દેશળ ભગત કહાની Desal Bhagat history in Gujarati

દેશળ ભગત ઇતિહાસ, Desal Bhagat history in Gujarati

Aug 7, 2023 - 18:43
Aug 9, 2023 - 00:36
 0  457
દેશળ ભગત કહાની Desal Bhagat history in Gujarati

દેશળ ભગત ઇતિહાસ 

ઝાલાવાડ મા મહારાજા સર અજીતસિહજી ની આણ વરતાઈ રહી છે , નેક અને ધર્મ પ્રેમી સરજી નુ રાજ ધમધમે છે ,

એ અજીતસિહના રાજ મા પોલીસ ની નોકરી કરતો એક યુવાન દેશળ સાજના ટાણે ફરજ પર જવા નીકળે છે સીતા દરવાજા ની બહાર કુભારવાડા ના નાકે પહોચે છે ત્યાં એક માણસ દોડતો આવે છે ને સાદ દીયે છે ભગત

દેશળે અટકી ને પાસુ વળી જોયુ ,, હા ભાઇ

ભગત આજ મારે ધરે ભજન છે તો તમને વાયક આપવા આવ્યો છુ બાપ

દેશળે વિવસ થઇ ને ઉત્તર આણ્યો , પણ મારે આજ ડયુટી છે ભાઈ એટલે હુ નહી આવી શકુ

પેલો માણસ ફરી વિનંતી કરેછે , પણ ભગત ખાલી એક ભજન ગાઈ ને જતા રહેજો , પણ આવો 

દેશળે માથુ હલાવી ને કહયુ ઠીક છે જોઇશ

આ બાજુ દેશળ જેલ પર આવ્યા છે સાથીદાર જોગા ને મળે છે બન્ને વાતો કરતા બેસે છે

રાત વહેતી જાય છે , કુભારવાડા મા ગવાતા ભજન ના સુર ધીમાધીમા દેશળ ના કાને અથડાય છે દેશળ આકળ વિકળ થઇ જાય છે એને કયાય ચેન નથી પડતું 

ત્યારે જોગો પુછે છે , દેશળ કેમ તને આજ કયાય ચેન નથી પડતુ શુ કયાય ભજન છે

 ઉન્ડો નિહાકો નાખી ને દેશળ કહે છે હા ભાઈ

જોગો પુછે છે ,, તારે જવુ છે

દેશળ કહે છે પણ ડયુટી છોડી ને થોડુ જવાય

જોગો દેશળ ના ખંભે હાથ મુકી ને કહે છે અરે હુ સંભાળી લઇ શ તારે જાઉ હોય તો જા

દેશળ કહે છે , પણ મહારાજા સાહેબ આવી જશે તો 

જોગો ધીરજ આપતા કહે છે , હવે ઈમ કોઇ નો આવે તુ તુતારે જાઉ હોય તો જા ને , બહુ વાર ન લગાડતો એકાદુ ભજન ગાઈ ને આવતો રહેજે

જોગા ની આ વાત દેશળ ને ગમી તેણે જેલની ચાવી જોગા ને આનતા કહયુ જો જે હો 

જોગો કહે છે , અરે ભલા માહણા તુ તુતારે જા.  

દેશળ જાય છે , મનનો તાર એકતારા જોડે એક બને છે ભજન મા ભાન ભુલાય છે એકપછી એક ભજન ગાતો જાય છે

આ બાજુ રાજા ના રોજ કાન ભંભેરનારા ખજુરીયા ની વાત મા આવી જઈ સર અજીતસિહ જી કોઇદી નહી ને આજ જેલની તપાસ કરવા આવે છે

જેલ ના કંપાઉન્ડ મા ધોડો આવીને ઉભો રહે છે સાથે કેટલાક ચૌદશીયા પણ હતા 

મહારાજે બુમ પાડી દેશળ ,,,

ત્યાતો દેશળ આવી ને જી સર કહી ને સલામ ભરી ને ઉભો રહે છે

બાપુ પુછે છે , બધુ બરાબર છે ને

દેશળ ઉત્તર વાળે છે જી સર

થોડી વાતચીત કરી બાપુ પાછા વળે છે દેશળ ફરજ ઉપર જાય છે

આ બાજુ પરોઢ થયુ ભજન બંધ થયા ને દેશળ ની તંદ્રા તુટી ને તેને ફાળ પડી હે ભગવાન આ શુ થયુ આખી રાત ભજન મા વીતી ગઇ , ત્યાં શુ થયુ છે 

દેશળ હાફળો ફાફળો થાતો દોડતો જેલવાસ મા આવે છે જોગો ધરે જાવા ની તૈયારી કરતો હોય છે

 દેશળ બુમ મારે છે , જોગા ભુલ થઇ ગઇ ભૈ લા 

ભજન મા ભાન નો રી યુ ને સવાર પડી ગઇ

 જોગો દાત કાઢી ને કહે છે ચ્યમ આમ બોલે છે દેશળ 

ભલા માહણા એક ભજન ગાઇને તો તુ આવતો રી યો તો

દેશળ ચોકીને કહે છે , ના જોગા હુ તો ઠેઠ અટાણે આવુ છુ 

જોગો ગંભીર થતા પુછે છે એલા કીમ આમ કરે છે , તને કંઈ થયુ તો નથી ને ભલા માહણા આખી રાત આપણે બેઉ એ નોકરી કરી રાતના દોઢેક વાગ્યે બાપુ આવ્યા તને બોલાવ્યો ને તુ ગયો તારી પાસે ડાયરી માગી ને તે આપી ને બાપુ એ એમા સાઇન કરી , 

શુ બાપુ આવ્યા તા , દેશળ ના મનમા ફાળ પડી

લે એલા તુ ઉધમા તો નથી ને

કપકપાતો હાથ લામ્બો કરી દેશળે ડાયરી માગી 

જોગાએ ડાયરી આપી દેશળે પાના ખોલીને જોયુ તો મહારાજા અજીતસિહજી ની સાઈન હતી

દેશળે ગદગદ અવાજે જોગાને પુછયુ હુ કાલ આખી રાત અહી ડયુટી પર હાજર જ હતો

જોગો કહે છે , હા 

દેશળ ને સમજતા વાર ન લાગી , ઓહ મારો માલિક મારો વિઠલો ઠેઠ વૈકૂઠ થી આવી ને મારી બદલે પહેરો ભરી ગયો

દેશળ ની આખ મા થી આસુ વહેવા લાગ્યા 

દેશળની આખમા આસુ જોઇ જોગો ગંભીર થઇ ને પુછે છે દેશળ શૂ થયુ બાપ

ત્યારે દેશળ કહે છે જોગા હુ તો ભજન મા થી હજુ અટાણે હાલ્યો આવુ છુ , મારી બદલે જો ચોકી કરતો હતો ઇ બીજો કોઇ નહી પણ ચૌદે ભુવન નો નાથ મારો કાળીયો ઠાકર હતો

જોગો અવાક થઇ ને સાભળતો રહયો

ઇતિહાસ મા લખાયુ છે કે આ ધટના બાદ દેશળે નોકરી છોડી દીધી હતી ધ્રાગધ્રા ની બહાર કાપેલી ધાર માથે એમને આશ્રમ બનાવ્યો ને બાકીનુ શેષ જીવન પ્રભુ ભક્તિ મા વિતાવ્યુ 

હાલ પણ આ આશ્રમ મોજુદ છે જયા આજેય સદાવ્રત ચાલે છે ગૌ શાળા પણ ચાલે છે.

કિશોર ઠક્કર દુદાપુર

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .