નથુજી ઠાકોર નો ઇતિહાસ Nathu Ji Thakor history in Gujarati

નથુજી ઠાકોર નો ઇતિહાસ, Nathu Ji Thakor history in Gujarati

Oct 1, 2023 - 14:48
Oct 1, 2023 - 14:50
 0  2826
નથુજી ઠાકોર નો ઇતિહાસ  Nathu Ji Thakor history in Gujarati

દેત્રોજનો દહેવાણ નથુજી ઠાકોર

આ વાત વર્ષો પહેલાની છે, જ્યારે દેત્રોજમાં એક મુસ્લિમના કુટુંબને રાખવા માટે નથુજી ઠાકોર નામના એક યુવાનના ૧૫૦૦ જાનૈયા અને માંડવીયા ખપી ગયા હતા. તે'દી નથુજીના ઘરે દિકરીની જાન આવતી હતી. નથુજીના પિતા પાદરે જાનની વાટ જોઈને ઉભા હતા. તેવા સમયે દેત્રોજની એક મસ્જિદમાં દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનો ભાઇ દારાશાહ એમના કુટુંબને લઇને ત્યાં આશ્રિત થયો હતો. ત્યાં આ મુસ્લિમ પરિવાર રડી રહ્યો હતો. તેવા સમયે નથુજીના પિતાએ પુછ્યુ શું થયુ ? કેમ રડો છો ? ત્યારે તે દારાશાહે કીધુ હું દિલ્હીના રાજા ઔરંગઝેબનો ભાઈ છું, રાજની ખટપટના કારણે ઔરંગઝેબે મારું કત્લ કરવા માટે સૈન્ય મોકલ્યુ છે. મારે છેક સિંધમાં જાવુ છે, હાલ મારે આશરો જોઇએ છે, મારે ક્યાં જાવુ ? પાછળ સૈન્ય આવે છે.

ત્યારે નથુજીના પિતાએ નક્કી કર્યુ કે અમે ૭૦૦ જણ છીએ અને જાનમાં ૮૦૦ જણ આવાના છે, એમ ૧૫૦૦ જેટલા આપણે થાશુ... આપણે ભેગા મળી ઔરગઝેબની સેના સામે લડીશુ.

બાદમાં જાન આવતા નથુજીના પિતાએ બધી જ વાત જાનૈયાને જણાવી. જાનૈયા યુધ્ધ માટે તૈયાર થયા. એક તરફ ૧૫૦૦ નું સૈન્ય તો બીજી તરફ ૫૦,૦૦૦ ના સૈન્ય. બન્ને વચ્ચે ઘમાસણ યુધ્ધ થયુ જેમાં મુઘલ સેનાને હાલ પુરતું ભાગવુ પડ્યુ હતુ. પરંતુ તેમા ૧૫૦૦ જેટલા ઠાકોરો વિરગતિ પામે છે.

બાદમાં નથુજીના પિતાએ તેના દિકરા નથુજીને કહ્યુ કે તુ આ પરિવારને કરાચી સુધી પહોંચાળી દે. નથુજી મુકવા જાય છે, પરંતુ રસ્તામાં દગો થાય છે, જેથી દારાશાહનું અને તેની પત્નીનું કત્લ થાય છે. પરંતુ દારાશાહનો પુત્ર જે નસીર હોય છે તે બચી જાય છે. જેને લઈને નથુજી નીકડી જાય છે. બાદમાં નસીરને ત્યાં કરાચી છોડીને નથુજી પાછા દેત્રોજ આવતા રહે છે.

ત્યારબાદ લગભગ ૨૫ કે ૩૦ વર્ષ વિતી ગયા. બાદમાં દેત્રોજની બાજુના વિરમગામમાં એક વ્યક્તિ સુબો બનીને આવે છે. બાજુમાં જ દેત્રોજ ગામ હોવાના કારણે તે પુછતાછ કરીને ત્યાં આવે છે. બાદમાં પુછે છે કે નથુજી ઠાકોરનું ઘર ક્યાં આવ્યુ ? પછી કોઈએ કહ્યુ કે ત્યાં પેલુ ઝુંપડુ છે ત્યાં રે છે. ત્યાં આ સુબો જાય છે, અને પછી કહે છે મને ઓળખો છો ? ૩૦ વર્ષના સમયગાળાના કારણે નથુજી ઓળખી ન શક્યા. સુબો રડવા લાગ્યો, પછી સુબા એ કહ્યુ હું દારાશાહનો દિકરો નસીર છું, જેને તમે બચાવ્યો હતો. આજે હું આ પરગણાનો સુબો છું, આજે રૂણ ચકવવાનો સમય આવ્યો છે બાપ, બોલો તમે બોલો ? શું આપુ તમને ?

ત્યારે નથુજીએ કહ્યુ અમારે લેવુ હોત ને બાપ, તો એ દી એટલા જાનૈયા ન ખપાવત, અમારે તો સદાય દેવાનો જ ધર્મ છે. આશરે આવેલાને શરણું આપવુ એજ અમારો ધર્મ છે.

ત્યાં તો સુબોએ એની પાઘડી તેના પગમાં મુકી ને સલામી દીધી... તેના રડવાનો અંત નહતો...

નહી દેખા ભગવાન મૈને, કી નહી દેખા કભી અલ્લાહ,

પર તેરે આંગન મેં ઓ ઠાકુર, મેને રામ-રહીમ કો દેખા.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .