મોગલધામ ભગુડાનો ઈતિહાસ

મોગલધામ ભગુડાનો ઈતિહાસ, Bhaguda Mogaldham history In Gujarati

May 2, 2024 - 19:22
May 2, 2024 - 19:25
 0  86

1. મોગલધામ ભગુડાનો ઈતિહાસ

મોગલધામ ભગુડાનો ઈતિહાસ

મોગલધામ ભગુડાનો ઈતિહાસ

Bhaguda Mogaldham history In Gujarati

આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે.જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ' હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા 'માઁ મોગલનું' ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ. આઇશ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા. જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માનું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતા માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા ક૨શે એમ કહી આઈશ્રી માં મોગલ કાપડામાં આપેલ.

2. મોગલ માતા નું મંદિર

મોગલ માતા નું મંદિર

મોગલ માતા નું મંદિર

કામળીયા આહીર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ. ત્યારથી આઇશ્રી મોગલ માં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઈશ્રી માં મોગલ કામળીયા આહીર

સમાજના ભગુડાના 60 પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ ના અનેક લોકો આસ્થા પૂર્વક માતાજીની સેવા-પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે.

ભગુડા કામળીયા આહીર પરિવારના 60 પરિવારોનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી દર ત્રણ વર્ષે માતાજીનો ભેળીયો અને લાપસી ફરજીયાત પણે કરે છે. તેમજ દર મંગળવારે ભગુડા ગામના બધાજ લોકો માતાજીના દર્શને ફરજીયાત પહોંચે છે. ભગુડા માના આંગણે મંગળવારે બે-ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન દરરોજ 10 થી 15 હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે.

એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ‘આઈ” ના નયનો.‘આઈ મોગલનું' આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે.“માઁ મોગલ” પારંપરિક પૂજા- અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને ‘લાપસી’ નો પ્રસાદ ચઢાવે છે. અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે,‘માઁ મોગલ’ને લાપસી અતિપ્રિય છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઈ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે. લોક વાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે.

ભગુડામાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે.‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે.જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો ક૨તા હોય છે. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ર૪ કલાક શરૂ રહે છે. મોગલધામ- ભગુડા

આવાસ માટે પણ ર0 ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ર૪ કલાક ખુલ્લુ રહે છે. અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા- ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા ર૦ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.

જો તમે મોગલ માતાને માનતા હોય તો આ માહિતી ને વધુ માં વધુ શેર કરજો

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .