જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી Jadeshwar Mahadev temple history

જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

May 12, 2024 - 18:06
May 19, 2024 - 19:24
 0  1111

1. જડેશ્વર મહાદેવ

જડેશ્વર મહાદેવ

સેવા ધરમનાં અમરધામ(૧) શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના ઉદગાતા તરીકે તેમજ નૃત્યક્ળાનાં મહાનાયક નટરાજ પણ શીવને જ માનવામાં આવે છે.

શંકરના આસન આદિકાળથી પ્રકૃતિરમ્ય સ્થળે વસતીથી દૂર રહેતા આવ્યા છે.વાંકાનેરથી દશ કિલોમીટર દૂર રતન ટેલરી ઉપર આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય અંગે એક રસિક કથા કેહવામાં આવે છે.

ક્ચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવીને હાલારમાં પોતાનું રાજ્ય સ્થાપનાર જામનગરના પ્રથમ રાજવી જામ રાવળને માથાનો અસહ્ય દુઃખાવો રેહતો હતો. કેટલાય વૈધો, હકીમો, જંત્ર-મંત્રાદી ક્રિયાઓના કેટલાય ઉપચારો કરવા છતાં શિરવેદના મટતી ન હતી. કોઈના કેહવાથી ધ્રોળના ત્રિકાળજ્ઞાની જ્યોતિષી પંજુ ભટ્ટની સલાહ લેવામાં આવી.પંજુ ભટ્ટ વિદ્વાન પુરુષ અને જ્ઞાતીએ સારસ્વત બ્રાહ્મણ હતા. એ સમયમાં દેશ દેશાવરના રાજાઓમાં તેનુ ખુબ માન હતુ. તેમને જામ રાવળની કુંડળી જોઇને કહયુ કે “અહિંથી પૂર્વમાં આશરે રપ-૩૦ ગાઉ ઉપર જંગલમાં એક મોટી ટેકરી(ધાર) છે તે ઉપર “અરણી”નું ઝાડ છે, તેમાં પવનના ઝપાટાથી જયારે આંચકો લાગે ત્યારે તમારા માથામાં દરદ થાય છે. જો તે બંધ પડેતો તુરંતજ દરદ બંધ થઇ જાય છે.

આ સાંભળી સભાના સર્વેલોકો અશ્વચર્ય પામ્યા અને સર્વેને એ વાત અસંભવિત લાગી,પણ પછી જાતે જઈને તપાસ કરવાનો નિશ્ચય કર્યો. રાવળ જામશ્રી પોતાની સવારી સાથે ઘણા વિદ્રાનો અને ત્રીકાળદર્શી એવા પંજુ ભટ્ટજીને સાથે લઈ એ ટેકરી પર ગયા અને સર્વેને “અરણી” નું ઝાડ દેખાડ્યુ, એ વખતે પવન ધીમો હોવાથી જામરાવળજીને માથામાં દરદ ન હતું. ત્રિકાળદર્શીને ખાત્રી ક૨ી આપવાનું કેહતા તેણે તરત ઉભા થઈને અરણીના ઝાડની ડાળ ઝાલી જોરથી આંચકો મારતા જામરાવળશ્રીને અસહ્ય માથાની પીડાથી રાડ પાડી ઉભા થઈ ગયા, તેથી સર્વેને પુર્ણ ખાતરી થઇ.પછી જામસાહેબશ્રીએ પોતાના દર્દનો ઉપાય પુછ્યો. 

અહીથી થોડે દૂર ‘અરણીટીંબા' નામનુ ગામ છે.ત્યાં એક સોની રેહતો હતો તેની ગાયો અને આખાગામની ગાયો ત્યાનો એક ભરવાડ જે એક મોટો માલધારી અને ગાયોના મોટા ટોળા વારો ગોવાળ હતો. ભરવાડે પોતાની ગાયો ચરાવવવા એક છોકરો રાખ્યો હતો તેનું નામ ભગો ભરવાડ હતું પણ તેના મા-બાપ નામપણથી ગુજરી ગયા હોવાથી તે ભરવાડની ગાયો ચરાવી ગુજરાન ચલાવતો. સોનીની તાજી વિયાયેલી ગાય દૂધ આપતી બંધ થઇ ગઇ. તમે કારણ શોધવા પ્રયત્ન કરો. ગાયુનું ધણ જયારે ગામ તરફ પાછું ફરતુ હતુ. ત્યારે આ ગાય ધણમાંથી છુટી પડીને રતન ટેકરી તરફ ચાલી નીક્ળતી. ગોવાળ તેની પાછળ ગયો. પત્થરના એક ઢગલા પાસે જઈ ગાય ઉભી રહી. તેના આંચળમાંથી દૂધની શેરો છુટવા લાગી. ગોવાળે આશ્ચર્ય સાથે એ પથરાનો ઢગલો ખસેડીયો તો તેની નીચેથી મહાદેવનું બાણ (શીવલીંગ) પ્રગટ થયું.

2. જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

ગોવાળે બનેલી વાત અરણીટીંબામા જઈ બ્રાહ્મણો અને સોનીને કરી. આખુ ગામ ટેક૨ી માંથે ભેગુ થયુ અને લોકોને શીવલીંગ પર આસ્થા બંધાણી. થોડો સમય જતા લોકો પુજા કરવા એક્ઠા થવા લાગ્યા અને તેમાથી કોઇકે આ ગોવાળને કહ્યુ કે આ શંભુ સ્વયંભુ કેહવાય કેમકે તે પોતાની ઈચ્છાથી પ્રગટ થયેલ છે, આના ઉપર આસ્થા રાખે તેને ધાર્યુ ફ્ળ મળે. આ વાક્યો ચાલક ગોવાળે સમજી લીધા અને બીજે દહાડે મધ્યાહન કાળે નાહી ધોહી, સ્વચ્છ વસ્ત્રો ધારણકરીને ‘કમળપુજા' કરવાનો વિચાર કરી મહાદેવ સમક્ષ બેસી પોતાનજ હાથે માથું કાપીને (માથારૂપી) ક્મળ ચડાવી પુજન કર્યુ. આમ માર ક્પાણા પછી ધડે પુજન કર્યુ. એ પુરુષ ઉપર મહાદેવ રીઝયા અને તે જીવનો તમારી માતાજીના પેટે અવતાર આપ્યો,ને રાવળજામના નામે પ્રસિધ્ધ થયા. આ સાંભળી રાવળ જામશ્રી પોતાના પુર્વ જન્મ વિશેની વિરતાથી ખુશ થયા.

તે પછી અરણીના ઝાડ વિષે હ્યુ કે ક્મળ પુજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળાધારી ઉપરથી રળતા રળતા આ જગ્યાએ ખાડો હતો તેમાં આવ્યું અને તેમા વર્ષો જતાં એ ખોપરી(તુંબલી)માં અરણીનું ઝાડ ઉગ્યું, હવે એ ઝાડનો સોટો હલે એટલે જામશ્રીના માથામાં આ તુંબલીનો પૂર્વાશ્રમનો સબંધ હોવાથી વેદના થાય છે. પછી તેનો ઉપાય પુછવાથી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તુંબલીને કાંઈ અડચણના આવે તેમ આ ઝાડના સોટાન કાપી નાખો. જોષીના કેહવા પ્રમાણે આસપાસની જગ્યા ખોદાવી, તુંબલીને ઇજા ન થાય તેમ તે તુંબલીને પવિત્ર બ્રાહ્મણો ના હાથે કઢાવી, ને જોશીએ તે મશરૂમમાં વીંટીં એક કરંડીયામાં રૂના પોલ મેલી તેમા રખાવી તેનું રક્ષણ ક૨વાનું કહી જામશ્રીના તંબુમાં મેલાવી. તે વખતથી જ જામરાવળના માથાનું દરદ મટી ગયું.

જામનગર આવી જોશીના કેહવા પ્રમાણે તે તુંબલીનો કરંડીયો એક ઓરડાના આળીયામાં રખાવ્યો, અને ત્યાં ધુપ દીવો ક૨ી તેની પુજા હંમેશા ક૨વા લાગ્યાં. અને ત્રીકાળદર્શી પંજુ ભટ્ટને પુષ્કળ દ્રવ્યો આપી વિદાય કર્યા.

મોસમમાં દાણા તૈયાર થતા ખેડુતો દરબારી ભાગનાં દાણા ભરીને આવવા લાગ્યાં. એ વખતે એક ખેડુતે તુંબળીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા, પછી દાણા ઉતારી બળદને ગાડે જોડી હાલતો થયો, તે પછી જામરાવળજી ત્યાં નિક્ળ્યા અને એ ઓરડા પાસે બે બળદ બાંધેલા જોઇ, ખેડુત બળદ ભુલી ગયો હશે તેવુ વિચારી સીપાહીયો સાથે બળદ પાછા મોક્લાવી આપ્યા. ખેડુતે કહ્યુ કે મારા બળદ તો આ રહ્યા તેથી સીપાઈ ખેડુત અને બળદને લઈ પાછો આવ્યો, ત્યા ઓરડા પાસે તેવાજ રંગના બીજા બે બળદો જોઈ જામશ્રી ને આશ્ચર્ય થયુ. તેથી ફરી પંજુ ભટ્ટને તેળાવી કારણ પુછ્યુ. ત્રીકાળદર્શીએ કહ્યુ કે “મહાદેવ તમને સહાય થયા છે, માટે તમે તેની સ્થાપના કરો અને તુંબલીને પણ સાથે લઈ ત્યાં વિધીપુર્વક તેનો અગ્નીસંસ્કાર કરો”. પછી જામ રાવળશ્રીએ સર્વ અમીર ઉમરાવો અને બ્રાહ્મણોને સાથે લઈ મોટા રસાલા સાથે તે જંગલમાં આવ્યા અને ત્રીકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવની સ્થાપના કરાવી.

પોતાને તે પુર્વાશ્રમમાં જંગલોમાંથી જડ્યા હોવાથી તેનું નામ ‘જડેશ્વર’ રાખ્યુ. મહાદેવની પશ્ચીમે થોડે દૂર તુંબલીનો વિધીપુર્વમ અગ્નીસંસ્કાર કર્યો અને ત્યાં રાવળેશ્વર મહાદેવની સ્થાપના કરી. જામશ્રીએ ત્યાં શીખરબંધ મંદીર બંધાવી ચોરાશીઓ કરી બ્રહ્મભોજ કરાવી ખુબ દક્ષીણા આપી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તમારા બે સારા ઘોડાઓ લાવી અહીં બાંધો અને એક પ્રહર પછી છોડી દેજો જામશ્રીએ તેમ કર્યુ અને તેવાજ બીજા બે ધોડા બાંધેલા દીઠા, ફરી એ ધોડાઓ છોડી લીધા તેપણ ત્યાં તેવાજ બે ધોડાઓ બાંધેલા દીઠા. જેમ જેમ ધોડા છોડતા જાઈ તેમ ત્યાં ધોડા ફરી બાંધેલા જોવા મળ્યા, આથી ભટ્ટજીએ બોલ્યા કે “આ મહાદેવની કૃપાથી તમારો ધણો મોટો પ્રતાપ વધશે. અને આખો હાલાર દેશ તમારા ક્બજે થશે, વળી મહાદેવની અજ્ઞા છે કે,જે ઓરડામાં તે તુંબલી રાખી હતી તે ઓરડામાં તમે ધોડાઓ બાંધજો અને સવારે તેમનુ દાન કરવાથી ત્યાં તેટલાજ બીજા ધોડાઓ થશે અને સાંજે ઘોડાઓ છોડો તે લશ્કરમાં રાખજો, મહાદેવ તમારા ઉપર અતી પ્રસન્ન છે.” આમ કહી સહુ જામનગર ગયા અને પંજુ ભટ્ટજીનો યોગ્ય સ્તકાર કર્યો. તેમને રેહવા માટે ધરો આપવામાં આવ્યા અને તેમના નામને અને યાદને જીવંત રાખવા જામશ્રી એ જામનગરમાં એક વિશાળ ‘પંજુ ભટ્ટજીની વાવ’ ખોદાવી.

ત્રિકાળદર્શીના કેહવા મુજબ તે ઓરડામાં ઘોડાઓ બાંધી સવાર થતા છોડી દઈ ચારણ, બ્રાહ્મણો, ભાટ વગેરેને ધોડા દાનમાં આપતા જામશ્રીની દેશ-વિદેશમાં કિર્તી પ્રસરી ગઈ, તેમજ સાંજે ધોડાઓ છોડતા એક જબરી ફોજ એક્ઠી કરીને આખો હાલાર પ્રદેશ જીતી લીધો તે ઉપરથી પ્રાચીન દુહો છે કેઃ એ પ્રતાપી જડેશ્વર મહાદેવની જગ્યા હાલપણ ઘણીજ પ્રસીધ્ધ છે. તે મોરબીથી પ-૬ ગાઉ ઉપર દક્ષીણે અને વાંકાનેરથી ત્રણ ગાઉ ઉપર પશ્ચીમે છે.જડેશ્વરના મંદીરમાં વિશાળ ગૌશાળા છે. અહીં ગાયોના દુધનું ધી બનાવી શકાતુ નથી જે દુધ વેચી શકાતુ નથી. તેની પાછળ પણ એક કથા છે. ગૌશાળાની ગાયો એક વખત સંધીઓ હાકી જતા હતા. મંદીરની ઉતરાખંડના ખાખી સાધુઓની જમાતનો મુકામ હતો. જમાત ગૌધનની વહારે ચડી. સાધુઓ સાથેના ધીંગાણામાં સાધુઓ અને જમાતના મહંત કામ આવ્યા. ગૌધન માટે ખપી જનાર પુણ્યાત્માઓની સ્મૃતિમાં જડેશ્વરમાં દુધમાંથી ધી બનાવાતુ નથી, વલોણુ કરાતુ નથી. દરરોજ જે દુધ ઉતપન્ન થાય છે તે પુજા અને યાત્રાળુ માટે વાપરી નાખવામાં આવે છે.

જડેશ્વર મહાદેવમાં ત્રણબાજુ શૃંગાર ચોકીવાળો સભામંડપ, નાગરાદિ શ્રેણીવાળો શિખરભાગ મંડોવર,ગોળ ધુમ્મટ વગેરે સાદા છતા આકર્ષક દેખાય છે. ટેકરી ઉપર ચડીને ઉંચો ગઢ જેવો દરવાજો વટાવી મંદીરમાં પ્રવેશાય છે. તળેટી ઉપર જવાના પગથિયાં કચ્છનાં સુંદરજી ખત્રીએ બંધાવી આપ્યા હતા. સુંદર ધર્મશાળા સાથે રેહવાની વ્યવસ્થા છે. શ્રાવણ માસના સોમવારે ત્યાં વિશાળ મેળો ભરાય છે અને જગ્યામાં સાધુ મહંતો અને બ્રાહ્મણો મોટી સંખ્યામાં આવી ત્યાં આખો માસ પુજા અર્ચના કરે છે. જામ રાવળજીના વખતથી કાયમ ધીનો દીવો અને પુજન માટે પ્રબંધ બાંધેલ છે તે હજુ સુધી ચાલુ જ છે. મહારાજા જામ રણજીતજી સાહેબ બહાદુરે ત્યાં પધારી ચોરાશી કરી કાયમના માટે મોટી રક્મ બંધાવી આપેલ છે. પાસે રમનારા હજી પણ “દેજો રાવળજામનો ઘોડો” તેમ કહી પાસાઓ નાખે છે અને જડેશ્વર દાદાના પ્રતાપે પાસા સવળા જ પડે છે. જડેશ્વર મંદીરનાં મહંત પદે દંડીસ્વામી અચ્યુતાશ્રમજી હતા. સૌરાષ્ટ્રના તત્કાલીન સાધુઓમાં તેમનુ આદરભર્યુ સ્થાન હતું. તે પછી કુષ્ણપ્રકાશજી ગાદીએ આવ્યા અને તેમના પછી રવિપ્રકાશજી મહંત આવ્યા. અન્ય માહિતી પ્રમાણે આ રતનટેકરી પર જીર્ણોધ્ધાર જામરાવલજી એ કરાવ્યો. પણ મંદિર બહું પ્રાચિન છે તેની સ્થાપના જેઠવા વંશ ની 98 મી પેઢીમાં ગોવિંદજી જેઠવા થયા. ગોવિંદજી જેઠવા ની રાજધાની મોરબી હતી ને ”નાયોજી” અને” ધાકોજી” એ બે ભાઈઓ હતા. તેમને મોરબી થાણાના તાબાના મુલકનું ઉપરીપણું સોપેલું હતું. તેમણે વાંકાનેરથી ત્રણ ગાઉ દૂર આવેલા જડેશ્વર મહાદેવની સ્થાપના કરી ; વળી ધાકોજીએ ટંકારામાં વાવ બંધાવી જે ”ધોકા વાવ” નામે કહેવાય છે. આ વાત ની પૃષ્ટી હનુમાનવંશી જેઠવા રાજપૂતો 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .