દો રંગા ભેળા નવ બેસીએ

દો રંગા ભેળા નવ બેસીએ

Jul 27, 2023 - 21:06
 0  26

( ઢાળ: દો રંગા ભેળા નવ બેસીએ )

જાગી સોરઠમા જ્યોત માં સોનબાઈ

મઢડા રે વાળી વંદુ તને માઇ !

પોષ એ સુદ ને બીજના આઈ અવતરી 

ચારણો ને મારગ ચિંધવા ભાઈ !

તાત રે હમીરના તપ તો પાકિયા

રાણબાઈના રંગ તો દીપે બાઈ !

મોડ રે શાખમા માવડી માલતી

મુખ જોઇ મલક આ મલકાય !

ભૂપત કહે રે વંદુ તારો ભેળિયો

સંકટે કરજે સૌ ને સહાય !

રચના : આહિર ભૂપત ભાઈ જળુ

ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ

Mo. 8000055255 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .