ભૂતડા દાદા આશ્રમ ગરાળ અમર ગીરી બાપુ Bhutdadada mandir Garal history

ભૂતડા દાદા આશ્રમ ગરાળ અમર ગીરી બાપુ, Bhutdadada mandir Garal history

Aug 7, 2023 - 23:39
Aug 19, 2023 - 06:07
 0  4418
ભૂતડા દાદા આશ્રમ ગરાળ અમર ગીરી બાપુ Bhutdadada mandir Garal history

ગરાળ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. 

ગુજરાતમાં તમે ઠેર ઠેર ભૂતડા દાદાના મંદિર અને પૂજા અર્ચના થાય છે. ખૂબજ મોટા પ્રમાણમાં શ્રી ભૂતડા દાદાના ભક્ત હોય છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી ભૂતડા દાદાની ઓળખ બાબતે કે ઉત્પતિ વિશેષ જાણકારી નથી. પ્રાચીનકાળની કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞમાં પોતાની પુત્રી સતી એ શિવજી સાથે લગ્ન કર્યાં હતા અને આ કારણે સતીના પિતાને ત્યાં યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ હતું પરંતુ સતી શિવજીને ન હતું પોતાને ન બોલાવવા બદલનો સતી જવાબ મેળવવા પિતાને ત્યાં ગયા.

યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીતે તે યજ્ઞમાં જ પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞ ભંગ કર્યો, શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્ર ઘાતથી સતીના ૫૧ ભાગ થયા જેણે આપણે આજે ૫૧ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ.

સતીના બલિદાનથી ક્રોધિત શિવ પોતાની જટાના એક ભાગ તોડી નાખે છે. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીર ભદ્ર નામના દેવ ઉત્પન થાય છે. જેની શક્તિનું બળ મહાદેવ જેટલું હોય છે. ત્યારે વીર ભદ્ર પોતાની ઉત્પતિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે જગતની રક્ષા કરો. તમે ખીજડો (શમડી)ના વૃક્ષમાં વાસ કરશો, તમે રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમી લોકોની સેવા કરશો. આ સેવાકાર્યથી જગત તમને ભૂતડા દાદા તરીકે પૂજન કરશે.

શિવજીના કહેવાથી વીરભદ્ર એ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી તે થોડા સમયમાં ભૂતડા દાદા તરીકે ખ્યાતિ મળી, એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો. ત્યારથી લોકોએ એમને હાજરા હજુર મામા દેવ તરીકે ઓળખાતા થયા અને પૂજા અર્ચના કરે છે.

ગરાળ ગામની બહાર 2 કીલો મીટર ની અંતરે

ભુતડા દાદા મંદિર આવેલું છે. 

સાહી નદી ના કાઠે

વસો વર્ષ પહેલા મહાત્માં શ્રી અમર ગીરી બાપુ ગરાળમાં પધાર્યા હતા. ત્યારે શ્રી ભુતડા દાદા નો બાવળ નીસે ઓટલો હતો પસી થોડા જ વર્ષો માં શ્રી અમર ગીરી બાપુ મંદિર અને સીમશાળા બનાવી લીધે લું છે

ભૂતડા દાદા આશ્રમ ગરાળ આ જગિયા નો અવશ્ય લાવો લેવો જોઇએ

જય શ્રી ભુતડા દાદા

માહિતી બોવ ઓસી છે વધારે આપવા વિનંતી

[email protected]

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .