ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઈતિહાસ Junagadh mrugi kund history

ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઈતિહાસ Junagadh mrugi kund history in Gujarati

May 16, 2024 - 16:37
Jun 14, 2024 - 11:06
 0  58
ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઈતિહાસ Junagadh mrugi kund history

ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઈતિહાસ

સૌરાષ્ટ્રના જે મુખ્ય શીવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે. ગિરતળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે. લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાત્મા અશ્વતથામા શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગી કુંડમાં સ્નાન કરે છે તેવી ક્થા પણ છે.

ગિરનાર ચોર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે. યોગીઓની તપો ભૂમી અને સાધુ-સંતો માટે માનો ખોળો છે. પ્રાચિન શીવાલયોની ઉત્પતી ક્થા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી. જુના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા. ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે. જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી, સંસારીઓના સુખદુઃખનું સમાપન ક૨વાની વિનંતી કરી. શંકરે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભૂષીત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો. ગિરનારના ખોળે તેમને આસન ભિડ્યુ. બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શંકરસ્તે દેવોએ સૃષ્ટી પર મોક્લ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા

પતિની શોધ ખોળ કરતા પાર્વતી શંકરે જ્યા આસન વાળેલુ ત્યાં આવ્યા. પાછળ બીજા દેવતાઓ પણ હતા. શંક૨ ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબીકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરરાય તરીકે દામોદરકુંડમાં વાસ કર્યો. અન્ય દેવતા સહિત નવ નાથ, ચોરાસી સિધ્ધો, યક્ષો, ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા.

ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવીજ એક કથા છે. કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળના જંગલમાં હ૨ણના ટોળામાં માનવ શરીર ધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કૂદે છે. સ્ત્રીનું મોઢુ હરણનું છે પણ શરીર મહિલાનું છે. રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવી શક્યો. પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી. વિદ્રાનો કોઈ માર્ગ શોધી ન શકતા કુરુક્ષેત્રમાં તપ ક૨તા ઉધર્વરેતા નામના ઋષી પાસે રાજા ભોજ ગયો. 

ઉધર્વરેતાએ મૃગમખીને માનવીની વાચા આપી. ગયા ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શીકાર કર્યો ત્યારે ભાગવા જતા વાસની ઝાડીમાં તેનુ મસ્તક અટવાઈ ગયું. બાકીનુ શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડયુ. નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવીતો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી. મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું. ભોજે વિદ્રાનોના આશીર્વાદ લઇ તેમની સાથે લગ્ન કર્યા.

પત્નીનું સૂચન માની રેવતાચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો. તે કુંડ એટલે મૃગી કુંડ! બન્ને કથા લોકાધારિત છે. પણ ભવનાથનો મહિમા તેમાથી જોઈ શકાય છે. શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે. તલવાર, ત્રીશુલ, ચીપયા, ભાલા ના અવનવી ક૨તબો ક૨તા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે. હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન ક૨ી ભવનાથની મહાપુજા કરે છે. 

કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરીક્રમાનું વિશેષ મહત્વ છે. હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમા સામેલ થાય છે. એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગી કુડમાં સ્નાન કરી ભવનાથ- દૂધેશ્વરના દર્શન ક૨વામાં આવે છે. બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે. તેરસને દિવસે સુર્યકુંડ તથા સરક્ડીયા હનુમાન, ચૌદશને દિવસે માળવેલથી ઉપડી, ગિરનારની પૂર્વમાં થઈ બોરદેવીમાં પડાવ નખાય છે. અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે. આજુબાજુ બોરડીનું વન અને તાતણીયો ધુનો છે. કાર્તિકી પુર્ણીમાંએ બોરદેવીથી નીક્ળી પાછા ભવનાથ અવાય છે. સમગ્ર પરિક્ર્મા ૪૦ કિલોમીટરની છે. પરિક્ર્મા દરમ્યાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીયોનો ભય રેહતો નથી. વળી અહિંનો શિવરાત્રીનો મેળો ખુબજ પ્રસિધ્ધ છે.

મેળાના દિવસે પ00 ક૨તા પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે. દરેક જ્ઞાતિની વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાય જાય છે. શિવરાત્રીની રાત્રે ૧૦ વાગ્યાના આરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનુ સરઘસ નીકળે છે. નાગા બાવાનુ આ સરઘસ છ દિવસના મેળાની ચરમ સીમા છે. સરધસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ગુરૂદતાત્રેય ની હોય છે. ત્યાર બાદ અભાવ અખાડાના ગાદિપતીની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓ તલવાર, ભાલા, પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભરયા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે.

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें