ગળતેશ્વર મંદિર સરનાલ ગામ Galateshwar Temple Saranal Village

ગળતેશ્વર મંદિર સરનાલ ગામ, Galateshwar Temple Saranal Village

Oct 2, 2023 - 10:57
Oct 2, 2023 - 11:01
 0  2206
ગળતેશ્વર મંદિર સરનાલ ગામ Galateshwar Temple Saranal Village

ગળતેશ્વર મંદિર 

    સરનાલ ગામ

      ઠાસરા

     ખેડા જિલ્લા 

       ગુજરાત 

   પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર ખુદ ભગવાન શિવે પોતાના હાથે બનાવ્યુ હતુ. 

   આ મંદિર આખુ બનાવવામાં આવ્યુ છે પરંતુ તેની છત જ નથી 

   શ્રાવણ મહીનામાં પીકનીક પેલેસ શોધો છો ? તો અમદાવાદથી 92 કિલોમીટરના અંતરે છે આ શિવમંદિર કમ પીકનીક પેલેસ

શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરોમાં શિવ ભક્તોનો ભારે ભીડ રહે છે. ત્યારે દેશભરમાં ઘણા શિવ મંદિરો છે. પરંતુ ઘણા અલગ-અલગ પ્રકારના શિવમંદિરો હોય છે. ઘણા મંદિરોમાં ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. તો ઘણા મંદિરોમાં ભગવાન શિવની મૂર્તિની નહી. પરંતુ શિવલિંગની પૂજા કરવામાં આવે છે.

મંદિર બનાવતી વખતે તેને પુરી રીતે સુરક્ષિત કરવામાં આવે છે. મતલબ કે કોઈ પણ મંદિરની ક્યારે પણ અઘરું નથી રાખી શકાતું. પરંતુ ઘણા મંદિરો જાણી જોઈને અધૂરા રાખવામાં આવે છે. પરંતુ આની પાછળ પણ કોઈને કોઈ કારણ હોય છે.

આવું જ એક મંદિર ગુજરાતમાં આવેલું છે. આ મંદિરની ખાસ વાત તો એ છે કે, આ મંદિર આખું બનાવવામાં આવ્યું છે. પરંતુ તેની છત જ બનાવવામાં નથી આવી.

આ વાત વાંચીને આંચકો લાગ્યો ને ? પરંતુ આ વાત બિલકુલ સાચી છે. કોઈપણ મંદિરની સુરક્ષા માટે છત બનાવવામાં આવે છે. પરંતુ ગુજરાતના એક મહાન અને ભવ્ય મંદિરમાં છત જ નથી. આ મંદિરનું નામ છે ગળતેશ્વર મંદિર.

ગળતેશ્વર મંદિર ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકા આવેલું છે. સુપ્રસિદ્ધ ડાકોરથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. ઠાસરાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન પર આ રમણીય મંદિર આવેલું છે. અહીં વર્ષ-દહાડે 25 લાખથી વધુ ભાવિકો આવે છે.

મંદિરની પ્રચલિત કથા

પૌરાણિક માન્યતા અનુસાર, આ મંદિર ખુદ ભગવાને શિવે તેના હાથે બનાવ્યું હતું. ભગવવાં શિવ ઇચ્છતા ના હતા કે આ મંદિર બનાવતા સમયે તેને કોઈ જોઈ જાય. તે માટે ભગવાને શિવજીએ રાતના સમયે આ મંદિરનું નિર્માણ કરતા હતા. અને દિવસ થાય તે પહેલા કોઈ તેને જોઈ ના જાય તે માટે આ મંદિરનું નિર્માણ પૂરું થઇ શક્યું ના હતું.

તો અન્ય એક કહાની પ્રમાણે જયારે મહમૂદ ગજની સોમનાથ મંદિરના ખજાનાને લૂંટીને જઈ રહ્યા હતા. ત્યારે તેની નજર ગળતેશ્વર મંદિરની છત પર પડી હતી. અને આ છતને નષ્ટ કરી દીધી હતી.

12માં સદીમાં નિર્માણ કરવામાં આવેલું આ મંદિર માલવાની પ્રસિદ્ધ ભુમીઝા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પરંતુ જયારે આ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે તે સમયની પરમાર શૈલી અને ગુજરાતી શૈલીનું કોઈ પ્રભાવ આપવામાં નહોતો આવ્યો.

મંદિરનો ગર્ભગૃહ ચોરસ અને અષ્ટકોણીય છે. સોલંકી શાસનમાં બનેલું ભગવાન શિવનું ગળતેશ્વર મંદિર મહીં અને ગળતી નદીના સંગમ પર સ્થિત છે. મહીં નદીના કિનારે આવેલા આ ભગવાન શિવના અતિ રમણીય મંદિરના શિવલિંગ પર આજે પણ ગલતી નદીના ઝરણાંનું પાણી પડે છે.

સોલંકી કાળમાં બનાવેલા આ મંદિર આજે પણ બિલકુલ સારી સ્થિતિમાં છે. આ મંદિરોની દીવાલો પર દેવીદેવતા, મનુષ્ય, રથ ઘોડેસવાર અને હાથીના ચિત્રો જોવા મળે છે.

આ મંદિરે વર્ષમાં બે વાર મેળાનું આયોજન થાય છે. જન્માષ્ટમી અને શરદપૂનમના દિવસે અહીં ખાસ મેળો ભરાય છે. આ મેળામાંથી આજુબાજુના લોકો ઉમટી પડે છે. શ્રાવણ મહિનામાં લોકો મીની પીકનીક તરીકે પણ આવીને કુદરતી આનંદ મેળવે છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .