ભગુડા માંગલધામ દુહા

ભગુડા માંગલધામ દુહા

Jul 21, 2023 - 15:55
Jul 21, 2023 - 15:58
 0  181
ભગુડા માંગલધામ દુહા

ભગુડા માંગલધામ દુહા

1.ભગુડા માં ભગવતી, શક્તિ છો સાક્ષાત

   અટક્યા તુ ઉકેલતી, માવડી મોગલ માત

2.જોગમાયા તુ જાગતી, હરદમ છો હેતાળ

ભગુડાવાળી ભગવતી, સોની લ્યે સંભાળ

3.કૃપાળી કરૂણેશ્વરી, પુગતી તુ પક્ષમાય સુણી અંતર

     સાદને, (તુ) આવતી મોંગલ આઈ

4. સુખકારી સમર્ચે સદા, મંગલકારી માત માંગલ નામે   

     માવલડી, (તુ) પુજાતી પ્રખિયાત

5.ભગુડાવાળી ભગવતી, (તુ) વ્હાલપ થી વિખિયાત

   ધાણ સુણી ને ઘોડતી, માવડી મોગલ માત

6.ભજન કરે જો ભાવથી, (આ) કુંડા કળજગમાય

    (તો) વ્હારૂ કરવા વેગથી, આવતી મોંગલ આઈ

7.માને તોળી માનતા, આવી શરણે આઈ (તો)         

    ભગુડાવાળી ભગવતી, (તુ) બેલી થાતી બાઈ

8.માંગુ છું હું માવડી, શરણે ઝુકાવી શિષ સેવક સાદે   

     આવશો, એવા દો આશિષ

9.મંગલકારી માવડી, સમયે છો સ્નેહાળ 

   ભગુડાવાળી ભગવતી, (તુ) હરદમ છો હેતાળ

10.શરણે ઝુકાવી શીષને, માંગે બાળક માત (તુ) હૈયાની    

      હેતાળ છો, ઘટ મિટાવણ ઘાત

11.ભગુડાવાળી ભગવતી, (તુ) સૌની કરતી સહાય    

     “ચારણ કાળુ’” બાળ જો, ગુણલા તોળા ગાઈ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .