બારમાસી ત્રિભંગી છંદ

barmasi tibhagi sad

Jul 8, 2023 - 21:18
Jul 8, 2023 - 21:23
 0  57

બારમાસી ત્રિભંગી છંદ 

 કહું માસ કાતી તિય મદ માતી દીપ લગાતી રંગરાતી મંદિર મહેલાતી સબે સુહાતી મૈ ડર ખાતી ઝઝકાતી બિરહે જલજાતી નીંદ ન આતી લખી ન પાતી મોરારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૧

 માગશર માસી ધર્મ પ્રકાસી રુતુ હુલાસી સબભાસી મૈ ફિરુ ઉદાસી નાખ્ય નિસાસી ચિત ચપલાસી અકુલાસી અન નહીં અપવાસી વૃત્તિ અકાસી નહીં વિસવાસી મિલવાહી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૨

 પોશે પછતાઈ શિશિર સુહાઈ થંડ લગાઈ સરસાઈ મન મથ મુરજાઈ રહ્યો ન જાઈ વૃજ દુ:ખદાઈ વરતાઈ શું કહું સમજાઈ વેદવતાઈ નહીં જુદાઈ નરનારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૩

 મા મહિના આયે લગન લખાયે મંગલ ગાયે રંગ છાયે બહુ રેન બઢાયે દિવસ ઘટાએ કપટ કહાએ વરતાએ વૃજકી વનરાયે ખાવા ધાએ વાત ન જાયે વિસ્તારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૪

 ફાગુન પ્રફુલીતં બેલ લલીતં કીરકલીતં કોકિલં ગાવત રસગીતં વસંત વજીતં દન દરસીતં દુ:ખદિલં પહેલી કર પ્રીતં દૂર કરિતં નાથ અનિતં નહીં સારી કહે રાધે પ્યારી હું બહિહારી ગોકુલ આવો ગિરિધારી...૫

 મન ચઈતર માસં અતિ ઉદાસં પતિ પ્રવાસં નહીં પાસં બન બને બિકાસં પ્રગટ પલાસં અંબ ફલાસં ફળ આસં સ્વામી સહેવાસં દીએ દિલસં હીએ હુલાસં કુબજારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૬

વૈશાખે વાદળ પવન અપ્રબળ અનળ પ્રગટ થળ તપત અતિ સોહત કુસુમાવળ ચંદન શીતળ હુઈ નદીયાં જળ મંદ ગતિ કીનો હમસે છળ આપ અકળ કળ નહીં અબળા બળ બત વારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૭

જેઠે જગજીવન સુકે બનબન ઘોર ગગન ઘન સજત ઘટા ભાવત નહીં ભોજન જાત બરસ દન કરત ત્રિયા તન કામ કટા તલફત બ્રજકે જન નાથ નિરંજન દિયા ન દરશન દિલધારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૮

આષાઢ ઉચારં મેઘ મલારં બની બહારં જલધારં દાદૂર હકારં મયુર પુકારં તડિતા તારં વિસ્તારં નાં લહિ સંભારં પ્યાસ અપારં નંદકુમારં નીરખ્યારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી….૯

શ્રાવણ જલ બરસે સુંદર સરસે બદ્ધર ભરસે અંબરસે તરુવર ગિરિવરસે લતા લહરસે નદીયા પરસે સાગરસે દંપતી સુખ દરસે સેજ સમરસે લગત જહરસે દુ:ખકારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૧૦

 ભ્રાદ્રંવ હદ ભરીયા ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા તનતરીયા. મથુરામેં ગરીયાફેર નફરીયા કુબજા વરીયા વસ કરિયા વૃજરાજ વિસરીયા કાજ ન સરીયા મન નહીં ઠરીયા હું હારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૧૧

આસો મહીનારી આસવધારી દન દશરારી દરસારી નવનિધિ નિહારી ચઢી અટારી વાટ સંભાળી મથુરારી ભ્રખુભાન દુલારી કહે પુકારી તમે થયારી તકરારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૧૨

 આશો અધિકારં ધર્મ વધારં પ્રભુ પધારં કર પ્યારં સુખ એજ સુધારં તેજ અપારં નાથ નિહારં વૃજ નારં કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુલ આવો ગિરિધારી...૧૩ ટાઈપીંગ...

જાડેજા ભગીરથસિંહ..

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें