સિંહણના મોતનો બદલો લેવાની

સિંહણના મોતનો બદલો

Jul 23, 2023 - 13:22
Jul 23, 2023 - 13:30
 0  26
સિંહણના મોતનો બદલો લેવાની

સિંહણના મોતનો બદલો 

==> સૌરાષ્ટ્ર એટલે શૂરા, વીર, વાળા, સંતોની ભૂમિ. અહીં એક એકથી ચડે તેવા શૂરવીર, વીર,સંતો વગેરે થઈ ગયા એટલે સૌરાષ્ટ્રની ભોમકા શૂરા, વાળા, વીર, સંતોની કહેવાય છે.

==> વાત છે વીસાવદર તાલુકાના મોટા મોણપુરી ગામની. આ ગામના દરબાર માત્રાવાળા હતા. એક વખત તેઓ જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. ત્યારે મોણપુરીની બાજુમાં ખોડિયાર જજાનો પાણીનો ધૂનો આવ્યો. તેઓ ત્યાંથી જતા હતા એટલામાં ધૂનામાં પાણી પીવા આવેલીસિંહણે ભયંકર વેદના સાથે ગર્જના કરી. વાળાએ ત્યાં જોયું તો ધૂનામાં રહેતા મગરે સિંહણનો પગ પકડ્યો હતો. તે સિંહણને પાણીમાં ખેંચી ગયો અને તેને મારીને ખાઈ ગયો.

==> વાળા સ્તબ્ધ થઈ ગયા. તે પાછા ફરવા જતા હતા ત્યાં સામેથી સિંહણની ચીસો સાંભળી દોડી આવેલો સિંહ જોયો. સિંહ શું કરે છે. તે જોવા માત્રાવાળા ઝાડ ઉપર ચડી ગયા.

==> સિંહણને ખાઈ તૃપ્ત થયેલો સુસ્ત મગર બે દિવસ ધૂનામાંથી ન નીકળ્યો.સિંહ ભૂખ્યો-તરસ્યો ત્યાં જ બેસી રહ્યો. માત્રાવાળા પણ સિંહ શું કરશે તેની રાહમાં બે દિવસ ઝાડ પર બેસી રહ્યા. ત્રીજે દિવસે સિંહ પાણી પીવા ધૂના તરફ ગયો. ફરીથી શિકાર મળશે તે લાલચમાં મગર સિંહને ખાવા આવ્યો. સિંહે ચાલાકી વાપરી. તે મગરને લાલચ આપીને પાણીથી દૂર લઈ ગયો. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. સિંહે અંતે મગરને મારી નાખ્યો. સિંહ ખૂબ ધાયલ થઈ ગયો.

==> સિંહની વીરતા જોઈ માત્રાવાળા સિંહને પોતાના ગઢમાં લાવ્યા ત્યાં સિંહના દવા દારૂ કર્યા. સિંહ સાજો થયો. તે વાળાની સાથે જ રહેવા લાગ્યો 

==> એક વખત દરબારગઢમાં ચોર પેઠા. સિંહની સાવચેતીથી ચોર નાઠા.

કેટલી ઉમદા દિલેરીના દરબાર વીર માત્રાવાળા તો કેટલી ઉમદા ભાવના વાળો સિંહ ? જે તેની સિંહણના મોતનો બદલો લેવા બે બે દિવસ ભૂખ્યો- તરસ્યો રહ્યો ને મોત સાથે ઝઝૂમ્યો અને જ્યારે માત્રા વાળાનુ અવસાન થયા પછી તેણે કંઈ પણ ખાધુ નહિ અને બે દિવસ પછી તેનુ પણ મૃત્યુ થઈ ગયુ

Post by.GauTam KoTila

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .