વીર વરણેશ્વર પરમાર નો ઇતિહાસ Vir Varaneswar Parmar history

વીર વરણેશ્વર પરમાર નો ઇતિહાસ, Vir Varaneswar Parmar history in Gujarati

Sep 24, 2023 - 12:06
Sep 24, 2023 - 12:08
 0  1487
વીર વરણેશ્વર પરમાર નો ઇતિહાસ Vir Varaneswar Parmar history

વીર વરણેશ્વર પરમાર નો ઇતિહાસ

   તમે વરણું અને મેડક બેટમાં બિરાજમાન ક્ષત્રિય શુરવીર દાદાશ્રી વરણેશ્વર પરમારનો ઇતિહાસ તો જાણતા જ હશો.પણ એમના શરીરનો એક હાથ આડેશર પાધરમાં પુજાય છે.શુ તમે એ જાણો છો ?ચાલો આજે જાણીએ આડેશરમાં આવેલ વેણુસર મહાદેવ નો ઇતિહાસ.

    દેવલઆઈની કવલી ગાય ને નરાધમોને કાપી નાખેલ જોઈ વરણુંજી દેવીસર તળાવની પાર માથે પોતાનું મસ્તક ઉતારી અને મલેસો ની સામે જબર યુદ્ધ માંડ્યું લડતા લડતા દાદાને એક મલેસે હાથ પર વાર કર્યો જેથી દાદાનો હાથ હવામાં ઉડયો અને છેક આડેશરના પાધરમાં પડ્યો દાદા નું ધડ લડતા લડતા છેક મેળક બેટ શુધી મલેસો નો કચ્ચરઘાણ વાળતું ગયું. કોઈએ ગળીનો દોરો નાખ્યો તેથી ધડ મેળક બેટમાં પડ્યું અને આજે દાદો મેળક બેટમાં પુજાય છે તેમજ જે જગ્યાએ દાદાએ મસ્તક ઉતાર્યું વરણું ગામમાં તેમનું મસ્તક પુજાય છે. અને આડેશરમાં જ્યાં હાથ પડ્યો ત્યાં પણ દાદા પુજાય છે.

  કહેવાય છે કે આજની તારીખમાં પણ રોજ વરણું સેવા થાય ત્યારે દાદાની જ્યોત રોજ વરણુથી આડેશર આવે છે(આ ઘટના આડેશર ગામના ઘણા લોકો એ પોતાની આખે જોયેલી વાત છે)આજ પણ આડેશરમાં કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે વરણું દાદા ની માનતાઓ થાય છે અને દાદાના પ્રતાપે આડેશરમાં કોઈ મોટી આફત પણ નથી આવતી આજ દાદાને અઢારે વર્ણના લોકો પુજે છે. આજે આપણે દર બીજે વરણું તેમજ મેળક બેટમાં આવેલ દાદાના સ્થાનકે માથું ટેકાવા જઈએ છીએ તો આડેસર પાધરમાં આવેલ વરણુંજી ના સ્થાનકે જરૂર માથું ટેકવવા જઈએ.હાલમાં ત્યાં સેવામાં પૂજારી તરીકે નરેશભાઈ બાવાજી સેવા આપી રહ્યા છે.

લી. નરેશસિંહજી ગોહિલ(વાગડ)

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .