પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતું આલુવાસ નો પુરો ઇતિહાસ પ્રાચીન સમય થી છે

પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતું આલુવાસ Prayag tirth aaluvash history

Aug 8, 2023 - 14:59
Aug 10, 2023 - 01:04
 0  101
પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતું આલુવાસ નો પુરો ઇતિહાસ પ્રાચીન સમય થી છે

પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતું આલુવાસ

_____________________________

ગુજરાત રાજ્યના પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકામાં આલુવાશ ગામ આવેલું છે,જ્યાં ગુજરાતનું એક માત્ર પાંડવોનું મંદિર નિર્માણ છે.જ્યાં પાંચ પાંડવનું મંદિર આવેલું છે.અને બાજુમાં અતિ પ્રાચીન ચંડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.ભાગવાન ચંડેશ્વર મહાદેવ તથા કપિલ ભાગવાનની તપો ભૂમિ એટલે આલુવાશનું ચંડેશ્વર મહાદેવ મંદિર છે.પાંડવોના વાનવાસ વખતે પાંડવોને દ્રોપદી દ્વારા શિવની સ્થાપના કરેલ છે.ભીમ દ્વારા ગાયને પીવા માટે જલ ઉત્પન્ન કરેલ તે કુંડ આજે પણ મોજૂદ છે,તે કુંડમાં ક્યારેય પણ પાણી ખુટતુ નથી ગમે તેવો દુષ્કાળ હોય તો પણ પાણી હોય છે.આ દિવ્યને તપો ભૂમિ પર ભગવાન કપિલે અનેક વર્ષો સુધી તપ કરેલ ભગવાન કપિલ સિદ્ધપુરમાં માં દેવહુતિ શ્રાદ્ધ કર્યા પછી ભગવાન કપિલ ઉતર ને પંચિમ દિશા તરફ ગયેલ ત્યાં રણના કાંઠે તપ કરેલ એ દિવ્ય ભૂમિ એટલે આપણું આ ચંડેશ્વર મહાદેવ એવો પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે.જ્યારે સિંહસ્થ ગુરુ હોય ત્યારે દેવતાઓનો મેળો ભરાતો હતો અને સિંહસ્થ ગુરુ એટલે બાર વર્ષ એક વખત આવે એટલે બાર વર્ષે મેળો ભરાતો હતો.જ્યારે સિંહસ્થ ગુરુ હોય ત્યારે આ ભૂમિ પર એક મંત્રનો જપ કરવામાં આવે તો એક હજાર મંત્રનું પુણ્ય પ્રાપ્ત થાય છે.હાલ પણ આપણે ભાદરવા વદ છઠ્ઠ ના મેળો ભરાય છે.ભાદરવા વદ છઠ્ઠ એટલે ભગવાન કપિલની જન્મ જયંતી પ્રાગટ્ય દિવસ તેના કારણે આપણે એ નદીનું નામ કપિલા નદી છે. આ નદી ઉતર થી દક્ષિણમાં વહે છે.કપિલા નદીનો ભાગવતમાં તથા પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.કપિલા નદીમાં તર્પણ તથા શ્રાદ્ધનો ખુબ મહત્વ રહેલ છે કાંશીના ચોપડે પણ ઉલ્લેખ જોવા મળે છે.

આલુવાસ ચંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ કપિલા નદીમાં સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ધય અર્પણ કરી જે સાચી શ્રદ્ધા થી દર્શન કરે તો ત્યાં નદીના તટ પર રહેલ એક વડમાં સુવર્ણ ( સોનાનું પાન ) પહેલાના સમયમાં દેખાતું હતું.આ વાત એક વખત કોઈ પ્રાંતના રાજા ખબર પડી તો માણસો મોકલેલ કે જાવ તમે જોવો કેટલું સત્ય છે,તે જોવા માટે માણસો આવે છે,અને તે વડના પાન જોયા પણ સોનાનું પાન દેખાયું નહિ એટલે તેમણે વડનાં પાનનો પોટલો બાંધી ને રાજા પાસે લઈ ગયા અને ત્યાં જઇ ને પોટલો ખોલેલ તો એક પાન હતું તે સોનાનું હતું રાજા ને માણસો એકદમ ચકિત થઇ ગયા હતા.

 આલુવાસની આ દિવ્ય ભૂમિ પર બરારાના પાતા આહિર નામના શિવ ભક્તે કમળ પુજા કરેલ જેમની દેરી મહાદેવ મંદિર સામે આજે પણ મોજૂદ છે.પાતા આહીર એ પોતાનું શીશ મસ્તક ભગવાન શિવને અર્પણ કરેલ કમળ પુજા કરેલ અને કહેવાય છે કે કમળ પૂજા કરે તેમને માંગ્યો જન્મ પ્રાપ્ત થાય ને ગત જન્મની યાદ સંપૂર્ણ રહે છે.અને પાતા આહીરનો બીજો જન્મ કાંશી નરેશ ને ત્યાં થયો હતો.બહુ સમય પછી તે કુંવર પોતાના ગામ એટલે બરારાની મુલાકાતે આવેલ ત્યારે તેમણે બરારા ગામમાં ફરતા કોટ બનાવી આપેલ હતો તે તેનું પ્રમાણ છે.ચંડેશ્વર મહાદેવ આલુવાશમાં ત્રિવેણી સંગમ થાય છે.એટલે મહાતીર્થ કહેવાય છે.આલુવાસમાં ભગવાન ભોલેનાથ,કપિલ ભગવાન,કપિલાનદી,જગદંબા મહાકાળી બિરાજમાન છે.ખુબ રમણીય અને શાંત જગ્યા છે,અહીંયા વિશાળ જગ્યામાં અનેક પશુ પક્ષીઓ ટહેલતા જોવા મળે છે.અહીંયા પહેલાના સમયના જૂના મકાનો ઓરડાઓ પણ મોજૂદ છે. આ સ્થળને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરીને વિકસાવવાની જરૂર છે.

માહીતી દાતા:

આચાર્ય શ્રી સુરેશભાઈ કાંતિલાલ રાવલ

મુળ ધોકાવાળા હાલ કલ્યાણપુરા

આ માહિતી ફેસબુક પેજ પરથી લીધેલી છે

Disclaimer notices

यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .