આહિર રાણા આતા કાતરીયા ઇતિહાસ Ahir Rana aata katariya history in Gujarati

આહિર રાણા આતા કાતરીયા ઇતિહાસ Ahir Rana aata katariya history in Gujarati

Aug 1, 2023 - 15:08
Aug 1, 2023 - 15:22
 0  52
આહિર રાણા આતા કાતરીયા ઇતિહાસ  Ahir Rana aata katariya history in Gujarati

રણ ખેલા તે રાણા , કરવત હાંકી કાતરીયા

વીણી વીણીને વેતરીયા , સુડી વેતરે સોપારીયા

રાજુલાની સીમમાં બ્રાહ્મણ પરિવારની બેન દિકરીઓ પોતાની ઇજ્જત બચાવવા લુંટારાને કરગરીને ફફડતી હતી પણ લુંટારા તો એનાં મનસુબા જ દેખતા હતા એવે ટાણે રાજુલા ગામનો આહિર રાણો કાતરીયો અને એનાં ઘરેથી આહિરાણી બંને ગામતરે જતાં હતાં હાલતા હાલતા દુઃખ સુખની વાતો કરતા જાય છે. કાળીયા ઠાકરને ઠપકો દેતાં જાય છે ને કેતા જાય કે ઠાકર અમારા ટાણા સાચવી લેજે એટલી કાયમ મેર કરજે આવી વાતો હાલે છે ! 

એમાં અચાનક આહિરાણી ના કાનમાં કોઈ બેન દિકરીનું રુદન સંભળાયુ આહિરાણીના પગ થંભી ગયા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હે આયર કોઈ તો છે ત્યાં તો આહિરે પણ તલવારની મુઠ પર હાથ મુકી દીધો વાત કરતાં વાર લાગે ત્યાં તો લુંટારા દેખાણા એનાં મનસુબા બધાં સામે આવી ગયાં બ્રાહ્મણની દિકરીઓને ફફડતી જોયને આહિરે આહિરાણી સામે જોયું ત્યાં તો આહિરાણી જવાબ આપ્યો રાહડે તો આપણે બોવ રમ્યા આજે તો તલવારે રમવાનું ટાણું આવી ગયું આજે તો આહિર ને આહિરાણી બંને સંગાથે તલવારુની રમત રમવા રણમેદાને ઉતર્યા આહિરે આહિરાણી સામે જોયુ ત્યાં તો સાક્ષાત મહાકાળી રણમાં રમતી હોય એવી આહિરાણી લાગી આહિર જોતો જ રહી ગયો કે એને તો છોકરાની માંના સ્વરુપે જોય હતી આજે તો સાક્ષાત મહાકાળી લાગતી હતી આ જોયને આહિરને પોરહનો કોઈ પાર નથી આજ તો બાજરાના ડુંડા ઉતારે એમ આહિર લુંટારાના માથાં ઉતારવા લાગ્યો કેટલાને માર્યા કેટલાં ભાગી ગયા આહિરને આહિરાણી માંથે પણ ઘણાં ઘા થયેલાં તો પણ બ્રાહ્મણની બેન દિકરીઓની ઇજ્જત બચાવીને પોતે વૈકુંઠની વાટે હાલી નિકળ્યા ! 

રાણા આતા કાતરીયા

ગામ.રાજુલા જી.અમરેલી

જય હો રાણા આતા ની શત શત નમન જય મુરલીધર જય માતાજી

Disclaimer notices

यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें