શ્રી (સતીમાં) વિરબાઈ માતા મંદિર ઘોઘાવદર ગોંડલ Virbai mata mandir ghoghavadar Gondal

શ્રી (સતીમાં) વિરબાઈ માતા મંદિર ઘોઘાવદર ગોંડલ, Virbai mata mandir ghoghavadar Gondal

Sep 20, 2023 - 09:38
Sep 20, 2023 - 09:42
 0  127
શ્રી (સતીમાં) વિરબાઈ માતા મંદિર ઘોઘાવદર ગોંડલ  Virbai mata mandir ghoghavadar Gondal

શ્રી (સતીમાં) વિરબાઈ માતા મંદિર ઘોઘાવદર ગોંડલ

   

ઘોઘાવદર ખાતે (વિરબાઈમાં) સતી માતા હાજરા હજુર બિરાજમાન છે, માતાના દરવાજે માથું ટેકવાથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

   સૌરાષ્ટ્રમાં મિત્રો ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરતાંની સાથે જ ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે, આજે આપણે એક એવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં આજે પણ સતી માતા હાજરા હજુર બિરાજમાન છે.

    સતી માતાનું આ મંદિર ગોડલ તાલુકાના ઘોઘાવદરમાં આવેલું છે, આ મંદિરમાં ૪૭૫ વર્ષથી સતી માતા સાક્ષાત બિરાજમાન છે, તેથી ભક્તો જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સતી માતાના દર્શન કરવા માટે આવતા જોવા મળે છે, સતી માતાના દર્શન કરતાંની સાથે જ ભક્તોના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર થાય છે.

    જે ભક્તો સતી માતાના દર્શન કરીને માનતાઓ માને છે તે દરેક ભક્તોની માનતાઓ સતી માતા પુરી કરીને તેમનું જીવન સતી માતા ખુશીઓથી ભરી દે છે, સતી માતાના આ મંદિર સાથે કેટલીક દંતકથાઓ પણ જોડાયેલી છે,

 આ મંદિરમાં સતીમાતા નાં ઇતિહાસ વિષે વાત કરી તો 

અરડોના રાજા જાડેજા મોટા કુંભાજીના પાટવી કુંવર સગ્રામજી ગોડલ ગાદીએ 

ઈ. સ. ૧૬૬૯ થી ઈ. સ. ૧૭૧૪ સુધી ૩૫ વર્ષ રહ્યા સગ્રામજી ને ચાર દિકરા હતાં 

હાલોજી. નથુજી. હોથીજી. તથા ભારોજી

સૌથી મોટા તે હાલોજી જેને પિતા સગ્રામજીના મૃત્યુ પછી ગોંડલની ગાદી મળી ઈ. સ. ૧૭૧૪ થી ૧૭૫૩ સુધી ગોંડલની ગાદીએ બેઠા હતા 

હાલોજીના નાના ભાઈ નથુજીને પિતા સગ્રામજીની હયાતીમાં જ મેંગણી મહાલ મળ્યો. હોથીજીને રિબડા ગામે ગરાસ મળ્યો અને ભારોજી જાડેજાને પણ પિતા સગ્રામજીની હયાતીમાં જ ઈ. સ. ૧૭૬૫ થી ઈ. સ. ૧૭૦૯ માં ઘોઘાવદર. વાછરા. નાગડકા. રીબ. નાના મહિકા અને પીપળિયા એ છ ગામ ભાયાત તરીકે ભાગમાં મળેલા. જેમણે ઘોઘાવદર ગામનો ગઢ અને કોઠો ચણાવેલાં. ભારોજીના દિકરા લાખાજી આ ઘોઘાવદર ગામનો વહીવટ સંભાળતા હતા. અને લાખાજી પોતે નિવંશ હતાં ઘોઘાવદર ગામમાં એક બ્રાહ્મણ પરિવારના પુજય જીવા બાપા ગોર મહારાજ શાસ્ત્રના જાણકાર કાશી વિદ્વવાન પંડિત હતાં અને આખા પંથકમાં તેમની સારી નામના હતી આવા બ્રાહ્મણ જીવા બાપા ગોર અને હિરાબાના સંતાનમાં પાંચ દિકરાઓ ભાણજી. કાનજી .જેરામ. અને કલ્યાણજી. દેવજી સમગ્ર પરિવાર સાથે રહેતા દિકરાઓ ઉમર લાયક થતાં જીવા બાપા તેમનો દિકરો જેરામ પત્ની (વિરબાઈમાં ) તેમના પુત્ર હરદેવ. મોહનજી અને શામજી (જે રવજી જાનીના ભાણેજ ) 

અને લાખાજી બાપુ એ જેરામ ગોરના ધર્મપત્ની વિરબાઈમા ધર્મના માનેલ બેન હતાં

સંમય જતાં એક દિવસ વાત છે. આર્ય સંસ્કૃતિના રક્ષણ માટે આ પરિસ્થિતિનો સામનો કરવા રાજધાનીને ફરતો ગઢ બાંધવો શરૂ કરાવ્યું ઘોઘાવદરમાં ગઢનું બાંધકામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા કમ ચાલતું હતું એક કોઠાનું કામ પુરૂ થવામાં હતું પ્રવેશદ્વારના મુખ્ય કોઠાનું થોડું કામ બાકી હતું તે કામ ચાલી રહ્યું હતું. દરબાર લાખાજી બાપુ તેમનાં બ્રાહ્મણ વિદ્વવાન પંડિત તેમની પાસે ઉભા રહી. કોઠાના કામને જોઈ રહ્યા હતા બરાબર આજ સમયે એ બ્રાહ્મણ વિદ્વવાન પંડિત પુત્રવધૂ ગામ માંથી પાણી ભરવા ખાલી બેડું લઈને નદી તરફ જતી હતી તેણે કોઠા પાસે લાખાજી બાપુ ઉભેલા જોયાં તે જયોતિષકાળની વિધા જાણતી હતી તેમજ શક્તિ ઉપાસક પણ હતી જેથી તેમણે લાખાજી બાપુને ચેતવ્યા કે કોઠાથી દુર ખસી જજો આ કોઠો ઘડી બે ઘડીકમાં પડી જશે.

લાખાજી બાપુ કહે બેન એમ કઈ કોઠા થોડા પડતાં હશે કોઠાથી દુર ખસે અને બહેન નદી એ પાણી ભરે એ પહેલાં કોઠો પડ્યો તેમાં લાખાજી બાપુ કોઠા નીચે દબાઈ જવાનાં મૃત્યુ ના સમાચાર બેન ને મળતા નદી કિનારે બેન વિરબાયમા પડમા જાણે સતિત્વ જાગી ઉઠયું નદી કિનારે કપડાં ધોતા બહેનો અને ગામ લોકોએ જીવાબાપા ગોરની ડેલીએ સમાચાર આપેલા તમારા દિકરા જેરામની વહુ નદીયે જાણે તેમના ભાઈના મૃત્યુ થયું છે તે સાંભળી ગાડપણ આવેલું છે

ઘરનાં બધાં લોકો આવી નદીએ થી વિરબાઈમાં ને તેમના સાસુ હિરાબા ઘરે લાવ્યા એક રૂમમાં રાખેલ હતા.. 

 આબાજી તેમના ભાઈ લાખાજી બાપુ દરબારગઢ માં લઈ ગયા તેમની તૈયારી કરી તેમના સૌવ કુટુંબીઓ ગોંડલ મૃત્યુની જણ કરી સગાંવહાલાં અને પ્રજાજનો સહીત બધા નદી કાંઠે. ચિંતા તૈયાર કરી અગ્નિદાહ વિધિની તૈયારીઓ કરે છે. ત્યાં ગામમાંથી લાખાજી બાપુ જેને બેન માનતા હતા તે ભાઈના મૃત્યુનો આઘાત સહન નહીં કરી શકતાં. કેસરી રંગના વસ્ત્રો પહેરી કંકુ. ચંદન. અક્ષત ચોડી. ખુલ્લા વાળ રાખી. ચંડી સ્વરૂપ ધારણ કરી ખુલ્લા પગે વાજતે ગાજતે ગામલોકો સાથે આવી તેમની બાજુમાં એક ચિતા તૈયાર કરાવેલ પર ચડી ગઈ તરતજ જમણા પગની આંગળીમાથી અગ્નિ પ્રગટ થયો અને બોલી કે મારા ભાઈ લાખાજી પાછળ દર વર્ષે કાળી ચૌદશને દિવસે શ્રીફળ વધેરજો ચોખા ગોળવાળા ધરજો મારી ખીર રોડલી કરજો જય અંબે વિરબાઈમાં ના નશ્વર દેહને અગ્નિ જ્વાળાએ ઘેરી લીધો આજે પણ 

ઘોઘાવદર ગામમાં જાતા દરબારગઢ પાસે લાખાજી બાપની ખાભી આવેલ છે. બહેનો એક થાપો નદી કાંઠે શિવાલય માં બીજો થાપો ઘરે શ્રી સતીમાં ના થાપા તરીખે જોવા મળે છે. આજે પણ ઠાકર પરિવાર જાની પરિવાર જાડેજા પરિવાર દિકરાના લગ્ન પછી છેડાછેડી અહીં છોડવામાં આવે છે.. 

દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે,અત્યાર સુધી સતી માતાએ ઘણા ભક્તોને સાક્ષાત પરચાઓ આપ્યા છે, 

મંદિરમાં બિરાજમાન સતી માતા ગામના દરેક લોકોની રક્ષા કરે છે.

સંકલન :- દિપકભાઇ શાંતિલાલ ઠાકર જુનાગઢ 

જય સતીમાતા

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .