શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ Mahavir Jen Charitra Kalyan Ratnashram history

શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ, Mahavir Jen Charitra Kalyan Ratnashram history

Aug 9, 2023 - 20:31
Aug 28, 2023 - 23:58
 0  78

1. સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીમાં

સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીમાં

સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીમાં ભાવનગર જિલ્લામાં શિહોરની બાજુમાં આવેલ ઐતિહાસિક સોનપરી નદીના કિનારે વસેલું ઐતિહાસિક સોનગઢ ગામ જ્યાં આજથી એક સો વર્ષ પહેલાં એટલે કે ઈ.સ.૧૯૨૩માં શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમનો શુભારંભ થયો અને સૌ પ્રથમ ૧૯૨૩ માં આશ્રમનું ખાત મુહૂર્ત અને દેરાસરજીનું નિર્માણ કરવામાં આવ્યું અને ૧૯૨૪ માં ઉત્તર અને દક્ષિણ બે ચાલીઓનું નિર્માણ કરવામાં આવ્યું અને ૧૯૨૫ માં શ્રી મહાવીર સ્વામી જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.ઈ.સ.૧૯૩૦ માં ૧૩ બાળકોથી છાત્રાવાસની શરુઆત કરવામાં આવી અને અભ્યાસ અર્થે શરૂઆતમાં શિહોર અને પછી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સોનગઢ સ્થાપિત ગુરુકુળમાં બાળકો અભ્યાસ માટે જતા હતા.સંસ્થા દ્વારા ૧૯૯૯ માં પોતાની શાળાની શરૂઆત કરવામાં આવી હતી.સંસ્થાની તવારીખો જોઈએ તો અનેક સંસ્થામાં કાર્યો થયા છે.

2. શ્રી મહાવીર જૈન ચારિત્ર

શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સ્થાપવાનો વિચાર ક્યારે આવ્યો અને કેમ સ્થાપના થઈ તેના અતિતમાં જઈએ તો ઇસ ૧૯૦૯ માં મુંબઈ સ્થિત તપાગચ્છીય પૂ.મુનિરાજશ્રી મ.સા ના ક્રાંતિકારી વિચારોથી આકર્ષાઈ સ્થાનકવાસી પૂ.મુનિશ્રી કલ્યાણચદ્રજીનો કચ્છ સાથેનો વ્યવહાર શરૂ થયો અને ઇસ.૧૯૧૫ માં સમાજના ઉત્થાન માટેના ક્રાંતિકારી વિચારોની સામ્યતાએ બન્ને મુનીઓનું વંથલીમાં પ્રથમ મિલન થયું અને પછી ઇસ ૧૯૧૭ માં શેંત્રૂજય પાલીતાણા સહયાત્રા કરી અને આ યાત્રા પૂ.મુનિશ્રી કલ્યાણચંદ્રજીની મુહપતિ સાથેની પ્રથમ યાત્રા હતી. ઇસ ૧૯૧૮માં ગિરનાર તિર્થ પર નેમિનાથ ભગવાનના ચરણસ્પર્શ પ્રતિજ્ઞાઓ કરી.

(૧) ચેલા ન મુંડવા.

(૨) સમુદાયના સબંધોને તિલાંજલિ.

(૩) શેષ જીવન સમાજ સેવા અર્થે. 

(૪) યોગ્ય સ્થળે આશ્રમની સ્થાપના.

(૫) ભાવિ પેઢીનું ઉચ્ચ જીવન ઘડતર.

આમ પ્રતિજ્ઞા પછી ઇસ.૧૯૨૨ થી આશ્રમની શરૂઆત થઈ અને આજે ઇસ.૨૦૨૩ માં એક સો મું વર્ષ શરૂ છે. શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે,ત્યારે આવી તપોભૂમિમાં ઇસ.૧૯૨૫માં ગાંધીજીના પ્રમુખ પદે કાઠિયાવાડ રાજકીય પરિષદમાં બન્ને મુનીશ્રીઓની હાજરી હતી.પૂ.ગાંધીજીની આશ્રમમાં પધરામણી થઈ હતી અને ગાંધીજી દ્વારા ભારતમાતાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલ જે મૂર્તિ આજે પણ મોજૂદ છે.જૈન સાધુઓની રાષ્ટ્રભક્તિ તથા સમાજસેવા થી ગાંધીજી અત્યંત પ્રભાવિત થયા હતા.

3. ૯ ઓકટોબર ઇસ.૧૯૩૨

૯ ઓકટોબર ઇસ.૧૯૩૨

૯ ઓકટોબર ઇસ.૧૯૩૨ માં દશેરાના શુભ દિવસે ક્રાંતિકારી ' સમયધર્મ ' માસિકની શરૂઆત કરવામાં આવી અને ઇસ.૧૯૩૨માં આશ્રમના નામ પાછળ જૈન શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો અને ઇસ.૧૯૩૬ માં કચ્છના પુરબાઈ માની સહાયથી પ્રથમ વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું.ઇસ.૧૯૪૩ માં પૂ.મુનિરાજશ્રી ચારિત્રવિજયજી બાપા કાળધર્મ થાય અને જેસિંગભાઈ વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. ઇસ.૧૯૫૦ માં સ્થાપત્યના નમૂના રૂપ પૂ.ચારિત્ર વિજયજી બાપાના ગુરુ મંદિર પૂ. દેવચંદ્રજી મહારાજના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો. ઇસ.૧૯૫૪માં સંસ્થાની ભવ્ય રજત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ.૧૯૫૯ માં આશ્રમમાં પ્રવેશતા જ મુખ્ય દ્વારની સામે પૂ. ચારિત્ર વિજયજી બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને ઇસ.૧૯૬૭ માં સહકાર્યકર પૂ.મુનિશ્રી ગુલાબચંદ્રજી બાપા કાળધર્મ પામ્યા અને ઇસ. ૧૯૬૮માં મુંબઈમાં સન્મુખાનદ હોલમાં ચતુર્થશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને ટ્રસ્ટ સ્કોલર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇસ.૧૯૭૧ માં પૂ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજી બાપ કાળધર્મ પામ્યા અને ઇસ.૧૯૭૨ માં પૂ.બાપાના સ્વર્ગવાસ નિમિતે પંચાન્હિંકા મહોત્સવની ઉજવણી અને ચરણપાદુકાની સ્થાપના તથા સમાધિની રચના કરવામાં આવી હતી. ઇસ.૧૯૭૪માં પૂ.બાપાના જીવંત સ્મારકરૂપ આશ્રમના નામમાં ' કલ્યાણ ' શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ઇસ.૧૯૭૭ થી પૂ.બાપાશ્રીની હર્દયચ્છાને મૃતસ્વરૂપ લવાજમ ને જાકારો અને શિક્ષણ સાથે બધીજ સુવિધાઓ નિ:શુલ્ક કરવામાં આવી અને ઇસ.૧૯૮૩ માં ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યો અને ઇસ.૧૯૮૮ માં શિક્ષણમાં ક્રાંતિ માટે શિક્ષણ વિચારકોનું જ્ઞાનસત્ર રાખવામાં આવ્યું હતું. ઇસ.૧૯૯૯ માં આશ્રમમાં ભોજન શાળાનું વિસ્તૃત નુતનીકરણ કરવામાં આવ્યું અને ઇસ.૧૯૯૮ માં મુખ્ય પ્રવેશદ્વારનું નવું મકાન વોટરપ્રૂફ જલમંદિર,પૂ. કલ્યાણચંદ્રજી બાપાના મંદિરનું નિર્માણ,અને મુખ્ય પ્રવેશદ્વારની સામે ગુરુ મંડપમાં બંને બાપાની પ્રતિમાની સ્થાપના અને અતિથિગૃહનું નુતનીકરણ કરવામાં આવ્યું હતું.

ઈસ.૨૦૦૩ માં સંસ્થાના સંકુલમાં નૂતન શાળા સંકુલનું ઉદ્ઘાટન અને અંગ્રેજી મીડિયમની શાળાની શરૂઆત થઈ. ઇસ.૨૦૦૭માં નવસર્જન મહોત્સવ કરવામાં આવ્યો અને ૨૦૧૨ થી જુનિયર કોલેજ અને વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ અને ૨૦૧૩ થી અમુક ધોરણના યુનિટ પણ શરૂ કરવામાં આવ્યા. પવિત્ર અને પાવન ધરા પર આશ્રમમાં જ્યાં સંસ્કારો સાથેનું શિક્ષણ આપવામાં આવે છે.શિક્ષણની સાથે સાથે જે બાળકને જે વિષયમાં વધારે રસ રુચિ હોય તે વિષયમાં સારી એવી નિપુણતા હાસિલ કરી શકે તે માટે સંગીતવિદ્યા,રમતગમત,સમૂહ સફાઈ,ખેતીને લાગતી પ્રાથમિક માહિતીઓ,કોમ્પુટરજ્ઞાન, ઇલેક્ટ્રિક રીપેરીંગ જેવી વિવિધ બાબતો પર શિક્ષણ આપવામાં છે.

More info website www.songadhashram.org

મહાદેવ બારડ વાગડ

  9714834223

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .