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ જનરલ ડાયરની હત્યા કરશે.

લંડનમાં જનરલ ડાયરની હત્યા


પોતાના આ મિશનને અંજામ આપવા અલગ અલગ નામોથી આફ્રિકા, નૈરોબી, બ્રાઝીલ અને અમેરિકાની યાત્રા કરી. ઈ.સ. ૧૯૩૪ માં ઉધમસિંહ લંડન પહોંચી ગયા. ત્યાં ૯ એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે યાત્રાના હેતુથી એક કાર લીધી હતી. ભારતના આ વીર ક્રાંતિકારી માઈકલ ઓ. ડાયરની હત્યા કરવા માટેના યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.

ઉધમસિંહને પોતાના ભાઈ-બહેનોની મોતનો બદલો લેવાનો મોકો ૧૯૪૦માં મળ્યો. જલિયાંવાલા બાગના હત્યાકાંડના ૨૧ વર્ષ પછી ૧૩ માર્ચ ૧૯૪૦માં રોયલ એશિયન સોસાયટીની લંડનના કાકસ્ટન હોલમાં બેઠક હતી. જ્યાં માઈકલ ઓ. ડાયર પણ વક્તાઓમાંનો એક હતો. ઉધમસિંહ તે દિવસે સમયસર પોતાની જગ્યાએ બેસી ગયા. તેમણે પોતાની રિવોલ્વર એક મોટી ચોપડીમાં છુપાવી હતી. અને તેના માટે તેમણે ચોપડીના પાનાને રિવોલ્વરના આકારમાં કાપી નાખ્યા હતા. જેનાથી જનરલ ડાયરની જાન લેનાર હથિયાર સરળતાથી છુપાવી સકાય.

બેઠક પુરી થઇ ત્યારબાદ દિવાલની પાછળથી ઉધમસિંહએ જનરલ ડાયરને ૨ ગોળીઓ મારી જેનાથી ડાયરનું તાત્કાલિક અવસાન થઇ ગયું. ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહી અને તેઓએ આત્મસર્મપણ કરી દીધું. તેમના પર મુકદમો ચાલ્યો. ૪ જૂન ૧૯૪૦ના રોજ ઉધમસિંહને હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી અને ૩૧ જુલાઈ ૧૯૪૦માં પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી.

જય જવાન જય હિન્દ

Disclaimer notices

यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .