ગૌ માતા માટે બલિદાન આપના આહીર નાગાજણ બાપુ સબાડની શૂરવીરતા Gaymata mate balidan

ગૌ માતા માટે બલિદાન આપના આહીર નાગાજણ બાપુ સબાડની શૂરવીરતા, Gaymata mate balidan aapnar ashir nagajan bapu sabad

Sep 18, 2023 - 15:29
Sep 18, 2023 - 15:56
 0  910
ગૌ માતા માટે બલિદાન આપના આહીર નાગાજણ બાપુ સબાડની શૂરવીરતા  Gaymata mate balidan

ગૌ માતા માટે બલિદાન આપના આહીર નાગાજણ બાપુ સબાડની શૂરવીરતા

 કરાંભડી ગામના રામજી મંદિરે ચાલતા સતસંગમાં અચાનક ભંગ પડયો ધ્રીજાંગ ધ્રીજાંગ ...... ઢોલના અવાજે સૌ ના મન ઉચક થઈ ગ્યા અને અધિરાઈથી એકબીજાની સામે જોઈ પૂછવા માંડયા કે શું થયું ?

    ત્યાંતો બેબાકળો અને સુસભર્યો ગોવાળ ગામના ચોકમાં આવીને ફસડાઈ પડયો એનો સાદ તરડાઈ ગ્યો . રૂંધાતા સ્વરે એટલુ જ બોલ્યો કે આપણા ગામની ગાયુ મીયાણા લઈ ગ્યા. 

આપણા ગામની ગાયો મીયાણા લઈ ગ્યા ઈ શબ્દો નાગાજણ સબાડના કાને પડતાતો ઓચિંતાનો વિજળીનો ઝબકારો થાય એમ માથામાં ઝટકો આવે અને ચમ ચમ ચમ રૂંવાડા બેઠા થઈ ગ્યા રોમરાઈ ઠરડાઈ આંખ્યુ માં લાલાશ ઘૂંટાણી . . . ખોખારો ખાઈ મુછે તાવ દઈ નાગાજણ સબાડે ઉભા થઈ ગોરભા જેઠાબાપા દવેને હાલતા હાલતા કિધુ મીયાણાં ના દિ ભરાઈ ગ્યા છે નકર કરાંભડીના સીમાડે ઉતરે નહિ . એણે આજ સિંહની બોડમાં હાથ નાખ્યો છે. ક્રોધમાં કમકમતા શરીરે ઘેર આવ્યા ઘોડી છોડી રાંગવાળી બહાર નીકળતા ભેળા થૈ ગયેલ ગામડુને પૂછયુ. કેણી કોર ગા ?

નાગાજણ સબાડનું રૌદ્રરૂપ જોઈ. કોઈએ હાથનો ઈશારો જ કર્યો અને ઘોડી ખોડાપીપરના મારગે માંડી પંથ કાપવા. 

ઉપપલાણે નિકળેલ નાગાજણ સબાડે દૂર દૂર મિયાણાં ના પાળને જોયું અને પડકારો કર્યો. અટાણ લગી બોડકીયુમાં ચર્યા છો તમને હજી કોઈ ભાયડા ભેટયા નહી હોય. માટી થાજો. આજ ખબર પડશે. મરદાઈના રંગ કેવાં હોય . ક્રોધમાં કંપકુપા નાગાજણ સબાડ વંટોળીયો જાય એમ મીયાણાની વાંસે ગ્યો. 

કરાંભડી ગામમાં દેકારો બોલી ગ્યો છે જેઠા ગોર તડબા દવે ગામની શેરીએ શેરીએ રાડયુ પાડી સૌને કહેવા માંડયા આપણો ય ધરમ છે ભાઈઓ ઓલ્યો મરદ નાગાજણ એકલો ગાયોની વારે ગ્યો છે. ઈ રાખહ જેવા મીયાણા સામે કયાં સુધી ટકશે. હાથ આવે ઈ હથિયાર લઈને બારા નીકળજો કહેતા કહેતા ભૂદેવે ગોવાળની લાંકડી હાથમાં લઈ ખોડા પીપરના મારગે હડી કાઢી.

ત્રીસ ત્રીસ મીયાણાની વચ્ચમાં વિરભદ્ર જેવો નાગાજણ તરવાર ફેરવે છે એની તરવારનું પાણી અને મર્દાનગીનું માપ કાઢવા ઉભેલા મીંયાણાના સરદારે નાગાજણની શકિત શૌર્ય અને સાહસિકતા સાથે ધરમ પ્રત્યેની અડગતા જોઈ પણ અચાનક જોયુ તો હાથ પડયુ હથિયાર લઈને કરાંભડી ગામ છુટયુ છે વધુ વખત ગુમાવવાનો સમય નહોતો સમય પારખું સરદારે ઈશારો કર્યો અને દગો થ્યો. દગાના કારણે નાગાજણ સબાડ ધરમના ધિંગાણે ફુલઘારે ઉતર્યા અને ગાયના રક્ષણ કરતા કરતા સ્વર્ગે સંચર્યા. ભાગતા લુંટારાઓએ ભૂદેવને પણ છોડયા નહિ. ટીલા ટબકા તાણનારે તરવાર તાણી ત્યારે મીયાણાઓએ દયા પ્રભુની કહેનાર ભૂદેવમાં સાક્ષાત યમદેવના દર્શન કર્યો. દગાનો ભોગ બની ભૂદેવ પણ રણમાં રહયા.

અધર્મ આચરતાં મીયાણાના પાળ સામે ધરમના ધીંગાણે ચડેલ નાગાજણ સબાડ અમર વિરતાને વરી અમર થ્યા. આજે પણ એ બંને વિર પુરૂષનો પાળીયા ખોડા પીપરના પાદરે અડિખમ ઉભો છે. 

  સબાડ કુટુંબમાં સૂરાપુરા તરીકે પુજાય છે. અને તેના નિવૈધ પણ થાય છે. તેની ઉગમણી બાજુ જેઠા ગોરનો પાળીયો છે. 

  કરાંભડીના શુરવીર અને સ્વમાની સબાડ કટુંબે વિચાર્યુ કે રહેવુ તો એવા ગામમાં કે જયાં હૈયે હરખ હોય ઉરમાં આનંદ હોય અને જયાં માન - પાન અને સ્વમાન સચવાય. બાકી પેટ ભરતા તમામ પ્રાણીઓ પણ પૃથ્વી ઉપર જીવે જ છે ને ? કરાંભડી છોડી . . . . બોડીઘોડી ગામનુ તોરણ બાંધ્યું. ત્યાં પણ અનુકુળ નહિ આવતા હલેન્ડા માંડા ડુંગર વિજાપુર ( હડાળા પાસે ) થઈ રોજીયા ગામે સ્થિર થયા.

  ધરમરક્ષક શુરવીર અને અને સ્વમાનિ સબાડ કુટુંબ રોજીયા ગામે ઠરીઠામ થયુ ત્યાં ઓચીતાનું ધરમના ધીંગાણે સ્વમાન અને વટ્ટ રાખવા માટે બહારવટુ કરવુ પડયુ.

જય મુરલીધર

લેખક : ગુલાબદાન બારોટ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .