પાઘડીવાળા મામાદેવ ઇતિહાસ Paghadi vala mama dev history

પાઘડીવાળા મામાદેવ ઇતિહાસ, Paghadi vala mama dev history in Gujarati

Aug 7, 2023 - 13:36
Aug 7, 2023 - 13:42
 0  668
પાઘડીવાળા મામાદેવ ઇતિહાસ Paghadi vala mama dev history

પાઘડીવાળા મામાદેવ ઇતિહાસ

અમદાવાદમાં ખીજડાના ઝાડ નીચે આજે પણ પાઘડીવાળા મામાદેવ સાક્ષાત બિરાજમાન છે, મામાદેવના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

     ગુજરાતમાં મિત્રો ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના દર્શન કરવા માટે આવતા હોય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કકરીશું, આ મંદિર અમદાવાદમાં આવેલું છે, અમદાવાદમાં આવેલા આ મંદિરને પાઘડીવાળા મામાદેવના મંદિર તરીકે ઓળખાવમાં આવે છે.

    પાઘડીવાળા મામાદેવના આ મંદિરને ભક્તો માટેનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, પાઘડીવાળા મામાદેવના આ મંદિરને સો વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે, મામાદેવનું આ મંદિર અમદાવાદમાં આવેલું છે અને અહીંયા મંદિર સાથે હજારો ભક્તોની અનેરી આસ્થા જોડાયેલી છે. પાઘડીવાળા મામાદેવનું આ મંદિર ખીજડાના ઝાડ નીચે આવેલું છે.

     આ મંદિરના ઇતિહાસ વિષે જો વાત કરવામાં આવે છે ડાહ્યાભાઈ વઘોરા નામના વ્યક્તિ વર્ષો પહેલા મામાદેવની પૂજા કરતા હતા. તે સમયે તેમના દીકરા પ્રિન્સને સપનામાં અમદાવાદ કલેકટર કચેરી નજીક આવેલું ખીજડાનું ઝાડ સપનામાં આવ્યું હતું, ત્યારબાદ ત્યાં મામાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

    ત્યારબાદ મામાદેવને અરજી કરીને પાઘડીવાળા મામાદેવ કહેવાય છે, પ્રિન્સભાઈની છેલ્લી ચાર પેઢી મામાદેવની પૂજા કરે છે, આ મંદિરમાં દર્શને આવતા ભક્તો મામાદેવને અત્તર અને સિગારેટ જેવી વસ્તુઓ ચડાવતા હોય છે, ઘણા ભક્તો અલગ અલગ માનતાઓ રાખવા માટે પણ મંદિરમાં આવતા હોય છે અને જયારે ભક્તોની માનેલી માનતા પુરી થાય એટલે ભક્તો મંદિરમાં આવીને પાઘડી અર્પણ કરતા હોય છે

     પાઘડીવાળા મામાદેવના મંદિરમાં અખંડ દીવો ચાલે છે અને અખંડ દીવામાં કોણ ઘી પુરી જાય છે તેની વિષે કોઈને ખબર ન નથી. જે ભક્તો મંદિરમાં આવીને સાચા દિલથી માનતા રાખે છે તે દરેક ભક્તોની માનેલી માનતા પૂર્ણ થાય છે, જે ભક્તો શ્રદ્ધાથી અહીં દર્શને આવે છે તે દરેક ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે.

આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ 

પાઘડીવાળા મામાદેવ મંદિર 

       સુભાષબ્રિજ 

     RTO ની પાસે,

     કલેક્ટર કચેરી ની બાજુ મા 

       અમદાવાદ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .