વિર હમીરદાદા રબારી નો ઐતિહાસિક પરિચય Veer Hamit dada no history in Gujarati

વિર હમીરદાદા રબારી નો ઐતિહાસિક પરિચય, Veer Hamit dada no history in Gujarati

Sep 3, 2023 - 14:14
Sep 3, 2023 - 14:15
 0  1567
વિર હમીરદાદા રબારી નો ઐતિહાસિક પરિચય  Veer Hamit dada no history in Gujarati

વિર હમીરદાદા રબારી નો ઐતિહાસિક પરિચય

કુળ-અજાણા

ગામ-વરસામેડી (કચ્છ)

સમય-ઈસ ૧૭૭૦

(ભાગ-૧) ભારત વર્ષનો પવિત્ર કાંઠો એટલે ગર્વભૂમિ ગુજરાત જ્યાં તપ, ત્યાગ,દાતારી અને શુરવીરતાનો સમન્વય છે.એમાય સોરાષ્ટ્ર અને કચ્છ માં ગાય,ધર્મ અને આબરૂ માટે માથા પણ અપાયા છે.એવા શૂરવીરોની સાક્ષી ગામોની ભાગોળે ઉભેલ પાળિયા પુરે છે.

આવી જ એક સુરતા અને બલિદાનની એક ગાથા છે. વિક્રમ સંવત ૧૮૨૬ (ઈસ ૧૭૭૦) ની જગ વિખ્યાત નગરી અંજારની પૂર્વે અડી ને આવેલ ગામ એટલે વરસામેડી. આ ગામમાં આવેલ રબારી અજાણા કુળના નેહડામાં પૂજાતા વીર હમીર દાદા ની આ વાત છે.

રબારી કોમ એટલે જેમને માતાજી અને મહાદેવના આશરે ઓશીકું અને ભરોસે ભરણ-પોષણ.વરસામેડી ગામે આ રાયકા કુટુંબમાં સુજા રબારીના હમીર અને સામત નામે બે અડીખમ પુત્રો હતા. સિંધ ના યુદ્ધ પછી કચ્છ માં રબારી અને સુમરા ને વસાવ્યા પછી કચ્છ ની તાકાત વધી હતી બંને કોમ ને કચ્છ ની ચારે બાજુ વસાવી જે કચ્છ ઉપર આવતી આફત સામે ઢાલ સ્વરૂપે હતી . વરસામેડી રબારીઓ ના ગઢ સમાન ને સૌરાષ્ટ્ર તરફ થી કચ્છ નું પ્રવેશ દ્વાર સમાન . એટલે જ વરસામેડી કચ્છ ની ઢાલ સમાન ગણાતુ આ ગામ ની ભાગોળે અનેક પાળિયા ઉભા છે જે સાક્ષી આપે છે કે કચ્છ ઉપર આવનાર આફત ને વરસામેડી ના પાદરે જ રબારીઓ એ રોકી લીધી હતી . આવો જ એક પાળિયો હમીર દાદા રબારી નો આ વાત ઈસ ૧૭૭૦ ની છે જયારે માળીયા મીયાણા વિસ્તાર ના યવનો લૂંટારુઓ નો ઘોડે સવાર થઈને કચ્છ ઉપર વારંવાર ચઢી આવતા ગામ ભાગતા, દીકરી, ગૌ,ધન ની લુંટ ચલાવવા છેક કચ્છ ની અંદર સુધી ઘુસી આવતા એમની સામે રબારીઓ ને અવાર-નવાર ધિગાણાઓ થતાં હતા.એ સમયે રબારી ઓ ના ઘેર ઘેર તલવાર, ભાલા,કટાર અને સાંઢણી રાખતા

આવી જ એક ચઢાઈ માળીયા ના મુસલમાનો એ કરી ધાડુ કચ્છ ની અંદર અનેક ગાઉ સુધી ઘુસી આવ્યું . વરસામેડી ઉપર અચાનક ધાડપાડુઓ ત્રાટક્યા અને રબારી ઓ ની ગાયો હાંકી જવાનાં ઇરાદે રબારીઓ પર હુમલો કર્યો.એમની સામે હમીર તેમના ભાઈ સામત તેમજ નેહડા નાં રબારી યુવાનો પણ એમણે પડકાર ફેંકી ને હથિયારથી સામનો કરવા લાગે છે અને ખાંડાના ખેલ ખેલાય છે. ઘોડે સવાર દુશ્મનોનો સામનો કરવા હમીર ઊંટ પર સવાર થઈને તલવાર વીંઝવા માંડે છે અને એક પછી એક દુશ્મનો નાં માથે ધડ થી અલગ થવા લાગે છે. પણ હમીર ની હિંમત જોઈ અસત્ય નો આશરો લઈ ને ફરતા દુશ્મનો એ પીઠ પાછળ થી ઘા કરી ને હમિરનું માથું ધડ થી અલગ કરી નાખે છે.પણ હમીર ની હિંમત અળગી થતી નથી.અને તલવાર નાં ઘા ચાલુ જ રહે છે. આમ માથા વગર નાં ધડ ને લડતું જોઈ ને બચી ગયેલા ધાડપાડુઓ આવા પરાક્રમ થી ફફડી દૂર ભાગી છૂટે છે.

(ભાગ-૨)પણ આ સત્યનાં સુરાતન માટે વીર હમીર નાં ધડ ને અને ખાડા ને ખોડીયાર આઇ એ નજર આપી હોય એમ દુશ્મનો ની પાછળ ઊંટ સવાર ધડ લડતું લડતું જાય છે.અને ગામ ને ઉતર પૂર્વે પોણો માઈલ દૂર મોરી (વિસ્તાર) એક જગ્યા છે ત્યાં જઈ ને એમનો જીવ વીર ગતિ પામે છે. અને ધડ ત્યાં શાંત થઈ છે.

આ (ખીરસરાની)મોરી ની જગ્યા એ જ્યાં એમનુ ધડ લડતા લડતા વીર ગતિ પામ્યું ત્યાં આજે પાળિયો થઈ ને દાદા હમીર પૂજાય છે. તેમજ ગામ માં પણ એમનુ માથું જ્યાં ધડ થી અલગ થઈ પડ્યું ત્યાં પણ ખાંભી અને મંદિર આવેલ છે.આ મંદિર માં આજ પણ એજ તલવાર તાકત નો પરિચય કરાવતી હોય એમ પૂજાય છે. હમીર દાદા ની ૨૫૧ વર્ષ જુની તલવાર રબારીઓ પુજે છે આજ તલવાર થી હમીર દાદા રબારી એ અનેક ધીંગાણામાં માળીયા મીયાણા વિસ્તાર ના અનેક મુસલમાન હમલાવરો ના મસ્તક વાઢી લીધા હતા . આસો સુદ દસમ નાં દિવસે દાદા ની પેઢી જાતર થાય છે અને નેવેધ ધરાવવા અહી ખાંભી એ આવું પડે છે.આ પરચો પૂરતા પાળિયા ને અને તલવાર ને સિંદૂર થી રંગવા માં આવે છે. આજ પણ શુધ્ધ મન અને પવિત્રા થી પાળીએ જઈ હાકલ કરનાર ને દાદા હમીર નો હોંકારો મળે છે.અને તેમની મનોકામનાઓ પૂરી થતાં જોઈ છે. આ લખાય છે વિક્રમ સવંત ૨૦૭૭ માં ત્યાં સુધી આ વાત ને ૨૫૧ વર્ષ વિતી ગયા છે.આજ પણ પૂર્વજો નાં પરાક્રમની સત્ય અને હકીકત ની આ અમર ગાથા નું સૂર્યનારાયણ ની સાક્ષીએ પેઢી દર પેઢી વારસા માં સિંચન થતું હોવાથી જળવાઈ રહે છે.અને વરસામેડી અજાણા રબારી નો નેહડો આવા વીર પૂર્વજોનાં અજવાળાં માં આનંદ કરે છે. અને ગૌ ધર્મ માટે અપાયેલ બલિદાન ની ખુમારી અનુભવે છે. અત્યાર ની પેઢી ને આ ઘટના નવાઈ લાગે છે.પરંતુ એ સમય માં માણસોના ખાનપાન તથા જીવન પણ એવા ઉજળા હતાં કે જેમાં દેવી કે પરમતત્વો નો વાસ જોવા મળતો હતો અને ત્યારે જ સુરવીરતા પરાક્રમની પરાકાષ્ટા જોવા મળતી.

આમ ગામડાઓ નાં સીમાડે ખોડાયેલ આવા પાળિયાનો પરિચય અને આવી મહાન ભવ્ય ભૂમિ ની મુલાકાત લયે છે ત્યારે આવી અનેક વીર ગાથા ઓ ધરબાયેલી પડી છે.જેના દર્શન થાય છે.

-:હમીર દાદા નો ટુંકો રાહડો:

કલ્યાણ કરવા કાંડા કરજે,બાલુડા અમારા સુર હમીર મંગલ કરવા સઘળું મતી આપજે અમને વીર હમીર કાજ ધર્મ નાં કરવા અમને ધકો દેજે દાદા હમીર તપતો રાખજે કુળ અજાણા નો સૂરજ હરપલ હમીર સત્ નાં પંથે પડે પગલું અમારું તો હારે આજે હમીર એમ વીર વંશનો છોરું સમરે આજ દાદા વીર હમીર.

સૌજન્ય હમીરભાઈ અજાણા

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .