પ્રાર્થના નિશાળ ગુજરાતી Prathna school Gujarat

પ્રાર્થના નિશાળ ગુજરાતી, Prathna school Gujarat

Jun 14, 2023 - 12:21
Jul 22, 2023 - 21:05
 0  770

1. ગુરૂવારની પ્રાર્થના

ગુરૂવારની પ્રાર્થના

માંગુ હું તે આપ પ્રભુજી, માંગું હું તે આપ. ના માંગુ ધન વૈભવ એવા, મન મગરૂબ સુલાય. ભલે ગરીબ વીર બનીને, હતું ગરીબની હાય. એવું હૃદયબળ આપ.. પ્રભુજી માંગું હું તે આપ. ઉંચ નીચના ભેદ ન જાણું, ચાહું સૌને સમાન. હરદમ ઉપયોગી થાઉં સૌને કાયા વજ્ર સમાન, પ્રભુજી એવું શરીર બળ આપુ.. પ્રભુજી માંગુ હું તે આપ.. કરત કાર્યો સેવાના જગમાં, જો કદી થાકી જવાય. કાયા શકે. મન ના થાકે, એવું મનોબળ આપ. પ્રભુજી માંગુ હું તે આપ..

2. શુક્રવારની પ્રાર્થના

ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મ સેવા કરવી, ધ્યેય અમારૂં છે વાલતા વિશ્વ મહી અને ભરવી. સકલ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રે. એ જ ભાવનાના અનુયાયી બનવાનું સહુને તેડું. ન્યાત જાતના ભેદ અમોને લેશ નથી કાંઈ આભડતા. દેશવેશના શિષ્ટાચારો વિકાસ માટે નહી નડતા. નિર્ભય બનીને જાન માલની પરવા કદીએ નવ કરીએ. અમમાલકીની વસ્તુનો મુઢ સ્વાર્થ પણ પરહરીએ. બ્રહ્મચર્યની જ્યોત જગાવી સત્ય પ્રભુને નાદરીએ. જ જગ સેવાને આંચ ન આવે એ વ્યવસાયો આચરીએ સદ્ગુણ સ્તુતિ કરીએ સૌની નિંદાથી ચારા હીએ, વ્યસનો તજીએ સદ્ગુ‚ સજીએ ટાપટીપ ખોટી તએ. ખાવું પીવું, હરવું-ફરવું, સુવું, જાગવું ને વવું. સક્રિયાઓ કરતા પહેલા પાપ વિકારોથી ડરવું. છતાં થાય ગફલત જે કંઈ તે ક્ષમા માંગી બળવા થઈએ, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાવ નવ વસ્મરીએ.

3. શનિવારની પ્રાર્થના

પ્રભુ નમીએ પ્રભુ પ્રિતે સુખી કરતું દુઃખો હરતું. બનાવી તે બધી દુનિયા બનાવ્યા તે ઉંડા દરિયા, સુરજને ચંદ્ર જંગમગિયા, સુખી કરતું દુઃખો હરતું. વળી આકાશમાં તારા, ઘણાં જ ઉંચે જ ફ૨નારા. કર્યા છે તે પ્રભુ પ્યારા સુખી કરતું દુઃખો હરતું જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી. અમારા કામ જોનારા, સુખી કરતું દુઃખો હરતું. બધો એ પાપ બાળી દે વળી બુદ્ધિ રૂપારી છે, નમીએ હાથ જોડીને, સુખી કરતું દુઃખો હરતું.

4. સોમવારની પ્રાર્થના

પેલા મોરલાની પાસ બેઠાં શારદા જોને આપે વિદ્યા કેફે દાન માતા શારદા જોને, જે તુજ મંદિર આવે તે ફુલની માળા લાવે, માળા કંઠમાં સહાય માતા શારદા જોને, દિસે મંદિર કેવું ! જાણે સ્વર્ગ સદનના જેવું, વિણા હાથમાં સોહાય માતા શારદા જાને, અમે બાળકડા સૌ ઘેલા અમે ભણીએ વહેલા વહેલા અમને મળતા આનંદ થાય માતા શારદા જોને, પૂજન કરીએ પ્રિતે સૌ ચાલો રૂડી રીતે, ઉરે ભાવના ઊભરાય માતા શારદા જોને

5. મંગળવારની પ્રાર્થના

મંગલ મંદિર ખોલો દયામય ! મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વારે ઉભો શિશુ ભોળો. તિમીર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, લ્યો, દયામય ! શિશુ સહ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમિરસ ઢોળો, દયામય મંગલ મંદિર ખોલો.

6. બુધવારની પ્રાર્થના

મંદિર તારૂ વિશ્વ રૂપાળું સુંદર સરજન હારા રે..

મંદિર તારૂ વિશ્વ રૂપાળું સુંદર સરજન હારા રે..

પળપળ તારા દર્શન થાયે... મંદિર દેખ દેખન હારા રે.. મંદિર. નહિ પુજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળા રે.. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે.... મંદિર. વર્ષાંત કરતાં શોભા તારી, થાક્યા કવિ ગળા સારા રે. મંદિરમાં તુ ક્યાં છુપાયો, શોધે બાળક તારા ... મંદિર

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .