સિદ્ધ રામદેવપીર અને સતી માતા ડાળી બેન મેઘવાળ Ramdevpir Sati Mata Dali Ben history in Gujarati

સિદ્ધ રામદેવપીર અને સતી માતા ડાળી બેન મેઘવાળ

Jul 12, 2023 - 19:26
Jul 12, 2023 - 19:33
 0  319
સિદ્ધ રામદેવપીર અને સતી માતા ડાળી બેન મેઘવાળ Ramdevpir Sati Mata Dali Ben history in Gujarati

સિદ્ધ રામદેવપીર અને સતી માતા ડાળી બેન મેઘવાળ

ગુરૂ - બાવા બાળનાથ

સંવત ૧૪૬૧ ( ઇ.સ. ૧૪૦૫ ) 

ભગવાન રામદેવપીરનું અવતરણ ઊંડ કારિમર 

( જિ . બામ્બેર , રાજસ્થાન )

સંવત ૧૪૬૧ પિતા અજમલજી તુંવર માતા મેણાદેને ત્યાં રાજપૂત સમાજ માં થયેલ . 

ગુરૂનું નામ બાળકનાથ ( સાથલમેર ) 

મોટાભાઇનું નામ વીરમદે

પત્નીનું નામ નેતલદે ( અમરકોટ - પાકિસ્તાન ) 

સસરાનું નામ દલપત સોઢા પુત્રોના નામ 

( ૧ ) દેવાજી

 ( ૨ ) સાવોજી 

કાકા ધનરૂપજીની દિકરીઓ જેમને સગી બહેનની જેમ જ રાખી તેમાં

 ( ૧ ) સગુણાબહેન

 ( ૨ ) લાછો બહેન

 તથા હરબૂજી અને સંત જાસ્માજી તેમની માસીના દિકરા ભાઇઓ થતાં હતાં . 

સગુણાબહેન ના લગ્ન પંગલગઢના રાજા માનસિંહ સાથે અને બીજી બહેન લાછોના લગ્ન રાઠોડ સાથે કર્યા . પોકરણનું રાજ લાછો બહેન ને દાનમાં આપી , રામદેવરા ( રણુજા ) નું રામદેપીર નિર્માણ કર્યું . જયારે ભાઇ વીરમદેએ વીરમદેવરા વસાવ્યું . 

રામદેપીરના પ્રમુખ શિષ્યમાં 

૧.હરજી ભાટી , 

૨.ડાલીબાઇ મેઘવાળ, 

3.કતીબશા બાદશાહ , 

૪.રતનો રાયકો

૫.હરબૂજી હતા. 

રામદેપીરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ અગીયારસ સંવત ૧૫૧૫ ના દિવસે સમાધિ લેવાનો છું . બધા સાધુ સંતોને જાણ કરી દયો . સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાત કરતા કહ્યું , “ હું દેહત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ વિલાપ કરવાનો નથી . મારી પાછળ ઢોલ , નગારા , શરણાઇ વગાડી ઉત્સવ મનાવજો . ' ' એટલામાં શાયર મેઘવાળ,ગરવા ભાંભીભાઈ ની દિકરી ડાલીબાઇ સમાધિ સ્થળ ઉપર આવી રામદેપીરને પ્રણામ કરી કહેવા લાગી ભગવાન ! તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે . તમારી સમાધિની જગ્યા સામે છે . રામદેપીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું , ‘ તારી ઉંમર નાની છે . તારે હજી ઘણી વાર છે . ’ ડાલીબાઇએ રામદેપીરને શિષ્યભાવે જણાવ્યું પ્રભુ ! ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં પરમગતિને કૃપાથી પામી ગયા જયારે મને તો ૧૭ વર્ષ થયા છે . 

આપે મને વચન આપ્યું છે કે , “ હું ડાલી તને મારા ચરણોમાં રાખીશ . ' ' તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવી શકાશે નહીં . માટે આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે . મને આશિર્વાદ આપો . આપ મારા ગુરૂદેવ અને ભગવાન છો તમારી કૃપા દ્રષ્ટિ થાય તો કાંઇ અશક્ય નથી.

ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ

રામદેપીરે ડાલીબાઇની ભક્તિ જોઇ મંદ - મંદ હસતા કહ્યું , ‘ ‘ ડાલી ! કાંઈક નિશાની આપતો રજા આપું . ’ ’ ડાલીબાઇએ કહ્યું ,

‼️જાણી આદ્ય જુગની હું દાસ‼️

‼️પુરી પાડે અંતરની તે આશ ; ‼️

‼️આવી દોડીને અતિ ઉમંગે , ‼️

‼️લેજો સ્વ તમારી સંગે ; ‼️

‼️લેજો શબ્દ સુણી જગ તાત , ‼️

‼️કરી મહેર સોંપાવો સમાધિ . ‼️

 “તમે જે જગ્યાએ પધાસનમાં બેઠા છો તેની નીચ કાસકો , કેશ અને ચાંદલો નિકળે તો સમાધિ મારી અને જો ટોપી , ચાખડી અને ગેડિયો નિકળે તો સમાધિ તમારી સમજવી."

‼️પૂર્વ દિશાએ સમાધિ અમારી,‼️

‼️સાંભળજો સૌ કોઈ‼️

‼️કાંસકી , કચોળું , ઘાટડી ને માડિયો,‼️

‼️એંધાણીઓ ચાર હોય,‼️

‼️શામ સમાધિ પશ્ચિમમાં દિશામાં,‼️

‼️સાંભળજો સહુ કોય,‼️

‼️ખલકો ટોપી , સોનાનો ગેડિયો,‼️

‼️એંધાણીઓ ત્રણ હોય‼️

સર્વેની હાજરીમાં ખોદતા ડાલીબાઇએ કહ્યા મુજબની વસ્તુઓ નિકળી . રામદેપીરના મુખમાંથી ધન્યતાના શબ્દો નિકળ્યા ! ડાલી ! તને ધન્ય છે ! જા મારું વચન છે . મારી સાથે જ તારી પૂજા - અર્ચના થશે . જ્યાં મારું મંદિર બનશે ત્યાં તારું સ્થાન કાયમ રહેશે . ડાલી ! તે નાની ઉંમરમાં ભજન પકાવી લીધું તું મેઘવાળ કુળમાં અમર બની ગઇ , ડાલીબાઇ ! સમાધિમાં પ્રવેશ કરો મારા આર્શિવાદ તારી સાથે છે . ત્યારબાદ ડાલીબાઇએ રામદેપીરના ચરણમાં પ્રણામ કરી સર્વે સાધુ - સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો . રામદેપીરે તેમની સમાધિ ઉપર અબીલ - ગુલાલની વર્ષા કરી . ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરી તેમની પાછળ ભજન - કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતામાં સમાવી લીધા . 

બીજા દિવસે રામદેપીરે સમાધિ લેવાની તૈયારી કરી સર્વે ભક્તજનો , કુટુંબીજનો એકઠા થયા . મા મીણાદેની આજીજી ને ધ્યાને લઇ કહ્યું , 

“હું સદાય સુક્ષ્મ શરીરે તમારી સાથે જ રહીશ . મા મીણાદેએ કહ્યું , ‘ હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘરે પધારો . ’ તેના જવાબમાં રામદેપીરે કહ્યું , ‘ મે સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ તમારે મારી સમાધિ ખોલવાની નથી . એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ . 

માતા મીણાદેને રતન કટોરો અને વીરમદેને સોનાની છડી ભેટ આપી કહ્યું , ‘ ‘ મારા દેહત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો . મારી સમાધિ ઉપર મહા અને ભાદરવા મહિનામાં મેળા ભરાશે અને સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ અગીયારસનો હશે . પ્રસાદનો દશમો ભાગ મને અને અગીયારમો ભાગ ભૈરવા રાક્ષસને મળશે . સમાધિ મંદિર ઉપર ધોળી ધજા , ગુગળનો ધુપ અને ઘીનો દીવો કરજો એટલે સુક્ષ્મ રીતે હું હાજર રહીશ . ” બીજુ એક વચન સર્વે ભક્તોને આપુ છું , “ જેઓ નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને નિયમિત સવાર - સાંજે ગુંગળનો ધૂપ અને સાંજે ઘી નો દીવો ભાવથી કરશે તેમને સાધનામાં સહાયતા કરીશ અને તેના મનોરથ પૂર્ણ કરીશ . ” પની નેતલદેને કહ્યું થોડા સમયમાં તમે મારા વૈકુંઠ ધામમાં આવી જશો . તમારી સમાધિ પણ મારી પાસે બનશે . આટલું કહી સર્વેને દર્શન આપી પદ્માસન વાળી ૐ નમઃ શિવાય , નમોઃ શિવાય , ૐ નમોઃ શિવાય ની ધૂન સાથે ધ્યાન મગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો . સર્વે ભક્તોએ રામદેપીરનો જય જયકાર બોલાવી સમાધિ પર અબીલ , ગુલાલ , શ્રીફળ , ચડાવ્યા . ઢોલ , નગારા , શરણાઇ , વાજીંત્રો વગાડી રામદેપીર પાછળ ઉત્સવ મનાવ્યો . 

Dasi Jivan Saheb

‼️ધન ધન રામા રચના તમારી,‼️

‼️કીધેલ કામને આ ઘાટે,‼️

‼️દાળલબાઈ મોટાં કરીને,‼️

‼️મોકલીયા સ્વર્ગ વાટે.‼️

આમ સતીમાં ડાળીબેન મેઘવાળ એમણે પીરજી પહેલા સમાધિ લીધી અને વડા ધર્મનો મહિમા કાયમ રાખ્યો,, વડો ધર્મ નિજાર પંથ આજે રામદેવજી બાપાના કહ્યા પ્રમાણે ગુરુ બાળનાથ બાવજીના આદેશ અનુસાર ખુબજ પ્રચલિત અને આજેય એ સત ધર્મ ઉપર ચાલનારા સંતો સતીઓ છે,,, આ નિજાર ધર્મ કોઈ નાત જાત નો નથી આ અલખ પુરુષ તો નાત જાત થી પણ વિશેષ છે,, બસ આ ધર્મ રામદેવજી બાપા જેવા સિદ્ધ પુરુષો માણી જાણી ગયા,,, પીર રામદેજી સાથે નિજાર ધર્મના સમકાલીન સંતો જે એક આખી ફોજ કહો કે નિજાર ધર્મના હીરા માણેક મોટી કહો જેની અણમોલ માલા ના પરાઓ હતા,, જેમકે

1. જેસલ પીર, સતી તોરલ

2. રામદેવપીર, ડાલી બેન

3. લાખો, લોયણ

4. સધીર શેઠ

5. માલદે, રૂપાદે

6. ભેરવનાથ

7. મલ્લિનાથ

8. શેલનશી

9. દલુશેઠ

10. લાખો વણઝારો

11. ભાટી હરજી

12. પાલનશી ભગત

13. કતિબ શાહ

14. ખીમરો કોટવાલ

15. રાવત રણશી

16. સહદેવ જોશી

17. લખમો માળી

18. જેસંગ 

19. સુરસંગ

20. શોભાજી

21. ઇશરદાન

22. જૈમલ રાઠોડ

23. મસ્ત રામ.

24. મેઘધારું

આવા મહાન સત્યા પુરુષો તે સમયે નિજાર ધર્મની ધજા ફરકાવી હતી. તેમાં આ તમામ સંતોના વડા ગુરુ બાવા ઉગામશી હતા,, બાવા ઉગમશી આ તમામ સંતોમાં મોર હતા જે રાજપૂત સમાજના હતા,, પણ એમનો ખાસ ઉતારો વાસમાં થતો અને બાવા ઉગમશી મેઘવાળ સમાજના પૂજનીય અને આદરણીય સંત હતા જે સદાય દરેક જીવો ઉપર સમ દ્રષ્ટિ રાખતા અને આટલા બધા સંતોમાં બાવા ઉગામશી ને ગાદી પતિ તરીકે મહંત તરીકે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં એમના સામૈયા થતા,, આજે બાવા ઉગામશી અને બાવા બાળનાથ આ મહાન નાથ સંપ્રદાયના સંતો એ સમાજને અનેક કુ રિવાજો નાત જાતના વડાઓ થી મુક્ત કરી નિજાર પંથ સ્થાપના કરી અને અનેક સંતો સિધ્યા...

જય ગુરુ મહારાજ

નિજાર પંથ ના સંતોને કોટી કોટી વંદન

હસમુખ મનુભાઈ બાબરીયા. 

ગામ- કોટડી.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .