ગીર સોમનાથ મચ્છુન્દ્રીમાં પાણીની આવક ૯૦

ગીર સોમનાથ: મચ્છુન્દ્રીમાં પાણીની આવક ૯૦

Jul 1, 2023 - 12:06
 0  28
ગીર સોમનાથ મચ્છુન્દ્રીમાં પાણીની આવક ૯૦

ગીર સોમનાથ: મચ્છુન્દ્રીમાં પાણીની આવક ૯૦%, નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

પાણીની આવક ચાલુ હોય ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા જોતા એલર્ટ

 ગીરગઢડા તા 1

 ભરત ગંગદેવ 

 ગીર-સોમનાથ જીલ્લાના ગીર-ગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં પાણીની આવક વધતાં જળાશય તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે ૯૦% ભરાઈ ગયેલ છે. હાલનું લેવલ ૧૦૮.૮૦ મીટર છે તેમજ ઉંડાઇ ૯.૩૦ મીટર છે અને જથ્થો ૨૮.૭૭૬૩ મી. ઘન મીટર છે.

હજુ પણ પાણીની આવક ચાલુ હોય ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે. નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ ઢોરઢાંખર અને વાહન પસાર કરવા નહીં તેવી ચેતવણી આપવામાં આવી છે તેમજ સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

પાણીનો ઈનફ્લો ૨૦૯૬ ક્યુસેક છે તેમજ જથ્થો ૨૮.૭૭૬૩ મી.ઘ.મી છે જેથી ખાસ ગીર-ગઢડા તાલુકાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા તેમજ ઉના તાલુકાના ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાખરવાડા અને નવાબંદરને એલર્ટ કરાયા છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .