વીર મોખડાજી ગોહિલ ના દુહ Vir mokhada ji gohli duha

Vir mokhada ji gohli duha

Sep 26, 2023 - 17:29
Sep 26, 2023 - 17:29
 0  2732
વીર મોખડાજી ગોહિલ ના દુહ Vir mokhada ji gohli duha

વીર મોખડાજી ગોહિલ ના દુહા 

કપરી હતી કપાણ (તેદિ) રોતા સૌ રાણપુરમા 

રાણજી જતા રાણ (ગાદી) માથે બેઠો મોખડો

ભેળવ્યુ ભીમડાદ , ઉમરાળામા આટક્યો

સભાને કરી સાદ (ન્યા) માથે બેઠો મોખડો

ખાલી એ ખોખરા , કરી કપટીને કચર્યા 

ઘોઘાએ કર્યા ઘા , મુઘલો માથે મોખડા

ગુંજે ગોહિલવાડ (ઈ) શૂરો પૌત્ર સેજકનો 

તેજ ધરી તલવાર , મેવાડી કરે મોખડા

પીરમે દઇ પ્રમાણ (જે) કેહરીને તેં કાપ્યો 

રાજ ને રહેઠાણ , મધ્યમા કર્યા મોખડા

ગાયો લઇ ગોવાળ , અધિષ્ઠને આરાધતો 

સંધ્યા ને સવાર , મારગ કરતો મોખડો

ભજતો શિવને ભાણ , માથે આશિષ માતના 

દરિયે લેતો દાણ , મૂરત રાખી મોખડો

આવતા જે આહાર , તે બંધ થયા તીરથી 

છતાય મહિના ચાર , મહાત દેતો મોખડો

ખુટતા જળ ખોરાક (ગયા) ઘોઘે કરવા ઘાવને 

રસાલો લઈ રાત , મોખરે હતો મોખડો

રંજાડ તણી રાવ , સાંભળી ઘોઘે ચાલ્યા 

દિ ઉગે દેવા દાવ , મહેલ છોડે મોખડો

પરોઢીયે પ્રહાર (કરવા) હરહર કરી હાલતા 

હાંક્યા એ હજાર (કંઇક) માર્યા તેગે મોખડા

બે લઇને બેધાર , ત્રાપુ દઇને ત્રાટક્યો 

તેજ હતી તલવાર , મેવાડી કરે મોખડા

પતાવ્યા તે પઠાન , ક્રોધે એ કાબૂલયા

(પછી) સેનાપતિ સુલતાન (એનો) માર્યો ભાણો મોખડા

મળ્યો હોત મહમદ (જો) ખજૂરિયે એ ખારમા

(તુ) પોકારત ભલે પદ (કરત) માટી ભેળો મોખડો

વિજય તણી વરમાળ (જોઇ) દૂર ધ્વજ દેખાડ્યો

કળી ન શક્યો કાળ , મળતા ઘેર્યો મોખડો

ઘેરતા તુને ઘણાય (તોય) ચોતરે ઉડે છોતરા 

જય ભણાવતો જાય , મૂખે બપ્પો મોખડા

ચડીયુ ઘોઘે શિષ , ધડ હાલે ધબધબાવતુ

દાટતો જાય દિશ , મારગ જાતા મોખડા

ચિરીયા કોષ સાત (પછી) દોર સ્પર્શ્યો દેહને 

જોદ્ધો ગોહિલ જાત , મોતે ભેટ્યો મોખડો

રચના : આહિર ભૂપત ભાઈ જળુ

ગામ : નવાગામ સરધાર તાલુકો રાજકોટ

8000055255 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .