ભાથીજી મહારાજ નો રાહડો

ભાથીજી મહારાજ નો રાહડો

Jul 24, 2023 - 22:45
Jul 24, 2023 - 22:45
 0  211
ભાથીજી મહારાજ નો રાહડો

ભાથીજી મહારાજ નો રાહડો 

( ઢાળ : સૂની રે ડેલી ને સૂના ડાયરા )

રંગ છે તખતજી તારા રાણ ને

ટેકુ લીધી ધેનુ તારણહાર રે

રાઠોડના રાણા રંગ છે તખતજી તારા રાણ ને ! 

એકમે અકલબા ખોળે ઉગીયો 

નાચે એ ફાગવેલમા નર નાર રે

રાઠોડના રાણા રંગ છે તખતજી તારા રાણ ને ! 

ફાગવેલમા પય્ડવે ઉડે ફૂલડા

કળાય સવા માસે ફેણ કપાળ રે

રાઠોડના રાણા રંગ છે તખતજી તારા રાણ ને ! 

મંગળ ગીતડા ગવા'તા માંડવે

વાતો સુણી ફેંકી એ વરમાળ રે

રાઠોડના રાણા રંગ છે તખતજી તારા રાણ ને ! 

તેગ રે ધરીને પલાણ નાખીયા 

વીર હતો એ ધણ ને વાળનાર રે

રાઠોડના રાણા રંગ છે તખતજી તારા રાણ ને ! 

સોનબાને બીનજીનો મામેરીયો 

હાથીજીને હાંકલે હાલનાર રે

રાઠોડના રાણા રંગ છે તખતજી તારા રાણ ને ! 

રચના : આહિર ભૂપત ભાઈ જળુ 

ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ 

મો 8000055255 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .