દ્વારકા નગરી નો ઈતિહાસ dwarka history in gujarati

દ્વારકા નગરી નો ઈતિહાસ

May 25, 2024 - 14:22
Jun 19, 2024 - 15:41
 0  1754

1. દ્વારકા નગરી નો ઈતિહાસ

દ્વારકા નગરી નો ઈતિહાસ

દ્વારકા નગરી નો ઈતિહાસ

પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે, જે દ્વારકાધિશ રણછોડરાયના મંદિર તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનુ છે. એક તાર્કીક અંદાજ મુજબ દ્વારકા નગરી શ્રી કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભે ઇ.સ. પુર્વે ૧૪૦૦ ની આસપાસ અગાઉ સમુદ્રમા ડુબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી.

ગોમતી ખીણ પર સ્થિત દ્વારકાનું મુખ્ય મંદિર, જગત મંદિર (સાર્વત્રિક મંદિર) અથવા ત્રિલૉક સુંદર (ત્રણેય દુનિયામાં સૌથી સુંદર) તરીકે ઓળખાય છે. વાસ્તવમાં 2500 વર્ષ પહેલાં, ભગવાન કૃષ્ણના મહાન પૌત્ર, વજ્રનાભ દ્વારા બાંધવામાં આવે છે તેવું માનવામાં આવે છે, તે અરબી સમુદ્રના પાણીમાંથી ઉદભવતી એક ભવ્ય રચના છે. તેની ઉત્કૃષ્ટ કોતરણીવાળી શિખર, 43 મીટર ઊંચાઈએ પહોંચે છે અને 52 ગજ કાપડથી બનેલો વિશાળ ધ્વજ, 10 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ગોમતી નદીની બાજુએ ઇમારતની પાછળની બાજુ તરફ દોરી જતી 56 પગથિયાંથી મંદિરની ભવ્યતા વધારી છે.

આ મંદિર નરમ ચૂનાના પત્થરથી બનેલું છે અને તેમાં એક પાર્શ્વ, દ્વારમંડપ અને લંબચોરસ હૉલનો સમાવેશ થાય છે જે ત્રણ બાજુઓ પર છે. ત્યાં બે પ્રવેશદ્વાર છે: સ્વર્ગ દ્વાર (સ્વર્ગ માટે દ્વાર), જ્યાં યાત્રાળુઓ પ્રવેશ કરે છે, અને મોક્ષ દ્વાર (મુક્તિ માટે દ્વાર), જ્યાં યાત્રાળુઓ બહાર નીકળી જાય છે.

2. દ્વારકા નગરી- પૌરાણિક માન્યતાઓ

દ્વારકા નગરી- પૌરાણિક માન્યતાઓ

(૧) દ્વારકામાં કૃષ્ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્ણનો આવાસ (રહેણાંક) હતો.

(ર) દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે.

ગોપી તળાવની માટી વિશિષ્ટ પ્રકારની છે. તે રંગે પીળી

અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્ણએ વ્રજ

છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્ણના

બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્ણ સાથે અનેક વખત

રાસલીલા કરી હતી.આ ગોપીઓ કૃષ્ણ માટે સતત

ઝુરતી હતી. ગોપીઓ કૃષ્ણને મળવા દ્વારકા આવી અને

ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્યાં શરદપુનમની રાતે

ગોપીઓએ કૃષ્ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્યાંજ

સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.

(૩) દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્ણથી દૂર રહેવાનો શાપ આપ્યો.

3. કૃષ્ણ અવતાર –પૂર્ણ પુરુષોત્તમ

કૃષ્ણ અવતાર –પૂર્ણ પુરુષોત્તમ

કૃષ્ણ અવતાર – ‘પૂર્ણ પુરુષોત્તમ

આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્યક્તિત્વ સમાન મનુષ્ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.

યદુકુળ;

યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્ણના દાદા) તેમના રાષ્ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્ય જૂથ વૃષિણી પર રાજ ચલાવતું. ત્યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી વૃષિણી જૂથના હતાં.

શ્રી કૃષ્ણનો જન્મ દેવકી અને વાસુદેવને ત્યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શકયા નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.

આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્ને પુત્રીઓ – અસ્તિ અને પ્રાપ્તિના લગ્ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્યા.

કંસને પણ રાજાશાહી શાસન પ્રત્યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં. આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્છુક બનાવ્યો. કંસ સ્વભાવે સત્તા ભૂખ્યો હોવાથી સ્વકેન્દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા. દ્વાપર યુગ (હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્યો જેવું વર્તન કરવા લાગ્યા આ સમયે પૃથ્વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્ણે પૃથ્વી પર અવતાર લીધો હતો.

તેમનો જન્મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્ણનું જીવનચરિત્રનું વર્ણન ક૨વા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્ણનો જન્મ વાસુદેવને ત્યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્યાં વિત્યું હતું. શ્રી કૃષ્ણની લીલાથી ગોવાળિયાઓ ધન્ય થઈ ગયા હતા. બાળસ્વરુપ દરમિયાન જ શ્રી કૃષ્ણએ દૈત્ય – રાક્ષસોનો નાશ કરવા નું શરુ કર્યું હતું. જન્મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્તિ બાદ શ્રી કૃષ્ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્થાપિત કર્યા ત્યારે સ્વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્પ વર્ષા કરી શ્રી કૃષ્ણને બિરદાવ્યા હતા. મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃષ્ણએ ઉદ્ભવોને આત્મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્થળી યોજી હતી. ત્યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.

4. કૃષ્ણ આમ દ્વારકાધીશ કહેવાયા

કૃષ્ણ આમ દ્વારકાધીશ કહેવાયા

શ્રી દ્વારકાધીશ બન્યા શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા ૫૨ ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્ણને એ વાતનો ખ્યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્ણે આ બન્નેને મારી નખાવ્યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્ય ડઘાઈ ગયું. પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો.

આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્ણને કડવું સત્ય જણાવ્યું,“કૃષ્ણ અમને તમારા પ્રત્યે અનન્ય પ્રેમ છે.આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવીરહ્યો છે.

 આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું”

આ શબ્દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્ણના પિતા વાસુદેવે. ટેકો આપ્યો. 

શ્રી કૃષ્ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્યું કે મેં તમને સંસ્કૃતિનું જ્ઞાન આપ્યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્યાર બાદ શ્રી કૃષ્ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)થી ગિરનાર પર્વત ઓળંગી દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્થાપના કરી. દ્વારકા આવ્યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્થાપવાનો તેમનો મુખ્ય ઉદેશ રહ્યો.

તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું. દ્વારકાની ખ્યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ “શ્રી દ્વારકધીશ” તરીકે ઓળખાયા. શ્રી કૃષ્ણના જીવનનું મહત્વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે પ000 વર્ષ પછી માત્ર વૈષ્ણવો (વિષ્ણુ અને શ્રી કૃષ્ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.

થોડુંક વધારે

દ્વારકાધિશ મંદિર

દ્વારકા એ પ્રાચીન સૌરાષ્ટ્રનુ પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું. શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્યા હતા. જે કુસસ્થલી કહેવાઇ. કુસસ્થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્યા હતાં. રાયવતા જેમણે કુસસ્થલી વિકસાવી હતી.જે કૃષ્ણના વંશજ હતા. એટલા માટે શ્રી કૃષ્ણ દ્વારિકા આવ્યા.

દ્વારિકા સ્વર્ણ નગરી તરીકે પ્રખ્યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઈ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.

દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. દ્વારિકાની ધજા દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે.

ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાંચ રૂમોવાળા મંદિરમાં ૬0 પિલ્લરો આવેલા છે. યાત્રાળુઓ સ્વર્ગ દ્વારામાં પ્રવેશીને મોક્ષ દ્વાર ને પ્રાપ્ત છે.

મંદિરના સ્થાપ્ત્યમાં બેનમુન કોતરણી કામ કરવામાં આવેલું છે. ગોમતી નજીક મંદિરને શાહી અંદાજમાં બનાવવામાં આવેલ છે.

દ્વારકાના બીજા મંદિર ત્રિકોણ મંદિર, કલ્યાણી મંદિર, પટરાણી મંદિર, દુવાસા મંદિર, વગેરે આવેલા છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે. 

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें