આહિર સામત લોખીલ ઇતિહાસ ahir samat history in Gujarati

આહિર સામત લોખીલ ahir samat history in Gujarati

Aug 27, 2023 - 15:52
Aug 28, 2023 - 00:16
 0  837
આહિર સામત લોખીલ ઇતિહાસ ahir samat history in Gujarati

આહિર સામત લોખીલ

મોરબી ની બાજુ મા ચાવડાસર ગામ જે આખુ ક્ષત્રિય આહીરો નુ જ ગામ હતુ જે સુખ સમૃદ્ધિ થી ભરપુર હતુ જેની કિર્તી ચારે તરફ ફેલાયેલ હતી ! 

એક દિવસ ની વાત છે ચોમાસા નો સમય અને મેધરાજ પણ મહેરબાન થયા ગામ નુ તળાવ ભરાણુ ત્યારે એવો રીવાજ હતો કે ગામ નુ તળાવ ભરાય ત્યારે લોકો તળાવને કાંઠે ઉત્સવ ઉજવતા અને મેધરાજા ને નિવેદ ધરતા આ વખતે બધા લોકોએ નક્કી કરીયુ કે મોરબી ના બાદશાહ સુબાને પણ આમંત્રણ આપવુ અને બધા નક્કી કરેલ સમયે આવી ગયા સાથે મોરબી નુ કટક પણ સુબા ની સાથે આવી ગયુ ઉત્સવ ની ખુબ ધામ ધુમ થી ઉજવણી કરી ! 

તેમા બન્યું એવુ કે આયરાણીયુ સોળે સણગાર સજીને આવેલ તેમનુ આવુ રૂપ જોયને બાદશાહ સુબો મોહી ગયો અને ગામ ના આગેવાન ને વાત કરી કે આમાથી એક દિકરી ને મારી સાથે પરણાવો પણ આ તો ક્ષત્રિય આહીર કુળ જેને પોતાના જીવ કરતા ઈજજત વાલી હોય સૂબાને ના પાડી દેવા મા આવી એ તો નહીં જ બને અને સુબો ક્રોધે ભરાઈ ને કહે તો યુધ્ધ માટે તૈયાર રહેજો બે દિવસની અવધી આપી ને ચાલ્યો ગયો ! 

આ બાજુ આહીરો વિચાર મા પડી

ગયા કે આપણુ આ મોરબી ની ફોજ સામુ શું ગજુ એટલે બધાએ આહીર કુળની ઈજજત સાચવવા માટે નક્કી કર્યુ કે પહેલા ગામ ની તમામ ધન સંપત્તિ ભેગી કરી ને એક ઘટાદાર વુક્ષ નિચે દાટી દઈએ પછી ગામની તમામ બેનુ દિકરીયુ વવારૂ તેમજ નાના બાળકો ને આપણા હાથે જ પ્રભુ પાસે મોકલી દઈએ પછી આપણે બધાજ મોરબી ના સુબા સાથે છેલ્લા શ્વાસ સુધી લડી લેવુ છે બાકી આપણી ઈજ્જત નથી ખોવી ! 

આપેલ અવધી ને સમયે મોરબી નુ કટક ચાવડાસર ના પાધર મા આવી ચડીયુ બુંગીયા ઢોલ વાગ્યા ને ધીંગાણું મંડાણુ જેમા તમામ ક્ષત્રિય આહીરો એ ઈજ્જતને ખાતર પોતાના પ્રાણ હોમી દીધા પછી સુબાને એમ કે હવે મારી મરજી મુજબની સ્ત્રીઓ સાથે લગન કરીશ પણ ગામમા જઈ ને જોવે છે તો આખુ ગામ શાંત છે એક એક ડેલી ખોલી ને જોવે છે તો નાના બાળકોને સ્ત્રીઓની લાશો સિવાય કોઈ નથી દેખાતુ ગામ આખુ ચિર નિંદ્રા મા પોઢી ગયુ છે સિવાય મૂંગા પશુપક્ષીઓ ! 

આ ચિત્ર જોઈને બાદશાહ નુ હૃદય દ્રવિ ઉઠીયુ ને એટલુ જ બોલ્યો વાહ આહિરો વાહ આહિરો તે પછી ક્યારેય બાદશાહે આહિરો ઉપર કુડી નજર નથી કરી ! 

પણ આ ગામ મા કોઈ રહેવા ન આવવાને કારણે આખુ ગામ ઉજ્જડ અને વેરાન બની ગયુ આ વાત ને વરસો વિતી ગયા ! 

એક વખત ની વાત છે તે સમય મા સામત લોખીલ સમૃદ્ધ માણસ તે જરૂત મંદો ને પૈસાટકાની મદદ કરતા એક દિવસ સામત લોખીલ પોતાના મિત્ર અરજણ ડાંગરને આપેલ મુડી લેવા જતા હતા ત્યારે ભુલ થી ચાવડાસર ના પાધર મા આવી ચડીયા રાત નો સમય એમાય પાછી કાળી ચૌદશ સામત લોખીલ ને વિચાર આવ્યો કે રાત વાસો આ ગામ મા કરીને સવારમા પાછો મારગ ગોતીને આગળ વધીશ ગામ મા કોઈ દેખાતુ નથી અટલે એક ડેલીએ જયને ડેલી ખખડાવી અંદર થી એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે આવે છે ને ડેલી ખોલે છે સામત લોખીલ ને આવકારો આપ્યો ઓંસરી મા ઢોલીયો ઢાળી દિધો પાણી આપીને ખબર અતંર પૂછ્યા સામત લોખીલ કે બેન હુ મારા મિત્ર ને ઘરે જતો હતો પણ રાત ના અંધારામાં મારગ ભુલી જવાથી આ ગામ આવી ગયો છુ મારે રાત વાસો કરવો છે બેન કહે વાંધો નહી ભાઈ આ તમારૂ જ ઘર સમજીને નિરાતે વાળુ પાણી કરીને ઉંઘી જજો ! 

સામત લોખીલ વાળુ પાણી કરીને ઢોલીયે બેઠા પછી કે બેન આ મારી પાસે મુડી છે તે અંદર સાચવીને મુકી દયો સવારે મને પાછી આપજો વાતુ કરતા કરતા આખા દિવસ ના થાક કારણે ઉંઘી ગયા ! 

સવારે ઉઠી ને જુવે છે તો ત્યાં નથી ગામ કે નથી કોઈ ડેલી પોતે જમીન ઉપર સુતા છે ઘડીક તો એમ થયુ કે સપનુ હશે પણ પછી પાછો વિચાર આવ્યો કે ના સપનુ તો નથી જ કેમ કે મે આપેલ પૈસા નથી કંઈક તો ધટના બની છે અહીં આમ વિચારીને આગળનો પ્રવાસ ચાલુ કરીયો બપોરે નારાયણ ભાઈ ને ઘરે પહોચી ગયા ત્યાં બપોરા કરીને બને ભાઈ બંધો વાતુએ ચડીયા પણ સામત લોખીલ ની ઉદાસી ને પારખીને નારણ ભાઈ બોલ્યા ભાઈ આજ તારા ચેહરામા પહેલા જેવુ તેજ નથી જે હોય તે મને કહે નહિતર તને મારા સમ છે સામત લોખીલે બધી વાત કરી આવી ઘટના રસ્તા મા બની એટલે નારણ ભાઈ કે ભાઈ ભગવાન મુરલીધરની કૃપા હશે એટલે જ તમે જીવતા છો બાકી ત્યાં થી કોઈ જીવતુ પાછુ આવતુ નથી ત્યાં દર કાળીચોદશે ભુત નગરી બને છે ! 

પછી સામત લોખીલ કહે તો મારી મુડી નુ શું જે મે એ બેનને સાચવવા આપેલ નારણ ભાઈ કે તમારી મુડી તમને પાછી મળશે તેના માટે તમારે આવતી કાળીચૌદશ ની રાહ જોવી પડશે જો તમારામા હિમત હોય તો આવતી કાળી ચૌદશે તે ગામમા જયને તમારી મુડી પાછી લય આવજો ! 

વરસ ને જતા ક્યાં વાર લાગે છે આખરે એ દિવસ નજીક આવી ગયો સામત લોખીલે ચાવડાસર જવાની તૈયારી કરી મન મા ને મન મા બોલતા જતા હતા કે આજ તો ભુતોને પડકારીને મારી મુડી પાછી નો લાવુ તો હું આહિરના પેટ નો ન હોલ અને આમ વિચાર માને વિચાર મા ચાવડાસર ગામ આવી ગયુ બરોબર રાતનો સમય જોયુ તો આખુ ગામ સોળેકળા એ ખીલી ઉઠીયુ હતુ ગામ મા દાખલ થયા જે ધરે મુડી સાચવવા આપેલ તે ડેલીએ જયને ડેલી ખખડાવી તે જ બેને ડેલી ખોલી ને આવકારો આપ્યો સામત લોખીલ કે બેન મે તમને મારી મુડી સાચવવા આપેલ તે મને પાછી આપો હું તે લેવા આવ્યો છુ એટલે બેને પટારામા રાખેલ મુડી કાઢીને સામત લોખીલને આપી ! 

આ બાજુ સામત લોખીલ ની મુડી મળી ગય અટલે તે રાજી થતા થતા હાલતા થયા પણ ગામની બે ત્રણ બેનુ દિકરીયુ એ સામત લોખીલ ના ઘોડા ની લગામ જાલીને ઉભા રાખ્યા કે ભાઈ ઉભો રે તને ખબર હતી છતા તુ આ ગામમાં પાછો આવ્યો હવે તારા જેવો વિર મરદ મુશાળો આ ગામમા આવતા કદાચ વરસો નિકળી જાયને કદાચ કોઈ ન પણ આવે અમારુ એક કામ કર અમને આ ભુતડીયુ બની ભટકવુ નથી ગમતુ અમારો ઉધાર કર મારા વિહામા ! 

સામત લોખીલ કે બેન હું શું તમારી મદદ કરૂ એટલે ગામની સ્ત્રી ઓ કહે આ ગામના સિમાડે એક ઘટાદાર ઝાડ છે તેની નિચે ગામની મુડી દાટેલ છે તે મુડી કાઢીને અહીંયા ભાગવત સપ્તાહ નુ આયોજન કર અને અમને પ્રેતયોનીમાથી મુકત કરાવ અમારા આતમાને સદગતિ મળી જશે ! 

સામત લોખીલે વચન આપ્યુ કે હું સારામાં સારા વિદ્વાનો દ્વારા અહીં ભાગવત સપ્તાહ નુ આયોજન કરીશ અને ગામની તમામ મુડી તેમા તેમજ ગામના નવા વિકાસ માટે વાપરીશ એટલુજ નહી અને સૌ થી પહેલા હું આ ગામમા મારૂ મકાન બનાવીને રહેવા આવીશ અને નક્કી કરેલ સમયે સપ્તાહ નુ આયોજન કરીને એક આહિર સામત લોખીલ આખા આહિરના ગામને પ્રેતયોનીમાથી મુકત કરાવે છે ! 

શત શત નમન જય મુરલીધર જય માતાજી

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .