વીર કોળી તાનાજી માલુસરે નો ઇતિહાસ history of tanaji malusare in Gujarati

વીર કોળી તાનાજી માલુસરે નો ઇતિહાસ, history of tanaji malusare in Gujarati,

Feb 8, 2024 - 17:42
Feb 8, 2024 - 17:56
 0  200
વીર કોળી તાનાજી માલુસરે નો ઇતિહાસ history of tanaji malusare in Gujarati

કોળી તાનાજી માલુસરે 

બલિદાન ૪ ફેબ્રુઆરી ૧૬૭૦ મહા સુદ પંચમી ( વસંત પંચમી ) 

તાનાજી માલુસરે શિવાજી મહારાજના નજીકના મિત્ર અને નિષ્ઠાવાન વફાદાર સેનાપતિ હતા.

મધ્ય કાળ ના ભારત માં ત્યારે મોગલ સામ્રાજ્ય મધ્ય ભારત સુધી પહોંચ્યું હતું. દક્ષિણ માં હાલના કણાટર્ક માં આદિલ શાહી અને હૈદરાબાદ માં નીઝામશાહી હતી.આ મુસ્લિમ ધર્મી શાસકો સ્થાનિક લોકો પર અત્યાચાર કરતા, સનાતન હિંદુ ધર્મના મંદિર, મઠ, આશ્રમ, ગુરુકુળ તોડી નાખતા હતા અને જબરદસ્તી કે લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા હતા.

આવા કપરા સમયમાં તે વખતના માળવા અને હાલના મહારાષ્ટ્ર માં મરાઠા કુળના એક સરદાર ને ત્યાં છત્રપતિ શિવાજી મહારાજ નો જન્મ થયો , જાણીતા સંત શ્રી રામદાસ મહારાજ તેમના ગુરૂ હતા. તેમની પ્રેરણા થી ફકત ૧૬ વર્ષની ઉંમર થી તેમણે યુદ્ધો લડી પોતાની માતૃભૂમિ ને સ્વતંત્ર કરી હિંદવી સામ્રાજ્ય સ્થાપયું.

તાનાજી નો જન્મ કોળી સમાજ ના સરદાર કલોજી અને માતા પાર્વતી બાઈ ની કુખે થયો હતો.તેમના ભાઈ નું નામ સૂર્યાજી હતું. બંને ભાઈ વીર શિવાજી મહારાજ ના સરદાર હતા.તે વખતે પર્વત માળા થી ઘેરાયેલ કોંકણ પ્રદેશમાં કિલ્લા અથવા ગઢ સત્તા મેળવવા અને ટકાવવા માટે આગવું મહત્વ ધરાવતા. સરદાર તાનાજી માલસુરે કિલ્લા જીતવાની વ્યૂહ રચના માં નિષ્ણાત હતા , શિવાજી મહારાજે શૂરવીર બાજી પ્રભુ અને હજારો મરાઠા ની મદદ થી અનેક કિલ્લા જીત્યા હતા. કોંઢાણાનો કિલ્લો પ્રદેશમાં વ્યૂહાત્મક સ્થાને હતો અને તેના પર મોગલો ના રાજપૂત સરદાર ઉદય ભાણ જે રાજા જયસિંહ પહેલાં ની નીચે કામ કરતા હતા તે પોતાની સેના સાથે મોજુદ હતાં.

જ્યારે શિવાજી મહારાજે સરદાર તાનાજી ને ચડાઈ કરવા કહેણ મોકલ્યું ત્યારે તે પોતાના દીકરા ના લગ્ન માં હતા અને તેમના પુત્રના લગ્નની તૈયારી થઈ રહી હતી. આસપાસ હર્ષનું વાતાવરણ હતું. ત્યાં તેમને શિવાજી મહારાજનો એક સંદેશ મળ્યો. માતા જીજાબાઈએ કોન્ડાણા કિલ્લા પર મુસ્લિમોના લીલા રંગના ધ્વજને ઉખાડીને ભગવો ઝંડો જ્યાં સુધી ના લહેરાય ત્યાં સુધી તેઓ અન્નનો દાણો પણ મોંમાં નહીં મુકે, પાણી પણ ગ્રહણ નહીં કરે એવી ટેક લીધી હતી. 

તાનાજીએ દરેકને આદેશ આપ્યો “લગ્નના વાજાં વગાડવાના બંધ કરો અને યુદ્ધનાં નગારાં વગાડો. ઘણા લોકોએ તાનાજીને કહ્યું અરે, પુત્રને લગ્ન કરવા દો, પછી શિવાજીના આદેશોનું પાલન કરો. પરંતુ તાનાજીએ મોટા અવાજે કહ્યું ના, પ્રથમ કોન્ડાણા કિલ્લાનું લગ્ન હશે, પછીથી જ પુત્રના લગ્ન, જો હું જીવતો રહીશ, તો હું યુદ્ધમાંથી પાછો આવીશ અને લગ્નની વ્યવસ્થા કરીશ. 

જો હું યુદ્ધમાં મૃત્યુને વર્યો તો શિવાજી મહારાજ મારાં પુત્રના લગ્ન કરશે બસ યુદ્ધ નક્કી થઇ ગયું. સેના લઈને તાનાજી શિવાજી પાસે પુણે જતાં રહ્યાં. તેમની સાથે તેમનો ભાઈ તથા એંસી વર્ષીય શેલાર મામા પણ ગયાં. પુણેમાં શિવાજીએ તાનાજી સાથે પરામર્શ કર્યું અને પોતાની સેના પણ તાનાજી સાથે રવાના કરી. 

તુરંત પોતાના ચુનંદા ત્રણસો સાથી સૈનિકો સાથે તે નીકળ્યા.

શિવાજીએ કહ્યુ તમારે આ કિલ્લા પર હુમલો કરવાં લશ્કરને લઈ જવાનું છે અને એને તમારા પોતાના અધિકારમાં લઈને ભગવો ઝંડો લહેરાવવાનો છે. 

કોંઢાણાનો કિલ્લો દુર્ગમ હતો, જે બાજુ મુખ્ય દરવાજો હતો ત્યાં સખત બંદોબસ્ત હતો એટલે એમને અંધારા માં રાખી ને ફકત પશ્ચિમ દિશા જ્યાં કલ્યાણ તરફ નો દરવાજો હતો ત્યાં જ એકદમ સીધી પહાડ ની બાજુ ચડવાની હતી. તાનાજી એ આ માટે પોતાની પાળેલી પાટલા ઘો નો ઉપયોગ કર્યો ,તેને દોરડું બાંધી ને ઉપરની બાજુ ચડાવી ,બે નિષ્ફળ પ્રયત્ન પછી ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી અને ત્રણસો સાથી સાથે તે ઉપર ચડ્યા અને કલ્યાણ દરવાજો ખોલી નાખ્યો.આ બાજુ તેમના ભાઈ સૂર્યાજી એ મુખ્ય દરવાજે પાંચસો સૈનિક સાથે હુમલો કર્યો, ઘમસાણ યુદ્ધ થયું, ઉદય ભાણ સાથે ની લડાઈ માં તાનાજી ની ઢાલ તૂટી ગઈ તો તે પોતાનું અંગ વસ્ત્ર હાથ પર લપેટી ને લડ્યા.આખરે કોંઢાણાનો કિલ્લો જીત્યા પણ સરદાર તાનાજી માલસુરે વીરગતિ પામ્યા.

જ્યારે શિવાજી મહારાજ ને આ ખબર મળ્યા ત્યારે તે બોલ્યા " ગઢ આલા પણ સિંહ ગેલા" એટલે " ગઢ આવ્યો પણ સિંહ ગયો"

કોટિ વંદન વંદે માતરમ્ જય હિન્દ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .