નિબંધ લેખના ગુજરાતી

નિબંધ લેખના ગુજરાતી

Jul 13, 2023 - 17:04
Jul 13, 2023 - 17:41
 0  14

૧. મોર.

મોરને માથે નાની કલગી હોય છે. મોર સૌથી રૂપાળું પંખી છે. તેની ગરદન લાંબી અને વાંકી છે. તેના પીંછા લાંબા અને રંગબેરંગી છે. મોર સૌને ગમે છે. મોર રાષ્ટ્રીય પક્ષી છે. તેનું શરીર ભારે હોઈ તે ઉડી શકતો નથી. વર્ષાઋતુમાં મોર પીંછા ફેલાવી નૃત્ય કરે છે. મોર સાપનો શત્રુ છે. મોર નાના જંતુઓ અને દાણા ખાય છે. મોતી જેવી બે આંખ છે.

૨. ગાય.

ગાયને ચાર પગ, બે સીંગડા અને લાંબી પૂંછડી હોય છે. ગાય ઉપયોગી પ્રાણી છે. તેનો રંગ રાતો, ધોળો, કાળો, કાબરચીતરો હોય છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયનું બચ્ચુ વાછરડુ કહેવાય છે. નર વાછરડો મોટો બનતા બળદ કહેવાય છે. ગાય ઘાસ, દાણા, ખોળ કપાસિયા ખાય છે. ગાય આપણને ઘણી ઉપયોગી હોઈ તેને ગાયમાતા કહેવાય છે.

૩. ૨૬મી જાન્યુઆરી


ઈ.સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ આપણા દેશમાં નવા બંધારણ દ્વારા પ્રજાનું રાજ્ય સ્થપાયું. આથી એ દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આનંદ અને ઉત્સાહથી થાય છે. શાળાઓમાં અને જાહેર સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવે છે અને મનોરંજન કાર્યક્રમો ઉજવાય છે. એ દિવસે દિલ્હીમાં જાહેર સરઘસ કાઢવામાં આવે છે. તેમાં લશ્કરી કવાયત અને જુદા જુદા રાજ્યોનાં મનોરંજક કાર્યક્રમ બતાવવામાં આવે છે. આપણા દેશના મહાન નેતાઓ અને શહીદોને યાદ કરવામાં આવે છે. તેઓની જીવનઝરમરમાંથી આપણે બોધ લેવો જોઈ

 

ખાસ નોંધ

જો તમે અહીં પોસ્ટ કરેલી કોઈપણ સામગ્રીના યોગ્ય માલિક છો, અને તેને પ્રદર્શિત કરવામાં વાંધો છો અથવા જો તમે કૉપિ રાઇટ્સ વિભાગના પ્રતિનિધિઓમાંના એક છો અને તમને અમારી સ્ટોરની શરતો પસંદ નથી, તો કૃપા કરીને અમને તરત જ મેઇલ કરો ([email protected]) અને અમે તેને ૧ મિનિટ કાઢી નાખીશું

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .