શ્યામ વિના વ્રજ સૂનુ લાગે

શ્યામ વિના વ્રજ સૂનુ લાગે

Jul 24, 2023 - 22:33
Jul 24, 2023 - 22:36
 0  38
શ્યામ વિના વ્રજ સૂનુ લાગે

( ઢાળ : શ્યામ વિના વ્રજ સૂનુ લાગે ) 

રામ વિના અવધે નો ભાવે વિરહ સર્વે વહાવે રે !

અવધ આખુ આંસુ ધારે , વનરાઈ ને વાટ પુકારે , શેરીયે શેરીયે સાદ સંભારે  

નર નારી મુખ દર્શાવે રે

રામ વિના અવધે ભાવે !

દશરથને વેળા વહમી ઘણી , આપ્યા વચન કૈકેઇ ભણી , કુળ લાજને કાજ કઠણ ઘણી 

વાલાને વનમા વળાવે રે

રામ વિના અવધે નો ભાવે !

કૌશલ્યાનુ કૈકેઇ નો માની , ઝેર પિતા જનની જાણી , પહોર આઠો આંખે પાણી    

દલમા આગ દઝાવે રે

રામ વિના અવધે નો ભાવે !

ભરતજી ભ્રાતા વિના જાગે , વહમા ઘા રૂદિયામા વાગે , રાજ ને રહેઠાણ કડવા લાગે   

નેણે નીંદરા ના'વે રે

રામ વિના અવધે નો ભાવે !

ભરી સભામા ન્યાય બોલાવે , દિન દુખિયાના દલડા બોલાવે , ગુણને ભૂપત તારા ગાવે

રામ તોલે કોઈ ના'વે રે

રામ વિના અવધે નો ભાવે !

             

રચના : આહીર ભૂપત ભાઈ જળુ        

ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ

  mo. 8000055255

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .