વાગડ નો વીર મુસલમાન ભિયો કક્કલ અને તેની વિરાંગના પત્ની મલ્લણી

વાગડ નો વીર મુસલમાન ભિયો કક્કલ અને તેની વિરાંગના પત્ની મલ્લણી

Apr 10, 2024 - 11:01
Apr 10, 2024 - 11:05
 0  114
વાગડ નો વીર મુસલમાન ભિયો કક્કલ અને તેની વિરાંગના પત્ની મલ્લણી

વાગડ નો વીર મુસલમાન ભિયો કક્કલ અને તેની વિરાંગના પત્ની મલ્લણી

કચ્છ ના ગૌરવ ભર્યા ઈતિહાસ નો ઉલ્લેખ થાય એટલે ખુમારી ભર્યા જે પાત્રો નજર ની સામે આવે તેમાં ભિયા કક્કલ અને તેની વિરાંગના પત્ની મલ્લણી અવશ્ય હોય જ ! 

કચ્છ ની પ્રજા આજે પણ તેની વિરતા ને વિસરી નથી કારણ કે તેણે કચ્છ ના રાજવંશ ની રક્ષા ખાતર પોતાના દુધ મલીયા છ-છ પુત્રો ના લિલુંડા માથા સમર્પિત કર્યા હતા. વિક્રમ સંવત ની સોળમી સદી માં કચ્છ રાજકીય કાવાદાવા અને ખુનમરકી થી ખદબદી રહયુ હતુ. ત્યારે જામ રાવળે કચ્છ ની ગાદી હસ્તગત કરવા દગા અને કપટ થી હમીરજી નુ ખુન કરી હમીરજીની ગાદી ના વારસ પુત્રો (કુંવરો) ખેંગારજી અને સાહેબજી ને શોધી ને ખતમ કરવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યા ! 

ચૌદ અને બાર વર્ષ ની કુમળી વય ના આ રાજકુમારો ને હમીરજી ના વિશ્વાસુ સેવક ઈચ્છરબુટા એ ઉંટડી પર બેસી અમદાવાદ ની વાટ પકડી.જામ રાવળ ની ફોજ એની પાછળ આવી , જામ રાવળ ની સાથે તેનો પ્રખ્યાત પગી મેરામણ પણ હતો તે આજુ બાજુ ના પંથક માં પંકાયેલો હતો ! 

આ બાજુ અમદાવાદ ના બાદશાહ મહમદ બેગડા પાસે રાજકુમારો ને પહોંચાડવા માટે ઈચ્છરબુટો કચ્છ નુ રણ પાર કરતા પહેલા વાગડ ના રાપર રેલડી ( જે ગામ અત્યારે નામશેષ થઈ ગયુ છે) ના પોતાના મિત્ર ભિયા કક્કલ પાસે વિસામો લેવા રોકાયો , ઈચ્છરે પોતાના બે રાજકુમારો પાછળ તોળાઈ રહેલા જોખમ થી ભિયા ને વાકેફ કર્યા , પણ ભિયાએ ગમે તેવે જોખમે કુંવરો ને આશરો આપવા ની તૈયારી બતાવી , મેરાયણ જેવા ચુનંદા પગીઓ ની મદદ થી રાવળ આવી પહોંચ્યો ! 

આથી બુદ્ધીશાળી ભિયા એ છચ્છર, ખેંગારજી, સાહેબજી તથા કુંવરો ના મામા સોઢા રાસોજીને ખેતરો માં ચારા ના ડાંડર ની કાલરો માં છુપાવી દીધા , રાવળે ભિયા ને ભિંસ માં લીધો અને કુંવરો અંગે પુછપરછ કરી પણ ભિયો પોતાના નિર્ણય પર અડગ રહ્યો ! 

આખરે ધીરજ ગુમાવી ચુકેલા રાવળે ધમકી આપી કે જો તું કુંવરો વિશે માહિતી નહી આપે તો તારા પરીવાર ને ખતમ કરી નાખીશ એમ કહેતા ને ગુસ્સા થી લાલ-પિળો થયેલો રાવળે હોંશ ગુમાવી ને ભિયા ના થરથર ધ્રુજતાં છોકરા એક પછી એક ઢસડી ને આગળ કરી ને ભિયા-મલ્લણી માતા-પિતા ની નજર ની સામે જ વધ કરવા માંડ્યો , ભિયા ની આંખો સુકી બની ગઈ ! 

હવે માત્ર એક જ દિકરો બાકી રહયો હતો ભિયો હારવા ની તૈયારી માં હોય તેવુ જણાતુ હતુ કે તેની પત્ની મલ્લણી આગળ આવી ને ભિયા ને સંભાળતા અને જામ રાવળ ને કહેવા લાગી કે હવે અધુરુ શું કામ છોડો છો ? અમે તમને કેટલી વખત કીધુ કે અમે કુંવરો વિશે કશુ જ જાણતા નથી છતાં તમને અમારા પર તલભાર પણ વિશ્વાસ આવતો નથી તો હવે મારો એક દિકરો રહયો છે એને પણ ખતમ કરી નાખો અને પછી અમને બંનેને પતાવી દો એટલે આપણે બંન્ને છુટી જઈએ ! 

હવે રાવળ ઢીલો પડ્યો , મલ્લણી ની સામે જોવાની તેના માં હિંમત રહી નહી અને વાડી ના દરવાજા ભણી ચાલવા માંડ્યો પાછળ થી તેને ખબર પડી કે કુંવરો તો ભિયા ની વાડીના કાલરા માં છુપાયા હતા ત્યારે તે ઘડીભર લાલ-પિળો થઈ ગયો પણ સાથે જ મલ્લણી જેવી માતા એ પોતાના દિકરાઓ ની આગળ કુંવરો ને અગત્ય ના ગણ્યા આથી તે મલ્લણી ને મનોમન વંદન કરવા માંડ્યો વળી માં આશાપુરા ના આશીર્વાદ હમીરજી પર હોવાથી હવે તેના કુંવરો ને ઊંની આંચ પણ નહી આવે તેમ જામ રાવળ ને લાગતા તેણે થયુ કે હવે અહીંથી ઉચાળા ઉપાડયે જ છુટકો !

રાવલ કક્કલ રખેયો રખેયો કાછે રા 

કાં વિયાંણી મલ્લણી કાં અકબર માં

કચ્છ નો ઈતિહાસ પુસ્તક માં તેમના લેખક આત્મારામ દ્વિવેદી ભિયા એ સંતાડેલા વ્યક્તિઓ માં ખેંગારજી, સાહેબજી, છચ્છર બુટો તથા રાસોજી (કુંવરો ના મામા) નો ઉલ્લેખ કરે છે કચ્છ ના કળાધરો પુસ્તક માં લેખક દુલેરાય કારાણી પણ કુંવરો ના મામા તરીકે રાસોજી નો ઉલ્લેખ કરે છે ! 

શત શત નમન વંદે માતરમ્ જય માતાજી જય હિંદ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .