ખીમા બાપા અને દેવા બાપા નો ઇતિહાસ Khima bapa Ane Deva bapa history

ખીમા બાપા અને દેવા બાપા નો ઇતિહાસ, Khima bapa Ane Deva bapa history in Gujarati

Sep 22, 2023 - 12:07
Sep 22, 2023 - 12:09
 0  3017
ખીમા બાપા અને દેવા બાપા નો ઇતિહાસ Khima bapa Ane Deva bapa history

પ્રાચિન કાળથી પ્રજાપતિ કોમને ભક્તિ વરી છે તેમા અનેક સંતો ભક્તો થયા ને પ્રભુમય જીવન જીવી તેઓ અમર થયા એવા અનેક સંતો આ સમાજમા થયા હતા જેમા રંકાવંકા ભક્ત કૂબાજી ગોરા ભગત ઢાંગા ભગત મેપા ભગત વગેરે સંતો થકી આ કોમને ભગતની પદવી મળી જેમકે કુંભાર ભગત તરીકે ઓળખાય છે 

પણ આપડે અહી આજે પ્રજાપતિ સંત ની નહી પણ શુરાની વાત કરવાની છે કારણ આ કોમે કાઇ નરા ચાકડેથી ગારાના પીંડા નથી ઉતાર્યા પણ પોતાના માથા પણ ઉતારી દિધા છે એવા રાજકોટ થી દસબાર ગાઊ છેટૂ માળીયા મહાદેવનુ સ્થાન આવેલુ છે જ્યા દેવાધી દેવ મહાદેવ ના અખંડ બેસણા છે વૃષભ ધ્વજ લેહરાઇ છે આ મંદિરના પટાગણામાં સિંધુર થી ત્રબકતી ખાંભીઓ ઊભી છે એમા બે ખાંભીઓ પ્રજાપતિ ની છે કહેવાય છે કે ત્રણસો વરહ મોર આ માળીયા મહાદેવ માંથે કોઈ નાસતિકોએ મંદિરમાંથી શિવલિંગ ને ઉખાડી લઈ જવા માટે મોટી સંખ્યામાં માણસો સાથે હુમલો કર્યો આમ આ ભુમી ના વિરલાઓ એ ધર્મ ને માટે કાયમ ધીંગાણા કર્યા છે જેમકે સોમનાથ મહાદેવ સિધ્ધનાથ મહાદેવ વગેરે પોતાના મસ્તક ને કમળ ગણી શિવ ને અર્પણ કર્યુ છે એમા કોઈ શંકા નથી ને આ માળિયા મહાદેવ ની માટે પ્રજાપતી શુરા ખીમા બાપા અને દેવા બાપા આ વાતની જાણ થતા માળીયે પોહચે છે ને વિદ્રોહી સામે બાકાઝીક બોલે છે

સામસામે તલવાર ની તાળીઓ પડે છે નિર્દય બની લોકના માંથા મહાદેવ ને ચડવવા લાગ્યા સામે શત્રુ પણ ઘણાય વેતરાણા એ સમયે ખીમાબાપાને ગરદન પર રાતીબંબોળ ભવાનીનો લસરકો થતા તેમનુ મસ્તક ધડથી જુદ થઈ જમીનમાં દડવા લાગ્યુ ને દુશ્મનો શિવલિંગ લઈ ને નાસવા લાગ્યા ને થોડે દૂર ગયા ત્યા પેલા પડેલા મસ્તકે વાણી ઉચ્ચારી કોને પોતાના ધડને જા તુ દુશ્મન ની પાછળ હુ અહી રક્ષા કરૂ છુ આમ આદેશ મુજબ ધડ ધીંગાણે ચડયુ ને દુશ્મન નો કેડો ઝાલ્યો દુશ્મન ને કાળ દેખાણો ને ભાગતા ભાગતા માળીયા થી દસ કિમી દુર આ ધડ દુશ્મનો ને આંબી ગયુ ને ત્યા આ ધડે ધડબડાટી બોલાવી કુંડાળુ કરી બધાને કાળસમા કુંડાળે પાડ્યા એકપણ દુશ્મન ને કુડાળાથી બહાર પગ ન કાઢવા દિધો ને બધાઈને ત્યા ઠામ રાખ્યા ને શુરાતન અને દુશ્મન ઓછા થતા ધડ શાંત થઈ ત્યાજ પડ્યુ.

આજુબાજુના લોકો આવ્યા પણ રોળુ શાંત થઈ ગયુ હતુ શિવલિંગ પડ્યુ હતુ તે લઈ ને દાદાના ધડને કપડુ ઢાંકી પાછા લોકો માળીયે આવ્યા અહી મસ્તક પણ મૌન થઈ ગયુ 

ત્યારબાદ વિધવત મસ્તક ના અગ્નિસંસ્કાર કર્યા બાદ ધડના પણ અગ્નિસંસ્કાર કર્યા પછી તેમની બન્ને ની ખાંભીઓ ખોડાઇ સિંધુરે રંગીને કેસરીયા કર્યા કહેવાય છે આ દાદા આજથી લગભગ ૧૫ ૨૦ વર્ષ પેહલા જ આ ખાંભીઓ જાગૃત થઇ છે જે પ્રજાપતી સમાજ હાલ તેમની તિથિએ દાદને યાદ કરીતેમને સિંધુર ધુપ દિપ કરી દાદાની વિરતાને બિરદાવે છે હાલ ધડ અને મસ્તક બન્ને અલગ અલગ પુજાઇ છે બન્ને ખાંભીઓ પણ અલગ અલગ છે મસ્તક માળિયા મહાદેવ ના મંદિરે અને ધડ ત્યાથી દસ કિમી દુર આ વાતની સાક્ષી સમુ ઊભુ છે

આ સિવાય પણ બીજી ઘણી ખાંભીઓ ધુળધોયાની વાટ જોઈ ઊભી છે

હાલ માં આ મહાદેવ નુ મંદિર છે 

આ પ્રજાપતિ અશ્વિનભાઇ એમના જ પૂર્વજ છે

એમનો હુ આભારી છુ

વિરમદેવસિહ પઢેરીયા 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .