જગડુશા દાતાર દેશનો તારણહાર Jagdusha Datar history

જગડુશા દાતાર દેશનો તારણહાર, Jagdusha Datar history in Gujarati

Sep 26, 2023 - 20:17
Sep 26, 2023 - 20:20
 1  1262
જગડુશા દાતાર દેશનો તારણહાર Jagdusha Datar history

જગડુશા દાતાર દેશનો તારણહાર

આજનું ભદ્રેશ્વર એ વખતે પુરાતન નગરી ભદ્રાવતી ની રાખમાંથી જન્મ્યું છે.આનગરી ના દર્શન કરતાં આજે પણ એની પુરાતન ભવ્યતા નો આજે પણ ખ્યાલ આવી જાય છે.

વિક્રમ સંવત ચૌદમી સદીના આરંભમાં અહી કરછ ભદ્રેશ્વર માં જગડુશા નામે મહા દાનવીરે સમસ્ત ભારત પર પોતાના નામ નો ડંકો બજાવી દીધો હતો. જગડુશા ના પૂર્વજો સોળશાહ પિતાજી નું નામ અને લક્ષ્મીદેવી માતાજી નુ નામ હતું જૈન પરિવાર વ્યવસાય ખેતી અને કથકોટ મા રહેતા હતા એમનો જન્મ કંથકોટમા થયો હતો અને પાછળ થી એમણે ભદ્રાવતી વસાવ્યું હાલના ભદ્રેસર ની નજદીક પુર્વ તરફ ભદ્રાવતી આવેલી હતી.મહાભારતના સમય દરમિયાન પાંડવોએ. અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો અહીં જ બાંધ્યો હતો.

એક વાત એવી છે કે જગડુશા દાતાર એક વખત તેના ખેતરમાં દાણા વાવી રહ્યા હતા ત્યારે ભૂખ્યા સાધુ ત્યાં થી પસાર થાય છે,એને જોઈ ને જગડુશા ને દયા આવી અને ખેતરોમાં વાવણી કરવા લાવેલ દાણા તેણે ભૂખ્યા સાધુપુરૂષો ને આપી દીધા અને પોતે બિયારણ બિજ ના બદલે કાંકરી નું વાવેતર કરી ઘરે આવતા રહ્યા અને પોતાના ખેતરમાં હવે કંઈ પણ ઉગવાનું નથી એટલે તેઓ ખેતરે આંટો ફેરો કરવા પણ જતા નહીં.

ઘણા દિવસ પછી લોકો જગડુશા દાતાર ના ખેતરના ઉગેલ મોલ ની પ્રશંસા કરવા લાગ્યા , આ વાત તેઓ ને મશ્કરી જવી લાગવા માંડી.એક દિવસ પોતે છાનામાના ખેતર જોવા નીકળ્યા અને ત્યાં એકદમ લીલુંછમ ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો હતો.આવુ દ્રશ્ય જોઈ ને જગડુશા દાતાર નું અંતર નાદ આનંદ થી નાચી ઉઠ્યું. આને એ ખેતરમાં સાચા મોતી ના દાણા બંધાયા આવું અદભુત ચમત્કાર અને ઈશ્વર કૃપા સાથે જગડુશા બહુજ ધનવાન બની ગયા.

એક દિવસ પરમદેવસૂરિજી નામના એક પરમ જ્ઞાની મુનિ ભદ્રાવતી ના ઉપાશ્રય માં વ્યાખ્યાન આપી રહ્યા હતા , જગડુશા દાતાર સામે જ બેઠા હતા. મુનિ શ્રી એ ભારત દેશ પર તૂટી પડનારા ત્રણ દુષ્કાળો નો ઈશારો કરતા કહ્યું......

*અચેતા ત્રે ઑચંધા, કાયા કારણ ડુકાર.

તેરો સો પનરોતેરો, ઓખો આય અપાર.

          જગડુશા ઝટ સંભાર,

           દેશ કૈક વેંધા ડૂલી.*

ભાવાર્થ :- જગડુશા, ...એક વાત સાંભળી લેજો! સંવત ૧૩૧૩ થી ત્રણ ભયંકર દુષ્કાળ આપણા દેશ પર તુટી પડવાનાં અને દુનિયા પાયમાલ થઈ જશે માટે ઝટ જાગૃત થઈ જાઓ .

મુનિ શ્રી નું ભવિષ્ય કંથને તદન સાચું પડ્યું. આ કાળ દરમિયાન ત્રણ વરસ નિકળી ગયા પણ વરસાદ નું એક ટીપું પણ પૃથ્વી પર પડ્યું નહી. આ સમયે લોકો ત્રાહિમામ પોકારવા માડયા, આવા ભયંકર કાળ દરમિયાન જગડુશા એ પોતાના અખૂટ ધન અને અનાજ ના ભંડાર ખૂલા મૂકી દીધા, આ રીતે એણે અનાજ ના અભાવે ભરતી જનતા ને મોટા પરિશ્રમ થી ઉગારી લીધા. એ ઉપરાંત તેણે સિંધ, ઉજ્જૈન, દિલ્હી, કાશી , કંધાર આદિ પ્રદેશોના રાજવીઓને હજારો મૂંગા અનાજ આપી અને ભારતના તારણહાર દાતારની નામના મેળવી. આને લોકોને ઉગાર્યા.

જગડુશા દાતાર ની પનરોતેર એટલે ત્રીજો દુષ્કાળ સમય દરમિયાન વિશાળ ભોજનશાળા ખુલ્લી મુકી અને જે આવે તેને ભોજન લેવાની છુટ....કહેવાય છે કે દુષ્કાળ પોતે યોગી નો વેશ ધારણ કરી ને જગડુશા દાતાર ની કસોટી કરવા આવ્યો... ભૂખ્યો બૂમ રાડો પાડતાં,..*ખાઉં ખાઉં ખાઉં* કરતો પોકાર કરવા લાગ્યો....એ ને જમાડવા માટે થાળી મંગાવવામાં આવી.આ દુષ્કાળ રૂપી પનરોતેરો યોગી ના વેશમાં આ એક થાળીમાં આવેલા ભોજન થી ભૂખ સંતોષવા મા ન આવી અને જેટલું પણ ભોજન આવે તે ખાવા નું ચાલુ રાખ્યું ...અંતે પિરસવામાં આવે ખવડાવવામાં થાકી ગયા,પણ આ વિચિત્ર યોગી પુરુષ થાક્યો નહીં... જલ્દી લાવો ભૂખ... ખાઉં ખાઉં કરતો. આવા ભેદી પુરુષ ને જોતા જગડુશા દાતાર નુસખો અજમાવ્યો એને મોટા અનાજ ના કોઠી અને કોઠારમાં ઉતારવામાં આવ્યો અને એના મોઢામાં ઘી ની તામડી ઓ રેડવામાં આવી,અને છેવટે ઘી પી. પી ને એ થાકી ગયો.અને પૌકાર કરવા લાગ્યો કે..હવે મને આ ભંડાર કોઠારમાં થી બહાર કાઢો...બૂમો પાડવા લાગ્યો...આને કહેવાય લાગ્યો..

*જગડુશા જીવતો મેલ,

     ...પનરોતેરો પડું. નહીં.

ભાવાર્થ:- હે જગડુશા દાતાર હું મરી જઈશ મને હવે આ કોઠાર માંથી બહાર કાઢો હવે કયારે પણ આવો ભયંકર દુષ્કાળ પનરોતેર હું નહીં પડું મને બચાવી લ્યો...

આવી રીતે દુષ્કાળ રૂપી કાળ ને પણ જગડુશા દાતાર બાંધી અને એને હરાવ્યા અને વચન લીધું અને કોઠારમાં થી બહાર લાવી અને જીવતો રાખ્યો ત્યારે આ યોગી એ કીધું કે હું ખુદ પોતે જ દુષ્કાળ છું ,હું તમારી કસોટી કરવા આવ્યો હતો પણ ,હું તમારી દાતારી જોઈને આજે હારી ગયો .....ધન્ય હો... દેશના શણગાર સમા જગડુશા દાતાર ને નમન

નોંધ:-આવા અમર ઈતિહાસ દબાયેલા પડ્યા છે જેને ઉજાગર કરવા નો મારો નાનકડો પ્રયાસ છે.

સંકલન માહિતી:- ઈતિહાસ ના આધારે..

ટુંક માં રજુ કરવા પ્રયાસ કરેલછે..ભુલચુક ક્ષમા પાત્ર 

લેખન....

જામ અબડા જાડેજા રતનસિંહજી પાંચુભા

જખૌ -કચ્છ ,વિરભૂમિ અબડાસા

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .