ટપકેશ્વર મહાદેવ ગીર ગઢડા ઇતિહાસ tapkeshwar mahadev gir gadhada history

ટપકેશ્વર મહાદેવ ગીર ગઢડા ઇતિહાસ, tapkeshwar mahadev gir gadhada history in Gujarati

Aug 6, 2023 - 17:00
Aug 6, 2023 - 23:16
 0  930
ટપકેશ્વર મહાદેવ ગીર ગઢડા ઇતિહાસ  tapkeshwar mahadev gir gadhada history

ગીરગઢડા નજીકમાં સરીતા કાંઠે ટપકેશ્વર મહાદેવ

ગીર ગઢડા નજીક ફરેડા નામના ગામથી ત્રણ કી.મી. દુર અને ઉના. જામવાળા રોડ ઉપર આવેલ બાબરીયા (ફાસ્ટ થાણુ ગામથી પણ ત્રણચાર કી.મી. દુર શ્રી ટપકેશ્વર મહાદેવની જગ્યા આવેલી છે.

ગીરનાજ ગલની એક નાનકડી નદીના કાંઠે આ જગ્યા છે શ્રી ટપકેશ્વર મહાદેવની જગ્યા ભાયરામાં ઉડે ઉડે અવેલી છે. આ જગ્યામાં એક નવું ભેાંય થોડા સમય પહેલા મળી આવ્યુ છે.

ભોંયરામાં ભગવાન શંકરની લીંગ ઉપર કુદરતી રીતે પાણી ટપક્યા કરતું હોવાથી અહિની જગ્યા ટપકેશ્વર મહાદેવના નામે જાણીતી છે. તેમજ ગાયના આંચળ જેસડા શિવલીંગ ઉપર જે પાણી પડે છે. તે પણ શિવલીંગ બની જતા હોય છે. આ રીતે આ જગ્યામાં લોકોની ઉંડી શ્રધ્ધા અને વિશ્વસ છે. જગ્યામાં આવતા જ કુદરતની લીલા ઉડીને આંખે વળગે તેવી છે. જેથી સ્થાન ઘણું જ આ ક અને દર્શનિય છે.

આ જગ્યામાં અગાઉ બ્રહ્મચારી શ્રી શિવયેતન બાપુ હતા તેણાજ સુપાત્ર અને સાતીક સંત હતા તેઓની કૃપા તેમના અસખ્ય ભકતો ઉપર ઉતરી છે. જેમને તેના સાચા રહ્યના આશિર્વાદ મળ્યા છે. તેઓ સુખી હોવાનું સહુકો કહે છે. સુપાત્ર સંતની વિદાય પછી હાલમાં આવા

શ્રી સીતારામ બાપુ નામે મહાત્મા રહે છે. આવતા જતા

દનાથી તે યોગ્ય સત્કાર કરે છે.

ગીર સોમનાથ જીલ્લા નાં ગીર ગઢડા નાં ઘનઘોર જંગલ માં આવેલું ટપકેશ્વર મહાદેવ નું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓ ની આસ્થા નું પ્રતિક 

ગીર માં આવેલી ગુફા માં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવાલય 

 ટપકેશ્વર મંદિર ને મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે તો આવો જાણીએ શ્રાવણ માસ નાં પવિત્ર દિવસે ટપકેશ્વર મહાદેવ નાં માહાત્મય વિષે

ગીર ગઢડા થી પાંચ કિમી દુર ફરેડા ગામ નજીક નાં ઘનઘોર જંગલ માં આવેલું આ છે ટપકેશ્વર મહાદેવ નું પોરાણિક મંદિર 

સામાન્યા રીતે જામવાળા અને ગીર ગઢડા નાં જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુ પક્ષી ઓ નાં અવાજ થી ગુંજતું હોઈ છે પરંતુ આ જંગલ શ્રાવણ માસ માં બમબમ ભોલે નાં નાદ થી ગુંજી ઉઠે છે જી હા ગીર ની વચે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર હજારો લોકો ની આસ્થા નું પ્રતિક બન્યું છે 

ગીર જંગલ માં પાંચ કિમી ઉબડ ખાબડ રસ્તા પર પગપાળા ચાલી આવનારા શ્રધાળુઓ ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોચ્તાજ તરોતાઝા બને છે કુદરત ની ગોળ સમા ગીર માં આવેલા આ મંદિર ની આજુબાજુ કુદરતી પ્રકૃતિ નો અદ્ભુત નજારો જોવા મળે છે અહી આવતાજ ભાવિકો ને મનની શાંતિ પ્રાપ્ત થાય છે આ મંદિરે ને મીની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણી વાર શ્રધાળુઓ ને સિંહો સાથે પણ ભેટો થઈ છે

ટપકેશ્વર મહાદેવ મંદિર અન્યા શિવાલયો કરતા અલગ તારી આવે છે કારણ કે ગીર ની વહ્ચે આવેલા આ મંદિર નથી પરંતુ વિશાળકાય પહાડ ની અંદર આવેલી ગુફા છે 

50 ફૂટ ગુફા ની અંદર અનેક શિવલીંગો આવેલી છે જે શિવાલયો પર ગુફા ની અંદર થી સતત પાણી ટપક્યા કરે છે જ્યાં જ્યાં પાણી ટપકી રહ્યું છે ત્યાં ત્યાં શીવાલાઈ જોવા મળે છે 

એક નહિ બે નહિ પણ 15 થી વધારે શિવ લિંગ ગુફામાં જોવા મળે છે 

એમ પણ કહેવાય છે કે જ્યાં જ્યાં પાણી નું ટીપું પડે છે ત્યાં ત્યાં નવા શિવાલય બને છે એટલુજ નહિ પણ શીવાલાઈ નો આકાર પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે

ચંદ્રાભાગા નદીના કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર નો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે કહેવાય છે કે પાંડવો પોતાના વાન્સ્વાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો 

ભાવિકો અને સ્થાનિકો નાં કહેવા પ્રામાને અહી દર ગુરુર્પુરની માં નાં દિવસે ચમત્કાર જોવા મળે છે ગુફા ની અંદર નદી ની જેમ પાણી નો પ્રવાહ આવે છે જે પાણી બે દિવસ રહે છે પછી પરત ફરે છે 

ઘણી વખત ગુફા અંદર જવાની ઘણા લોકો એ કોશિશ કરી છે પરંતુ અમુક ગુફામાં અંધાર પટ હોવાના કારને ગુફા ક્યા સુધી છે તે કોઈ જાની શક્યું નથુ ગ્રામજનો નાં કહેવા પ્રમાણે આ ગુફા જુનાગઢ ગીરનાર માં મળે છે 

એમ પણ કહેવાય છે કે દુષ્કાળ નાં વર્ષો માં પણ તાપ્કેશેવાર મહાદેવ મંદિર ની ગુફામાં પાણી ટપકીયા કરે છે આ વિસ્તાર ની અંદર ક્યારેય પાણીની કોઈ કમી જોવા મળતી નથી ગુફા ની અંદર જાને કુદરતી એસી હોઈ તેવો ભાવિકો ને એહ્શાસ થઈ છે ગુફા માં પ્રવેશ્તાજ ઠંડક અને શીતળતા નો અહેશાસ થઈ છે 

અહી ભાવિકો માનતા પણ માને છે કહેવાય છે કે ટપકેશ્વર મહાદેવ તમામ લોકો ની મનોકામના પૂર્ણ કરે છે 

ગીર ગઢડા નાં ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલ માં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ગુજરાત ભાર માંથી શ્રધાળુઓ ઉમટી પડે છે તો નજીક નાં ગ્રામ્યા પંથક માંથી આવતા વૃદ્ધ માણસો આ મંદિર નાં દર્શન કરી અમરનાથ યાત્રા જી આવ્યા હોવાનું માને છે

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .