વીર સાવરકર કોણ હતા પરિચય veer savarkar history

વીર સાવરકર કોણ હતા પરિચય

May 28, 2024 - 21:42
May 28, 2024 - 21:48
 0  51

1. વીર સાવરકર કોણ હતા પરિચય

વીર સાવરકર કોણ હતા પરિચય

 વિનાયક દામોદર સાવરકર

મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર વકીલ, રાજકારણી, કવિ, લેખક અને નાટ્ય લેખક હતા. રાજકારણમાં હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાના વિકાસમાં સાવરકરનો મોટો ફાળો માનવામાં આવે છે. વીર સાવરકર જ હતા કે જેમણે ભારતને આખા વિશ્વમાં હિન્દુ તરીકે ઓળખ આપવા માટે “હિન્દુત્વ” શબ્દ આપ્યો હતો.

2. વીર સાવરકરના મતે હિંદુ ધર્મની આ વ્યાખ્યા હતી

વીર સાવરકરના મતે હિંદુ ધર્મની આ વ્યાખ્યા હતી

વીર સાવરકરે ‘હિન્દુત્વ-વુ ઇઝ હિન્દુ ?’ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં, તેમણે પહેલા હિન્દુત્વનો રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર નીલંજન મુખોપાધ્યાયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સાવરકરના મતે ભારતમાં રહેતો વ્યક્તિ મૂળભૂત રીતે હિન્દુ છે અને આ-જ હિન્દુત્વ શબ્દની વ્યાખ્યા છે. જે વ્યક્તિની પિતૃ ભૂમિ, માતૃભૂમિ અને પૂણ્ય ભૂમિ ભારત છે તે આ દેશનો નાગરિક છે. જો કે આ દેશ કોઈપણ માટે પિતૃભૂમિ કે માતૃભૂમિ બની શકે છે. પરંતુ પુણ્યભૂમિ નહી.

3. વીર સાવરકર વિશે જાણો કેટલીક મહત્વની વાતો

વીર સાવરકર વિશે જાણો કેટલીક મહત્વની વાતો

1. કિશોર વયે, વીર સાવરકરે એક યુવા સંગઠનની રચના કરી, જેને મિત્રમેળો તરીકે ઓળખવામાં આવતું હતું. આ સંગઠન ક્રાંતિકારી વિચારોનું હિમાયત કરતું હતું.

2. તેઓ નાનપણથી હિન્દુત્વના હિમાયતી હતા. જ્યારે તે 12 વર્ષના હતા, ત્યારે મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર કરવામાં આવતા ‘અત્યાચારો’ સામે બદલો લેવા સાવરકર તેના સ્કૂલના મિત્રોને એક મસ્જિદમાં તોડફોડ કરવાની પ્રેરણા આપી હતી. જ્યોતિર્મય શર્માના પુસ્તક “હિન્દુત્વ: હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા” માં તેનો ઉલ્લેખ છે.

3. પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બી.એ.ના અભ્યાસ દરમિયાન લોકમાન્ય ટિળકના વિદેશી કપડાંના બહિષ્કારની ચળવળથી તેઓ પ્રેરાયા હતા. 7 ઓક્ટોબર, 1905 ના રોજ, દશેરા દરમિયાન, સાવરકરે તમામ વિદેશી કપડાં અને માલ સળગાવી દીધો હતો.

4. સાવરકરની મોરલે-મિન્ટો સુધારણા વિરુદ્ધ સશસ્ત્ર બળવાના કાવતરાના આરોપસર 1909 માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પાણીમાં ડૂબકી મારીને ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેની ધરપકડ કરવામાં આવી. 1911 માં, તેમને બે આજીવન કેદની સજા કરાઇ હતી, એટલે કે, 50 વર્ષની ઉંમરે અંદમાન જેલમાં, તેમને કાલા પાનીની સજા ભોગવી હતી.

5. સાવરકરને જ્યારે અંદમાન જેલમાં હતા ત્યારે બ્રિટિશ સરકારે તેમને “દયાની અરજી કરવા” દબાણ કરવામાં આવતું હતું. પરંતુ, તેઓ ટસથી મસ ન થતા સરકારે “દેશદ્રોહી” પણ ઠેરવ્યા હતા.

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें