શ્રી દ્રોણેશ્વર મહાદેવ ગીરગઢડા ઇતિહાસ Droneshwar Mahadev

શ્રી દ્રોણેશ્વર મહાદેવ ગીરગઢડા ઇતિહાસ, Droneshwar Mahadev Gir Gadhada history

Aug 8, 2023 - 19:04
Aug 8, 2023 - 19:29
 0  503
શ્રી દ્રોણેશ્વર મહાદેવ ગીરગઢડા ઇતિહાસ  Droneshwar Mahadev

શ્રી દ્રોણેશ્વર મહાદેવ ગીરગઢડા ઇતિહાસ

ઉના તાલુકાના ગીરગઢડા ગામથી છ કીલો મીટર દુર રૂષીતાયા (મરષ્ટુન્દી) નદીના રમણીય કનારા ઉપર ભગવાન શ્રી દ્રોણેશ્વર મહાદેવ અતિ પ્રાચીન સ્થાન આવેલું છે.

અસંખ્ય વૃક્ષોની ઘટા અને લીલીછમ ઝાડીમાં

વસેલુ આ ધર્મસ્થાન જોતાની સાથે જ રહ્યમાં ધાર્મિક ભાવના જગાડે છે. આ શિવલીંગ દ્રોણાચાય નું સ્થાપીત હોવાનુ માનવામાં આવે છે અહિં શ્રી દ્રોણેશ્વર મહાદેવ નું સુંદર મંદીર છે. ભગવાન શંકર ના શિવલીગ ઉપર સતત ચોવીસે ક્લાક કુદરતી રીતે પાણીના ધોધ વહયાં કરે છે. અહિં દર્શન કરતા જરૂર આત્મામાં થશે કે ગંગાં મૈયા શિવમુકુટમાં સ્થાન ધારણ કરવા વહી રહયાં છે. આવા પવિત્ર અને નયન રમ્ય સ્થાનમાં એક વખત દર્શન કરવાથી તૃપ્તી થતી નથી.

અહિં રહેવા ઉતરવા માટે ધર્મશાળા પણ છે. તેમજ ઉનાથી બસની પણ વ્યવસ્થા છે. તે ખાસ ઇંટવાયા ફાટસર જતી હોયછે. આવા પવિત્ર સ્થાનના એક વખત જરૂર દર્શન કરવા જોઇએ.

દ્રોણેશ્વરની પ્રાગટ્ય કથા

દ્રોણેશ્વર મહાદેવ સાથે પાંડવોના ગુરુ દ્રોણનું નામ જોડાઈ ચૂક્યું છે. પરંતુ વાસ્તવમાં તો આ સ્થાન ગુરુ દ્રોણના સમયથી પણ પ્રાચીન મનાય છે. એક માન્યતા અનુસાર પૂર્વે દ્રોણેશ્વર શિવલિંગ એ રત્નેશ્વરના નામે પ્રસિદ્ધ હતું. અને એક વિશાળ કુંડની મધ્યે રત્ન રૂપે તે સતત ફરતું રહેતું. સતયુગની અંદર ઋષિ વશિષ્ઠ અને ઋષિ માર્કંડેય આ ધરા પર આવ્યા. અને તેમણે તે રત્ન પર શિવબાણ પધરાવી તેને કુંડમાં સ્થિર કર્યું. તેમણે અહીં જ શિવસાધના કરી આ સ્થાનને સિદ્ધતા પ્રદાન કરી. અને પછી તેઓ અહીંથી પ્રસ્થાન કરી ગયા.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .