ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી

ધર્મ ધીંગાણે જેના માથા મસાણે ભજન

Jun 27, 2024 - 02:46
Jun 27, 2024 - 02:50
 0  40
ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી

ધડ ધીંગાણે જેના, માથા મસાણે એના, 

પાળિયા થઇને પૂજાવું, ઘડવૈયા મારે! 

ઠાકોરજી નથી થાવું... 

હોમ હવન કે, જગન જાપ થી, 

મારે નથી રે ધરાવું,

બેટડે બાપના, મોઢાં ન ભાળ્યા એવા, 

કુમળા હાથે ખોડાવું.. ઘડવૈયા મારે... 

પીળા પિતાંબર, જરકસી જામા એવા, 

વાઘામાં નથી વીંટળાવું,

કાઢ્યા’તા રંગ જેણે, ઝાઝા ધીંગાણે એવા, 

સિંદૂરે ચોપડાઇ જાવું.. ઘડવૈયા મારે... 

ગોમતી કે ઓલ્યા, જમનાજીને આરે, 

નીર ગંગામાં નથી નાવું

નમતી સાંજે કોઇ, નમણી વિજોગણના, 

ટીપા આંસુડાએ નાવું.. ઘડવૈયા...

બીડ્યા મંદિરીયામાં, બેસવું નથી મારે, 

ખુલ્લા મેદાનમાં જાવું

શૂરા શહીદોની, સંગાથે મારે, 

ખાંભીયું થઇને ખોડાવું.. ઘડવૈયા...

કપટી જગતના, કૂડાકૂડ રાગથી, 

ફોગટ નથી રે ફુલાવું

મુડદાં બોલે એવા, સિંધૂડા રાગમાં, 

શૂરો પૂરો સરજાવું.. ઘડવૈયા...

મોહ ઉપજાવે એવી, મુરતિયુંમાં મારે, 

ચિતારા નથી રે ચીતરાવું

રંગ કસુંબીના, ઘૂંટ્યા રૂદામાં એને, 

‘દાદ’ ઝાઝુ શું રંગાવુ.. ઘડવૈયા...

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें