ભીમો ભરવાડ ની વાત bhimo bharvad in Gujarati

ભીમો ભરવાડ ની વાત, bhimo bharvad in Gujarati

Aug 28, 2023 - 15:11
Aug 28, 2023 - 15:38
 0  606
ભીમો ભરવાડ ની વાત bhimo bharvad in Gujarati

ભીમો ભરવાડ

દાંતીશણા ગામ ની આ વાત છે.જ્યા એક ભરવાડ નો નેસ ને એ નેસમા ભીમો વસવાટ કરતો હતો. નેસ મા લગ્ન પ્રસંગ હતો. ભીમા ભરવાડ ના લગ્ન હતા .જાન પરણી ને નેશ મા પાછી આવી હતી. ભીમો ભરવાડ અને નેશ મા સૌ ખુશ હતા. બીજા દિ વસે સવાર થઈ ભીમા ને ખબર પડી કે મિંઢોળ ( હાથ ના કાંડે લગ્ન પ્રસંગે વરરાજા ને પેહરાય તેવો દોરો ) હજી સુટી નથી ભીમા ને થયુ કે મિંઢોળ તો હુ સાંજે માતાજી ના પારણે મુકી દઈશ. પેલા ૨ દિવસ થી ભુખી મારી ગાયો ને ચરાવતો આવુ . 

ભીમા એ મનસર ગામ ની સીમ મા ગાયો લઇ ને જાય છે. રૂપેણ નદી ના કિનારે ગાયો ચરે છે. ભીમો ઝાડ ની છાયા નિચે આરામ ફરમાવે છે.એમા અચાનક ગાયો અવાજ કરવા લાગી ભીમા ને થયુ કે કોઈ જાનવર આવી ગ્યુ કે શું ? . ભીમો ઊભો થઇ ને જુએ છે ત્યા તો કસાઈ ઓ ભીમા ની ગાયો ને લઈ ને જાય છે. ભીમો રાડ નાખી ને બોલ્યો એય કસાઈઓ તમારી માનુ દુધ પિધુ હોય તો ઊભા રહો ભીમો ખુબ ઝડપે હાથ મા ડાંગ લઇ દોડે છે. ભીમા ની ડાંગ પકડ એવી હોય છે કે ન પુસો વાત. ભીમો હાથ ની ડાંગ ફેરવી ને ઘા કરે છે એક- બે કસાઈ ત્યાજ પડી જાય છે. ભીમા ના ડાંગ ના ઘા એવા જોરદાર હતા કે દુશ્મન એકવાર પડે તો પાછો ઊભો ના થાય . 

ભીમા ની ફરતે દુશ્મનો ઘેરાય જાય છે પણ ભીમા મા એટલી તાકાત હતી તે પાછો ન કરયો ભીમો ડાંગ ફેરવતો જાય ને કસાઈ પડતા જાય પણ એમા અચાનક એક પાછળ થી ઘા કરી ભીમા નુ માથુ ઉતારી દીધુ.પણ ભીમો આજે ઊભો રે એમ ન હતો સડાસટ ડાંગ ના ઘા કરે છે છેલે ત્રણ કસાઈ ઓ રહે છે કસાઈ ઓ એક બીજા ને કહે છે કે હવે આ નુ ધડ શાંત રે એમ નથી આએ આઠ ને તો પાડી દિધા હવે આપડુ શું થાશે કસાઈ ઓ વિચારયા વગર ભાગ્યા. ભીમો પણ હજી શાંત ન થાય ધડ એકલુ ડાંગ ફેરવે છે 

જેવી ગામ વાળા ને ખબર પડે છે તેવા બધા ધડ પાસે જાય છે અને વિનંતી કરે છે પ્રાથના કરે છે અને ત્યા ધડ શાંત થાય છે આજે પણ દંતાશણ ગામ મા ભીમાઆપા ભરવાડ નું મંદિર છે આજે પણ બહુચરાજી ની નજીક જ્યા ભીમાઆપા એ દુશ્મનો ને માર્યા તે ભિમાટીમ્બા તરિકે ઓળખાય છે.

વિરમદેવસિહ પઢેરીયા 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .