ગુજરાતી બાળ ગીત Bal Geet Gujarati

બાળ ગીત

Jul 13, 2023 - 18:32
Aug 13, 2023 - 19:02
 0  2783

૧. સાગરમાં નાવ

સાગરમાં નાવ મારી સરરર જાય,

કાંઠે ઉભા ઝાડ કેવાં નાના નાના થાય.

સાગર....

દૂર દૂર પંખીઓનો કલરવ થાય,

સમીરની મંદ મંદ વાંસલડી વાય.

સાગર...

સફેદ સઢમાં કેવો પવન ભરાય, હલેસુ મારૂને નાવ દોડી દોડી જાય.

સાગર...

ઉંચે ભુરૂ આકાશ શું વિશાળ જણાય, નીચે કાળા કાળા પાણી દેખ્યાં નવ જાય

સાગર...

તોફાનમાં નાવ મારી ડગુમગુ થાય,

પ્રભુને સ્મરૂ ત્યાં નાવ સ૨૨ જાય.

સાગર...

૨. ડોલે દેડકરાજિયો હોજી 

સરવર પાળે આવી રે, આસન એક જમાવી રે

ડોલે દેડકરાજિયો હોજી...

હારે એને મેહુલા સંગે પ્રિત

હા રે ગીતો ડ્રાંઉં ડ્રાંઉના ગીત

અજબધૂમ મચાવી રે, બોલે ઢોલ બજાવી

ઝૂમે દેડકરાજિયો હોજી...

હારે એને હૈયે હરખ ન માય

હા રે એની કાયા થનગન થાય

રંગ અનેરો લાવી રે, જબરો જંપ લગાવી રે

નાચે દેડકરાજિયો હોજી...

હા ૨ે ઘેરી મેઘલી રાતે બોલે

હા ૨ે જાણે દ્વાર હૈયાના ખોલે

આનંદ ઉર મનાવી રે, ફાંદલડી ફુલાવી

ફૂલે દેડકરાજિયો હો જી...

૩. ચાલો ભેરૂ ! નિશાળ રે 

ચાલો ભેરૂ!નિશાળે રે બેલ વાગ્યો બેલ વાગ્યો બેલ વાગ્યો રે

ઈશિકા આવે ઋત્વા આવે કેયુર ઝરણાં ને મીત આવે

તારે આવવું છે ? સાથે ભણવું છે ? હા હા હા હા હા હાં રે.. ચાલો

નાહી ધોઈને સુંદર થઈને

શાંતિથી નિશાળે જઈને

પાટી લીધી છે ? પેન લીધી છે ?

ભેરૂ

હા હા હા હા હા હાં રે.. ચાલો ભેરૂ વર્ગમાં જઈ શાંતિથી બેસીએ

જૂઠું કે ખરાબ ન બોલીએ તોફાન કરવા છે ? ઘોઘાટ કરવો છે?

નાના નાના નાના રે.. ચાલો ભેરૂ ગુરૂજી ભણાવે તે બધું ભણીએ

જ્ઞાન કેરા ખેતરને લણીએ

અભણ રહેવું છે ? અજ્ઞાન રહેવું છે ? નાના નાના નાના રે.. ચાલો ભેરૂ-

૪. ખિસકોલી

તું અહીંયા રમવા આવ, મઝાની ખિસકોલી.

તું દોડ તને દઉ દાવ, મઝાની ખિસકોલી. તું ઝાડે ઝાડે ચડે, મઝાની ખિસકોલી. કહે કેવી મઝા ત્યાં પડે, મઝાની ખિસકોલી. તું જ્યારે ખીલ ખીલ ગાય, મઝાની ખિસકોલી તારી પૂંછડી ઉંચી નીચી થાય, મઝાની ખિસકોલી.

૫. આવ રે વાદળી

આવરે વાદળી આવરે આવ મારા ખેતરીએ વરસીજા વરસીજા

સાગરથી આવતી જળભરી લાવતી અમૃત ઢોળતી જા ઢોળતી જા.. આવરે. ગાવે મેહુલા, ટકરાવે મોરલા

ઉલ્લાસ ભરતી જા ભરતી જા.. આવરે.

દેવી દુનિયાને જગને ઉજાળતી દાન જીવનના દેતી જા દેતી જા.. આવરે.

ખાસ નોંધ

જો તમે અહીં પોસ્ટ કરેલી કોઈપણ સામગ્રીના યોગ્ય માલિક છો, અને તેને પ્રદર્શિત કરવામાં વાંધો છો અથવા જો તમે કૉપિ રાઇટ્સ વિભાગના પ્રતિનિધિઓમાંના એક છો અને તમને અમારી સ્ટોરની શરતો પસંદ નથી, તો કૃપા કરીને અમને તરત જ મેઇલ કરો ([email protected]) અને અમે તેને ૧ મિનિટ કાઢી નાખીશું

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .