ખોડિયાર માતા મંદિર ગળધરા ઇતિહાસ

ખોડિયાર માતા મંદિર ગળધરા

May 4, 2024 - 10:43
May 4, 2024 - 11:18
 0  53

1. ખોડિયાર માતા મંદિર ગળધરા ઇતિહાસ

ખોડિયાર માતા મંદિર ગળધરા ઇતિહાસ

આઈશ્રી ખોડિયાર માતા મંદિર ગળધરા

Aai Shree Galadhara Khodiyar Mandir

સંતો અને શૂરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયાં. તેમાં આઈશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભકતો દેશ-વિદેશમાં ઠેર-ઠેર પથરાયેલા છે. માતાજી તેમના ભકતોની વહારે હજરાહજુર રહેતાં હોઇ તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. ખોડિયાર માતાનાં અનેક જગ્યાએ મંદિરો આવેલાં છે પણ અમરેલી જીલ્લાના ધારીગામ પાસે ગળધરા માં ખોડિયારમાનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીયે આ મંદિર ના ઈતિહાસ વિષે.

સૌરાષ્ટ્રનાં ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે. આ મંદિર અમરેલી જીલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.

એક લોક વાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સંહાર ક૨ીને સાતેય બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયંભું ગળું અહીં બીરાજમાન છે. માઁના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો – મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.

2. ખોડિયાર માતા મંદિર

ખોડિયાર માતા મંદિર

નવઘણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. નવઘણ (ઇ.સ. ૧૦૨૫) ખોડીયાર માઁની માનતાથી આવેલો પુત્ર હતો. રા’દયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેના પટરાણી સોમલદેવે આઈ ખોડીયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી. અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને માઁ ખોડીયારની કૃપાથી નવઘણનો જન્મ થયો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા'નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો.

કહેવાય છે કે જયારે રા'નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ર00 ફુટ ઉપરથી નીચે નદીમાં પડયો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી.જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે.

આ શિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ ત૨ીકે અપાય છે. અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩ર મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે. ડેમનો ધોધ એટલો આહલાદ્ક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભુલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે. ખોડીયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે 2 કીમી. દૂર છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે.

દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ-અલગ જગ્યાએથી પહોંચી જાય છે. અહીં મેળાઓ પણ યોજાય છે. નાસ્તા અને જમવાનું સેન્ટર પણ છે. આજુબાજુના ગામના લોકો રજાના દિવસે અહીંયા ભોજન કરવા પણ આવે છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.

રહેવાની વ્યવસ્થા પણ છે.

એક લોક વાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સંહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયંભું ગળું અહીં બીરાજમાન છે. માઁના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો – મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે. 

નવઘણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. નવઘણ (ઇ.સ. ૧૦૨૫) ખોડીયાર માઁની માનતાથી આવેલો પુત્ર હતો. રા’દયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેના પટરાણી સોમલદેવે આવ ખોડીયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી. અને સોઢી હોય છે.

3. [email protected]

(यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें कमेंट/मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .