રબારી ભરવાડ મામા ભાણેજ સમાજ નો ઈતિહાસ Rabari bharvad history in Gujarati

રબારી ભરવાડ મામા ભાણેજ સમાજ નો ઈતિહાસ Rabari bharvad history in Gujarati

Jul 9, 2023 - 16:43
Jul 15, 2023 - 11:05
 0  728
રબારી ભરવાડ મામા ભાણેજ સમાજ નો ઈતિહાસ Rabari bharvad history in Gujarati

ભરવાડ સમાજ અને રબારી સમાજ એ બંને જ્ઞાતિ એક જ બાપના બે ભાઇ સમાન

છે જે ગામમાં કે શહેરમાં ભરવાડ કે રબારી રહેતા હોઈ તે એક બીજા સંપી ને રહે... કોઈ એમ કહેતું હોય કે અમે ભરવાડ છીયે અમે રબારી છીયે.. તો ના આ આપણે ઉપસાવેલા વાડા છે.. ભાઇઓ બંને માલધારી કોમ એકજ છે... આહિર સમાજ પણ

આપણો જ સમાજ છે...

રબારી સમાજ એ ભરવાડ સમાજના મામા થાય છે. સમાજના ઘણા ભાઇઓ ને એ વાતની ખબર નથી.... કેવી રીતે રબારી એ ભરવાડ ના મામા થાય?? મોરબી શહેરમાં મચ્છુ નદી છે.. એ નદી નું નામ ભરવાડ ની દિકરી ઉપરથી પડ્યુ છે.. મોરબી ની અંદર મચ્છુ માતાજી થઇ ગયા...

ગુજરાત માં માલધારી કોમ માં રબારી અને ભરવાડ આ બે કોમ જ માલધારી છે.. ભરવાડ માં નાનાભાઈ ભરવાડ સમાજ તથા મોટાભાઇ ભરવાડ આવે.. મચ્છુમાતાજી એ મોટાભાઇ ભરવાડ સમાજના ના દિકરી હતા... જ્યારે રબારી સમાજ માં પુનીયા મામા થઈ ગયા... પુનીયા મામા એ રબારી હતા ....

પુનીયા મામા એ એમના આલ શાખમાં તેમના માતાપિતા ના એકમાત્ર સંતાન હતા.. લોકવાયકા એવું કહે છે કે… ઘણા સમય પહેલાં ની વાત છે.. કપરા સમય વખતે પુનીયા મામા કચ્છમાંથી મોરબી થઇ ને તેમનો ઊંટ લઇ ને રાજસ્થાન માં રણુજા રામદેવ ના મંદિરે દર્શન કરવા જતાં હતાં... તેઓ મોરબીમાં ભરવાડ સમાજનો નેહડ હતો ત્યા આવી ચડ્યા... ત્યારે તેમને સમાચાર મળ્યા કે મોરબી ના રાજાયે એવો હુકમ કર્યો છે કે મોરબી શહેરમાં મચ્છુ મંદિર ની કળછ ચડે છે. પરંતુ નવજાત શિશુનો ભોગ ધરાવો તો જ આ મંદિર નો જીર્ણોદ્ધાર કે થાય કે કળછ ચડે.... રાજાના હુકમ નું પાલન કરવા સિપાઈઓ નવજાત બાળક ને ગોતતા ગોતતા ભરવાડ ના નેહમા આવ્યા .... ત્યારે કહેવાય છે કે રાજના સિપાઈઓ નવજાત બાળકનો ભોગ આપવાનો હોવાથી આ બાળકને રાજદરબાર માં લઇ જવા માટે જીદ કરે છે... પરંતુ આ બાળક ભરવાડ સમાજના માતાપિતા નું પણ એકમાત્ર સંતાન હોય છે.. જો આ ભરવાડ ના સંતાનનો ભોગ ચડે તો ભરવાડ કુળનો વંશ ન બચે.. ત્યારે તેઓ કલ્પાંત કરે છે કે કોઇ મહાન વ્યક્તિ હોય અને અમારા ભરવાડો નો વંશ બચાવતો હોય હોય તો જે જીવ બચાવે તેને અમે પોતાનો ભાઇ માનશું... ત્યારે પુનીયા મામા એ પોતાનો જીવ નું બલિદાન આપી દીધુ... અને ભરવાડો નો કહેવાય છે વંશ બચાવે છે. ત્યારથી માંડીને આજ સુધીમાં પણ સોરાષ્ટ્ર,, ઝાલાવાડ, ગોહિલવાડ,, કાઠિયાવાડ, કે કચ્છમાં ભરવાડ ના દિકરા હોય કે દિકરી રબારી સમાજના ભાઇઓ ને મામા કહીને બોલાવે છે... જ્યારે રબારી સમાજ ભરવાડ ને ભાણેજથી બોલાવે છે.. તેમ પોતાના જીવનો બલી ચઢાવી જાન આપી દીધો... ત્યારે ભરવાડ ની દિકરી માં મચ્છુ એટલુ જ બોલી કે આજથી હુ તને પોતાનો ભાઇ માનું છું... ભાઇ પુનીયા જયા મારા ભરવાડ નો નેહડો હશે. ત્યા તુ મારી આગળ હશે... કેમ કે મારા ભરવાડ નો વંશ તે બચાવ્યો છે... મચ્છુ માતાયે આપેલા વચનને આજે પણ ભરવાડ સમાજ પાડે છે. માતાજી નો પ્રસંગ હોયતો સૌપ્રથમ નિવેદ પુનીયા મામા ને ચડાવે છે પછી બીજું મચ્છુમાને નિવેદ ચડે છે....

સૌ ભાઇઓ ને

!! જય મચ્છુ માં !!

!! જય વડવાળા !!

|| જય દ્વારકાધીશ"

 

અસ્વીકરણ સૂચનાઓ

 આ ઈતિહાસ ઈન્ટરનેટ સર્ફિંગ અને લોકકથાઓના આધારે લખવામાં આવ્યો છે, આ પોસ્ટ કદાચ 100% સચોટ ન હોય. જેમાં કોઈપણ જાતિ કે ધર્મ કે જાતિનો વિરોધ કરવામાં આવ્યો નથી. આનું ખાસ ધ્યાન રાખો.

  (જો આ ઈતિહાસમાં કોઈ ભૂલ હોય અથવા તમારી પાસે તેના વિશે કોઈ વધારાની માહિતી હોય, તો તમે અમને મેસેજ કરી શકો છો અને અમે તેને અહીં રજૂ કરીશું)

  [email protected]

  આવી જ ઐતિહાસિક પોસ્ટ જોવા માટે અમારી વેબસાઇટ dhrmgyan.com ની મુલાકાત લો

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .