ચરજ એ સર્વ જ્ઞાતીજનોને મારા જય માતાજી

સર્વ જ્ઞાતીજનોને મારા જય માતાજી

Jul 21, 2023 - 15:47
 0  34

ચરજ એ

સર્વ જ્ઞાતીજનોને મારા જય માતાજી

ચરજ એ આપણી ઉજળી પરંપરાનું અંગ છે. આદિથી ચારણો શક્તિનું આરાધન કરતા આવ્યા છે અને માટે જ ભગતબાપુ એ “ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ એક જનની તથ્રુ લિધું” જેવું કહ્યું છે. ચારણના આતમની અરજ છે ચરજ, આપણો અમુલ્ય વારસો છે ચરજ. ચારણોની શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી કાલાવાલા છે ચર૪. ચારણો દુહા-છંદો, ચરજુ વગેરેમાં આઈનું આરાધન કરતા આવ્યા છે. આ ચારણી સાહિત્યનો અમુલ્ય વારસો આપણો જ છે અને તેનું જતન કરવું એ આપણી ફરજ છે. કોઈપણ કાર્ય સાથે સંકળાયેલા હો, પણ તેમાંથી થોડો સમય આપણા આ સાહિત્ય માટે કાઢવો જ જોઈએ.

ભાઈશ્રી કાળુની ચરજુ ભક્તિસભર અને હૃદયસ્પર્શી છે. પોતાની આઈમાં સાથેની આત્મીયતાની ઝાંખી તેના શબ્દોમાં થાય છે. આવી જ રીતે કાળુ પોતાના સદ્વિચારો સાથે માના ગુણગાન કરતો રહે. અને માં મોગલ તેમના સર્વે કાર્યોમાં સફળતા આપે એવી જ અંતરની પ્રાર્થના સાથે..... જય મા મોગલ....

લિ. જયરાજભાઈ માધુભાઈ ટાપરીયા

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .