જગરાની તેં જનમ્યો નભ સમોવડો નાદ

જગરાની તેં જનમ્યો નભ સમોવડો નાદ

Jul 23, 2023 - 13:19
 0  26

જગરાની તેં જનમ્યો , નભ સમોવડો નાદ

ભમવા ફરી ભારતમા , આવ હવે આઝાદ 

સુત એ સિતારામના , વહમો તારો વાદ

ચાંદ જેવો શોભતો , આવ હવે આઝાદ 

ભારતમા એ ભાંવરા , સહુને કરવા સાદ

મળવા ફરી માળવે , આવ હવે આઝાદ 

સુઇ ગયો ક્યાં સાવજા , દેવા સૌને દાદ

હાંકલવા આ હિંદને , આવ હવે આઝાદ 

અમૃતા જેવી અમણી (એ) દેવ ધરાને દાગ

લાયુ જેવા લાગ્યા (હવે) જગરાની ના જાગ 

રોંઢે પોઢ્યો રાહમા , બાથડી તુ તો બાગ

ફરી એવા ફેણને (આવ) નાથવા ફરી નાગ 

ઝુઝ્યો પણ નો ઝુકયો , પૂરો એ પ્રતાપ

ભામણ પૂરો ભાયડો , છોડી દીધી છાપ 

રચના : આહિર ભૂપત ભાઈ જળુ 

ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ 

મો. 8000055255 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .