અગિયાર ને બે તેર ખાંભીઓ ઇતિહાસ Agiyar ne be ter khabhiyo history in Gujarati

અગિયાર ને બે તેર ખાંભીઓ ઇતિહાસ, Agiyar ne be ter khabhiyo history in Gujarati

Sep 3, 2023 - 14:05
Sep 3, 2023 - 14:07
 0  86
અગિયાર ને બે તેર ખાંભીઓ ઇતિહાસ  Agiyar ne be ter khabhiyo history in Gujarati

અગિયાર ને બે તેર ખાંભીઓ ઇતિહાસ

એ જુનો જમાનો એટલે નાતજાત નહી પણ પોતાની જાતીનુ લોહી કેટલુ ઉતમ અને ખાનદાન છે એ બતાવવાનુ હતુ ખુટલાઈ દગો સપને પણ ના આવે એવા ખાનદાન માણસો અને એવી એમની ખાનદાની મિત્રતા એવી કે એકબીજા માટે ન્યોછાવર થઈ જવુ મીર મીટવુ નાતજાત ને કોઈ લેવાદેવાજ નહી પછી ગમે ઈ જ્ઞાતિ હોય પણ પણ પોતાની ખાનદાનીનુ ઉત્તમ ઊદારણ પોતાના પ્રાણ ના ભોગે પુરૂ પાડતા એવુજ એક ઉત્તમ ઊદારણ કોબડી ગામની સીમમાં ઊભેલા તેર પાળીયાઓ અને એમાથી અગિયાર બાદ કરો એટલે બે પાળીયા હવે આ બે પાળીયા એટલે એક સુતરીયા કણબી પટેલ અને બીજો પાળીયો એટલે વરૂ શાખના ભરવાડ ઘટના મા લાંબી માહિતી નથી પણ આજથી ચારહેક વરહ મૌર્ય ભરવાડ અને કણબી એક મગની બે ફાડ્ય તન જુદા ને જીવ એક એવી ગાઢ મિત્રતા એકાબીજા વિના હાલે નહી હવે ભરવાડ ગામનુ ગોર ચારે સવારથી સાંજ સુધી વગડે ફરે બન્ને ભાઈબંધો ભેગા ભાતા ખાતાને ગઉ ચારતા કણબી ઘરખેતી નુ કામ પતાવી પાછા વગડે મિત્ર ની પાસે જતા આમ ઘણો સમય હાલ્યુ એક દિવસ પટેલ ને ઘરનુ કામ હોવાથી વગડે ન જવાણુ અને આ બાજુ બરોબર મધ્યાહ્નના સમયે લુટારુઓ ગૌધન માંથે મીટ માંડી જામગરીના ભડાકા થયા ધણ ભડક્યુ પણ આજે ઘણ ગામની ઘણુ નજીક હોવાથી આ અવાજ ગામમાં બપોરા કરવા બેઠેલા જુવાનડાઓ ના કાને સંભળાયો ને ઝટપટ ઉભા થઈ હથીયાર લઈ સાબદા થયા ત્યા ગામમાં કાળો દેકારો થયો ને ગામ લોકો ઊમટ્યા પણ જાજા નહી ૧૨ કણબી અને એક ભરવાડ આ બાજુ ભરવાડે દ્વારકાધીશ નુ નામ લઈ ગાયો માટે એકલો જુધ્ધે ચડયો હાથમાં રહેલી લાકડી સુદર્શન ની જેમ ફેરવતો ફેરવતો લુટારુઓ ની વચ્ચે ઘુમીને ગાયોને તારવતો ઘાએ ચડે એને પાડતો જાય છે એમ ત્રણને પાડ્યા પણ જામગરી ના એક સાથે ફુટેલા તણખાએ ગોવળની જોરવર છાતી ને ભેદી ઢગલો કરી નાખ્યો ત્યા ગામથી આવેલા બાર કણબી અને એમા એનો ભાઇબંધ એટલે ઘેલા મુળજી એ ભાઈબંધ ને બચાવવા હડી કાઢી ધીંગાણે ચડયો ને તલવાર લઈ ઘુમતો લુટારુઓ ની સામે ચડયો પણ આ શુ પોતાનો મિત્ર તો સ્વર્ગ સિધાવી ગયો લોહીજાણ પડેલી મિત્ર ની કાયા જોઈ ક્રોધ ચડયો ને મરૂ ને કા મારૂ હવે જીવન ભરખાય ગયુ મિત્ર તારા વિના બધુ અધુરૂ છે માટે હુ પણ તારી પાછળ આવુ છુ વાટ જોજે એમ કહી લુટારુઓ ને પડકાર ફેંક્યો થાજો માટી કહી કુંડાળે પડયો ત્યા પેલા અગિયાર ગામમાથી આવેલા માણસો પણ પોગ્યા ને રોળુ મંડાણુ પણ ધેલા મુળજી ભાઈબંધ ની લાશ પાસેજ વેતરાઇ ગયો ને ઠામ રિયો ને રોળુ આગળ હાલ્યુ અગિયાર જણ લુટારુઓ સામે ઝઝુમતા હાલ અગિયાર ખાંભીઓ છે ત્યા જોરાવર ધીંગાણુ જામ્યુ પણ જામગરીઓ ના જોરે અગિયારેય જણ વિંધાઈ ગયા ને લોથો ઢળી પડી ને રોળુ શાંત થયુ . આ ખાંભીઓ થોડે છેટે છેટે મંડાણી ઘેલા મુળજી અને ભરવાડ વરૂ શાખની ખાંભીઓ બેય મિત્રો ભેગાજ ખોડાઇ ગયા અને બીજા અગિયાર થોડે દૂર ખેતરની અંદર ખોડાણા.

https://chat.whatsapp.com/G10EMuj9uL8Iccftm83La7

એક દિવસ પેલા બેઠેલા અગિયાર ખાંભીઓ ની વચ્ચે એટલે કણબીના શુરાપુરા વચ્ચે કણબી એટલે ઘેલા મુળજીએ હાથ કાઢ્યો કે મારે ડાયરામાં બેસવુ છે તો શુરાએ કહ્યુ તારા વંશજ તારા છોકરા બેસાડે અમને વાંધો નથી વાસા વધાવો અને સપના પણ આપ્યા પણ ધેલા મુળજીએ શરત કરી બેસવુ છે પણ એકલા નહી મારા મિત્ર ભરવાડ સાથે તો પેલા પાળીયાઓ એ ગૌત્રને લઈ ને ના કહી ત્યારે બીજી બાજુ ભરવાડ ના શુરવીરે તેમના ડાયરામાં હાથ કાઢ્યો ને બેસવાનુ કહ્યુ પણ ભાઈ બંધ ઘેલા મુળજી સાથે તો ત્યા પણ ના આવી તો પછી બન્ને મિત્રૌ પોતાની મિત્રતા અંખડ રાખવા પોત પોતાના ડાયરાનો ત્યાગ કરી આ અગિયાર ખાંભીઓ થી દુર કેડા માં ખોડાઇ ગયા અને અગિયાર ખાંભીઓ ને કિધુ અમે બહાર બેઠા છીએ અમે સ્વતંત્ર છીએ તમે અટકાવ ત્યા અમને યાદ કરજો પાછા નહી પડીએ પાછા વેતરાઇ જાશુ આવુ વચન આપ્યુ હાલ ખાંભીઓ કોબડી ની સીમમાં મોજુદ છે એમા બે ખાંભીઓ મિત્ર ની યાદ અપાવતી કેડામાં ટટ્ટાર થઈ ઊભી છે ને અગિયાર ખાંભીઓ અંદર છે 

આ વાત કરનાર મારા મિત્ર એટલે ધનશ્યામભાઈ સુતરીયા જેઓ ધેલા મુળજીના વારસદાર છે ને ખુબજ પાળીયા પ્રેમી છે પોતે સુરતમા ટેક્ષટાઇલના બિઝનેસમાં સારૂ એવુ નામ કમાણા છે દાદાની દયાથી પલ્સ બીજુ પાળીયા પ્રેમી એટલા માંટે કહ્યા કારણ તેઓ પોતાની ગાડીમાં એકવીશ મીટર લાંબી પાંચ પાઘડીઓ રાખે છે તથા સિંધુર ગંગાજળ અગરબતી ધુપ દિપ આ બધુંય ગાડીમાં ચોવીશ કલાક મળી રહે અને રાખવાનુ કારણ એકજ કોઈ જગ્યાએ ખાંભી મળે એટલે ગમે તેની ખાંભી હોય કોઈ પણના શુરાપુરા હોય નિસ્વાર્થ ભાવે ખાંભી પાળીયાઓ ની સેવા કરી એકવીશ મીટરની પાઘડી પેરાવી સેવા કરે છે પછી કોઈ પણ સમાજની ખાંભીઓ હોય બસ જ્યા ખાંભીઓ જુએ એટલે ગાડી બ્રેક થઈ જાય પાળીયાઓ ને સિંધુર પાઘડી પેહરાવી આગળ વધવુ એ એમનો ખાંભીઓ પ્રત્યે ખુબ જ ઊમદા ભાવ છે અને આવો ભાવ સદા રહે એવી શુભકામના સાથે સહ આભાર 

નોંધ આ દાદાએ એટલે ઘેલા મુળજીએ ધનશ્યામભાઈ ને પાઘડી આપીછે જે હાલ હયાત છે જેની સવાર સાંજ પુજા થાય છે જે પાઘડી દાદા પેહરાવતા

મિત્રૌ પેલા બન્ને ભાઈબંધ ની ખાંભીઓ જે મર્યા પછી પણ જુદા ન પડયા તે ન જ પડ્યા અને અગિયાર ની ખાંભીઓ છે જેના આપ દર્શન કરી શકો છો 

 વિરમદેવસિહ પઢેરિયા 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .