નકલંક ધામ તોરણીયા નો ઈતિહાસ nakalank Dham Tornia

નકલંક ધામ તોરણીયા નો ઈતિહાસ

May 4, 2024 - 13:45
May 4, 2024 - 14:14
 0  87

1. નકલંક ધામ તોરણીયા નો ઈતિહાસ

નકલંક ધામ તોરણીયા નો ઈતિહાસ

નકલંક ધામ તોરણીયા નો ઈતિહાસ

આદી અનાદીથી ચાલ્યો આવતો સનાતન ઘર્મ અને આ સનાતન ઘર્મની જયોત ને જળહળતી રાખવા આ દેશનાં ઋષી મુનીઓ તથા આ દેશનાં ભજનાનંદી સંતો એ રામ- સાગરનાં રણકારે ભાવથી પરમાત્માનું ભજન-કીર્તન કરી સદાવ્રત ને જીવનમાં અપનાવી સનાતન ઘર્મની જયોતને જગતમાં જળહળતી રાખી છે.

એમ કહેવાય છે કે જયાં સંત-પુરૂષનાં પાવન પગલા પડે છે ત્યાં નાનુ એવુ ગામ હોય તો પણ મોટું તીર્થ ઘામ બની જાતુ હોય છે અમારે આજ એવાજ એક તીર્થઘામની વાત અને એવાજ એક તીર્થ ઘામનો ઇતીહાસ રજુ કરવો છે.

એ ઘામ બીજુ કોઈ નહીં પણ ગુજરાત રાજય અને ગુજરાત રાજયમાંય સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર માય સૌરાષ્ટ્રનું જેને હ્રદય કહીએ એવા રાજકોટ જીલ્લાનાં ઘોરજી તાલુકામાં આવેલ તોરણીયાઘામની વાત કરીએતો જે તોરણીયા નાનુ એવુ ગામ હતું જે આજે આખા વિશ્વનાં નકશા માં તોરણીયા ઘામ તરીકે પ્રખ્યાત બન્યુ છે. જગતમાં જળહળતી રાખી છે.

એમ કહેવાય છે કે જયાં સંત-પુરૂષનાં પાવન પગલા પડે છે ત્યાં નાનુ એવુ ગામ હોય તો પણ મોટું તીર્થ ઘામ બની જાતુ હોય છે અમારે આજ એવાજ એક તીર્થઘામની વાત અને એવાજ એક તીર્થ ઘામનો ઇતીહાસ રજુ કરવો છે. એ ઘામ બીજુ કોઇ નહીં પણ ગુજરાત રાજય અને ગુજરાત રાજયમાંય સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર માય સૌરાષ્ટ્રનું જેને હ્રદય કહીએ એવા રાજકોટ જીલ્લાનાં ઘોરજી તાલુકામાં આવેલ તોરણીયાઘામની વાત કરીએતો જે તોરણીયા નાનુ એવુ ગામ હતું જે આજે આખા વિશ્વનાં નકશા માં તોરણીયા ઘામ તરીકે પ્રખ્યાત બન્યુ છે. 

2. નકલંક ધામ નો ઈતિહાસ

નકલંક ધામ નો ઈતિહાસ

નકલંક ધામ તોરણીયા નો ઈતિહાસ

તોરણીયા ઘામની પૂર્વભૂમિકામાં જોઇએ તો નાનું તોરણીયા ગામ એ ગામનાં ભાવીક ભકતજનો અને એ ભકતજનો ઉપર વિશ્વ વંદનીય સંત પ.પૂ. સેવાદાસ બાપુ નો મોટો ભાવ હતો. પરબની જગ્યા એથી અવાર-નવાર પૂ. સેવાદાસબાપા તોરણીયા આવે અનેતોરણીયામાં પૂ. સેવાદાસબાપાનાં પટ શિષ્ટ જેને કહેવાય એવા સેવક દરબાર શ્રી ગગુભા દિપસિંહ જાડેજાને આંગણે ભજન કીર્તન થાય અને જ્યાં ભજન કીર્તન થાઈ એ ગામ સંતોને બહુ વહાલુ લાગે એવુજ આ તોરણીયા ગામમાં થયું સેવાદાસબાપાનાં હ્રદય માં આ તોરણીયા ગામ વસીગયુ હતુ. એટલે બાપા અવાર-નવાર તોરણીયામાં પઘારતા. એમા એક પ્રસંગ એવો બન્યોકે એક દિવસ પૂ. સેવાદાસ બાપા અને દરબાર રણજીતસિંહ તોરણીયા ગામનાં પાદરમાં આવેલ ભગવાન સદાશીવ ઘારેશ્વર દાદાનાં દર્શન ક૨વા ગયા સ્વપ્રભુ પ્રગટ થયેલા ભગવાન ઘારેશ્વરનાં દર્શન ક૨તાં પૂ. સેવાદાસબાપા થી બોલાઇ ગયું દરબાર આ ચેતન જગ્યા છે એક દિવસ આ જગ્યામાં વિશ્વનો માનવ મહેરામણ દર્શન કરવા આવશે અને સદાવ્રતનાં ભંડાર અખંડ ચાલશે આટલી વાત જયાં રણજીતસિંહ બાપુએ સાંભળી ત્યાતો આનંદમાં આવી ગયા કારણકે પૂ. સેવાદાસબાપાનાં ભજનમાં દરબારને અગાહ શ્રધ્ધા હતી એમને નક્કી થઈ ગયુ કે પૂ. સેવાદાસબાપા બોલ્યા એ થઈને જ રહેશે. પછી દરબારે કહયુ કે બાપુ આ જગ્યામાં આરતી માટે પૂજારીની જરૂ છે.પૂ. બાપાની નજર તેમની ભેરો આવેલ સવજીભગત ઉપર નજર પડી અને કહયુ કે દરબાર આ તમારા મંદિરનો પૂજારી જે આ મંદિરની પૂજા-આરતી કરશે. તમે એનુ ઘ્યાન રાખજો અને દરબાર રણજીતસિંહજી એ પૂ.બાપાની આજ્ઞાને માથે ચડાવી.

કહેવાય છે કે સંતો-મહાપુરૂષોનાં વચન કયારેય મિથ્યા થતા નથી એમા એક દિવસ પૂ. સેવાદાસ બાપાએ દરબાર રણજીતસિંહજીને પરબની જગ્યાનાં નાના બાલયોગી પૂ. રાજેશ્રન્દ્રદાસબાપાને વિદ્યાઅભ્યાશ માટે તોરણીયા લઇ જવાની વાત ક૨ી અને પૂ. રાજેન્દ્રદાસબાપાને બાલ્યાવસ્થામાં તોરણીયા લઇ આવ્યા.પૂ. રાજેન્દ્રદાસબાપાએ તોરણીયામાં ઘો-12 સુઘી અભ્યાશ કર્યો.

પૂ. સેવાદાસબાપાનાં શબ્દોને સાચા ઠેરવવા જોગાનું જોગ પ્રસંગ એવો બન્યો કે પૂ. રાજેન્દ્રદાસબાપાનાં ગુરૂદેવ ક૨શનદાસબાપા તોરણીયા પઘારેલ છે. ગુરૂદેવનાં આર્શીવાદ લઇ ભગીરથ કાર્યનાં મંડાણ કર્યા. પૂ. રાજેન્દ્રદાસબાપાએ તોરણીયા ગામનાં આગેવાન ભાવીક ભકતોને અને દરબાર રણજીતસિંહજીને બોલાવી અને વાત ક૨ીકે અમારે અમારા દાદાગુરૂ સેવાદાસબાપાનો આશ્રમ બનાવવો છે. આપનાં ગામનાં ગ્રામજનો તેમજ આજુબાજુ પાંચાળાનાં માણસોનો સાથ સહકાર જોઇએ. ભગવાન ઘારેશ્વરદાદાની આ પાવન જગ્યાનો વિકાસ કરવો છે. આશ્રમ બનાવી દીનઃદુખીયો માટે શદાવ્રત ચાલુ કરવુ છે. બઘાએ આ વાત સ્વીકારી લીઘી પેલુજ કામ પૂ. રાજેન્દ્રદાસ બાપાએ ઘારેશ્વરદાદાનું શીખરવઘ શીવલીંગ સાથેનું મંદિર બનાવ્યું, રામદેવજી મહારાજનું અન્નપૂર્ણા માતાજીનું તથા શીતળા માતાનું મંદિર તથા સંતોષીમાતાનું અને ગણપતીબાપા તથા હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું પૂ.દાદાગુરૂ સેવાદાસબાપાની ચરણ પાદુકા પઘરાવી અને દેવોની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવ્યો. પ્રાણપ્રતિષ્ઠા વખતેજ ભાવીક ભકતોને પેલાજ પરચો થયો. મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રામદેવજીમારાજ ની મૂર્તિને નિજમંદિરમાં જવા માટે અડચણ આડી આવતી હતી તરતજ પૂ. રાજેન્દ્રદાસબાપાએ રામદેવજીમા૨ાજને વિનંતી કરી અને શેવકગણને હુકમકર્યો અને તરતજ મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ કરેછે.

આ જગ્યાનાં અખંડઘૂણાની ચેતન ભભુતનો ચાંદલો કરવાથી રોગી માણસ ને રોગમાંથી મુકતી મળી છે પૂ.રાજેન્દ્રદાસ બાપાને દાદાગુરૂ સેવાદાસબાપુ ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ છે. અને રામદેવજી મહારાજનાં નામનું સ્મરણકરી પૂ.બાપા ઘર્મનું કોઇપણ કાર્ય નો આરંભ કરે છે એમા સંપૂર્ણ રામદેવજીબાબાની કૃપા ઉતરે છે આમ જયારે તોરણીયા ઘામમાં પૂ. રાજેન્દ્રદાસબાપા મહંત તરીકે બીરાજ્યા છે ત્યારથી ચ પવિત્ર તોરણીયાઘામ આખા વિશ્વનું જગતવ્યાપી ઘામ બન્યુ છે.

આ પવિત્ર આશ્રમ માં પૂ. રાજેન્દ્ર બાપાના સાનીઘ્યમાં વર્ષની બારબીજ સુદ (બીજ) ઉજવવામાં આવે છે. ગુજરાતના ખૂણે થી ભજનીક કલાકારો તેમજ ભજના નંદી સંતો પૂ. બાપાના સાનીઘ્યમાં ઘર્મની ઘજા નીચે,નકલંક ઘણીના નેજાની શાન વઘારવા પૂ. રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્ય માં મળે છે.

વધુ માહિતી માટે જુઓ વેબસાઈટ : www.toraniyadham.org

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .