જન્માષ્ટમી ની કથા નવી ગુજરાતી વાર્તા Janmashtami Vrat Katha In Gujarati

જન્માષ્ટમી ની કથા નવી ગુજરાતી વાર્તા , Janmashtami Vrat Katha In Gujarati

Aug 2, 2023 - 19:34
Aug 5, 2023 - 00:11
 0  4932
જન્માષ્ટમી ની કથા નવી ગુજરાતી વાર્તા  Janmashtami Vrat Katha In Gujarati

જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ આઠમ. એ દિવસે મધરાતે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આ વ્રત કરનાર ઉપવાસ કરે છે. શ્રાવણ વદ આઠમ એ દિવસને જન્માષ્ટમી કહે છે.

એ દિવસે રાતે બાર વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. રાંધણ છઠ્ઠને બીજે દિવસે શીતળા સાતમ અને શીતળા સાતમને બીજે દિવસે જન્માષ્ટમી 

આ દિવસે વ્રત કરનાર સ્ત્રીપુરુષો સવારે વહેલા ઊઠે છે અને નાહીધોઈ મંદિરે જાય છે ને ત્યાં આગળ કૃષ્ણ ભગવાનનાં દર્શન કરે છે. ઘેર આવી ગીતાનો પાઠ કરે છે.

આખો દિવસ ઉપવાસ હોય છે અને બપોરે ફરાળી વાનગી ખાવાની હોય છે.

બને તો ફરાળ કરતાં પહેલાં શ્રીકૃષ્ણ ભગવાનની કથાવાર્તા સાંભળવાની હોય છે.

રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને એ દરમિયાન મોટે ભાગે ભાઈબહેનો ઘેર અથવા તો મંદિરમાં ભેગાં થઈને રાત્રે ભજન ગાય છે. રાત્રે બાર વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. સ્નાન કરીને તેનાં દર્શન કરે છે ને દર્શન કર્યા બાદ પંચાજીરીનો પ્રસાદ લઈને વિખરાય છે.

બીજે દિવસે સવારમાં વહેલા ઊઠી સ્નાન કરે છે અને મંદિરમાં જઈ પારણાનાં દર્શન કરે છે. દર્શન કરીને ઘેર આવ્યા બાદ ઉપવાસ છોડે છે.

કૃષ્ણના પિતા વસુદેવ અને માતા દેવકી.

કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસમાં થાય છે અને એનો મામો કંસ દેવકીનાં બધાં બાળકોને મારી નાખે છે કારણ કે કંસનું મોત તેના ભાણેજના હાથે લખાયેલું છે. પરંતુ ગમે તે રીતે વસુદેવ કૃષ્ણને બચાવી લે છે. જશોદાને ઘેર કૃષ્ણને છાનામાના મૂકી આવે છે અને જશોદાને ત્યાં તાજી જન્મેલી બાળકી લઈ આવી તે કૃષ્ણની જગ્યાએ મૂકી દે છે. આ બાળકીને કંસ મારી નાખે છે. આ કથા સૌની જાણીતી છે.

આ વ્રત સૌથી પહેલું યુધિષ્ઠિર રાજાએ કર્યું હતું અને તેથી એમણે ગયેલો વૈભવ પાછો મેળવ્યો હતો.

આથી જન્માષ્ટમીનું વ્રત કરનારને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે.

રાજા યુધિષ્ઠિરને આ વ્રત જેવું ફળ્યું તેવું સૌ વ્રત કરનારને આ વ્રત ફળજો

વંદન દરેક દેવને કરો પણ ધ્યાન એક જ દેવનું કરો. જરૂરિયાત ઓછી કરો તો આપોઆપ અશાંતિ ને પરેશાની ઘટશે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .