ભીમ કુંડ બાઝના ગામ છત્તરપુર જિલ્લા મધ્પ્રદેશ bheem kunda history

ભીમ કુંડ બાઝના ગામ છત્તરપુર જિલ્લા મધ્પ્રદેશ

Jun 20, 2024 - 23:11
Jun 20, 2024 - 23:13
 0  53
ભીમ કુંડ બાઝના ગામ છત્તરપુર જિલ્લા મધ્પ્રદેશ  bheem kunda history

ભીમ કુંડ બાઝના ગામ છત્તરપુર જિલ્લા મધ્પ્રદેશ 

ભીમ દ્વારા કરવામાં આવેલ ગદા પ્રહાર થી આ કુંડ બનેલ છે એટલે આ કુંડ ભીમ કુંડ તરીકે ઓળખાય છે

  

   આપણો દેશ એ એક રહસ્ય થી ઘેરાયેલો દેશ છે દરેક રહસ્યો નું એક આગવું મહત્વ અને ભવ્ય ઈતિહાસ છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ “ભીમકુંડ” વીશે. આપણા દેશ માં એક એવો કુંડ છે જે દેખાવમાં તો સર્વ સામાન્ય કુંડ જેવો કુંડ જ છે પરંતુ આની ખાસીયત એ છે કે જ્યારે પણ એશીયા માં કોઈપણ કુદરતી પ્રકારની આફત આવવાની હોય ત્યારે આ કુંડ નું પાણી નું સ્તર એની જાતે જ વધી જાય છે.

આ કુંડ ને પુરાણો માં નીલકુંડ તરીકે પણ ઉલ્લેખ થયેલો છે પરંતુ મોટભાગના લોકો હવે તેને ભીમકુંડ ના નામથી ઓળખે છે. ભીમકુંડ મધ્યપ્રદેશ ના છત્તરપુર જીલ્લામાં બાઝના ગામ ની પાસે આવેલો છે.

એવું કહેવાય છે કે ડીસ્કવરી ચેનલે આ કુંડ ની ઉંડાઈ માપવા માટે ઘણી કોશીષો કરી પણ જાણી ન શક્યા. આ કુંડ ભુ-વૈજ્ઞાનીકો માટે હજુ સુધી એક અપ્રાપ્ય રહસ્ય છે. રીસર્ચરો એ આ કુંડ માં ઘણી વખત ડુબકી લગાવીને તપાસ કરાવી ચુક્યા છે પણ હજુ સુધી તેની ઉંડાઈ નું રહસ્ય અકબંધ છે.

આ જલકુંડ પહાડ માં એક ગુફા ની અંદર છે (નિચે ફોટામાં દેખાડ્યા પ્રમાણે) કે જેમાં દ્વાર ની રચના એવી છે કે સુર્ય ના કીરણો જ્યારે આ દ્વાર માંથી પસાર થઈને કુંડ માં પડે ત્યારે વીવીધ કલર નું પાણી જોવા મળે છે.

આ એક એવો કુંડ છે જેમાં ડુબેલા કે મ્રુત વ્યક્તિ નું શરીર ઉપર આવતુ જ નથી. તે હંમેશા માટે ગાયબ થઈ જાય છે.

અહિં વસતા ગામવાસીઓનું કહેવું છે કે તે લોકોને કુદરતી આફત ની પહેલેથી જ ખબર પડી જાય છે કારણ કે આપદા આવવાની હોય ત્યારે આ કુંડ માં પાણીનું સ્તર વધે છે.

જ્યારે ૨૦૦૧ માં ભુકંપ આવ્યો ત્યારે પણ અહિં પાણી નું સ્તર ઉપર આવ્યુ હતું. અને ૨૦૦૪ માં જ્યારે સુનામી આવી ત્યારે તો આ કુંડ માં અંદાજે ૪૫ ફુટના મોજા ઉંચે ઉડ્યા હતા.

હજુ સુધી આ કુંડ ની ઉંડાઈ એક અકબંધ રહસ્ય છે. એમાં રીસર્ચરો થી માંડી સારા સારા ભુ શાસ્ત્રીઓથી પણ શોધી શકાઈ નથી. અને આ માપવાની એક નહિં પણ ઘણી પધ્ધતીઓથી ટ્રાય કરી લેવામાં આવી છે પરંતુ આજ સુધી આ રહસ્ય કોઈ જાણે શક્યુ નથી.

માનવામાં આવે છે કે જ્યાં કુંડ છે એ જમીનમાં વહેતા ઝડપી પાણી ના સ્ત્રોત ના હીસાબે બનેલો કુંડ છે પણ કોઈ પણ વ્યક્તિ કે વૈજ્ઞાનીક એ માલુમ નથી કરી શક્યુ કે આ પાણી નો મુખ્ય સ્ત્રોત કોની સાથે જોડાયલો છે

સુનામી વખતે જ્યારે આટલા ઉચા મોજા ઉછડ્યા આથી આ નાનકડી એવી જગ્યાનું આખી દુનીયાએ ધ્યાન ખેંચ્યુ હતુ અને ડીસ્કવરી વાળા ફરી પાછા તેના ગોતાખોરો પાસે થી ઉંડાઈ જાણવાની કોશીષ કરી પણ આ ઉંચાઈ માં કે પછી જ્યારી સુનામી આવી ત્યારે લહેરો ઉઠવાનું કારણ શું હતુ બેમાંથી એક પણ રહસ્ય પરથી પડદો ઉંચો ખેંચાયો નથી.

હા પણ એ લોકોને અમુક ઉંડાઈ પછી લુપ્ત થઈ ગયેલા જીવ જંતુઓ મળ્યા અને કહેવાય છે કે આ લોકો જ્યારે ૮૦ ફુટની ઉંડાઈ એ પહોંચ્યા ત્યારે પાણી નો ઝડપી પ્રવાહ મળ્યો જે કદાચ તેને દરીયા સાથે જોળે છે અને આ સીવાય ડીસ્કવરી ચેનલે બતાવ્યુ કે પાણી ની ગહેરાઈ માં બે કુંડ છે જેમાં એક માંથી પાણી નીકળી ને બીજા કુંડ માં જાય છે.

એક વખત ભારતીય સેના ના ૯ મરજીવાઓ એ પણ ઉંડાઈ માપવાની કોશીષ કરી હતી પણ તેઓ અસફળ રહ્યા હતા. એટલું જ નહીં, ૧૯૭૭ માં જીલ્લા પ્રશાસન વાળાઓએ કુંડ માં ૩ પંપ લગાવીને

આ કુંડ ને ખાલી કરાવવાની કોશીષ કરી હતી પણ અઠવાડીયા સુધીમાં એમાંથી એક ઈંચ પાણી પણ ઓછું ન થયુ.

પુરાણોમાં ભીમકુંડ ને મહાભારત માં દર્શાવવામાં આવ્યો છે. અજ્ઞાત વાસ વખતે પાંડવો અને દ્રૌપદી ને પહાડો અને જંગલ પર જ રહેવું પડતુ, કેટલા ય દીવસો સુધી જળાશય ન મળવાના કારણે એમની પાસે સંગ્રહ કરેલુ પાણી ખતમ થઈ ગયુ અને થોડાક સમય પછી એક પહાડ પર પહોંચીને દ્રૌપદી ને તરસ લાગી હતી એટલે એને પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી પણ દુર દુર સુધી ક્યાંય જલ નો અંશ ન હતો અને એમ કહેવાય છે કે ભીમે પહાડો માં જોસથી એક ગદા વડે પ્રહાર કર્યો હતો અને આ પહાડ વચ્ચેથી જલ પ્રવાહ નીકળવા માંડ્યો હતો અને આથી જ આ કુંડ ને ભીમકુંડ કહેવામાં આવે છે.

આ કુંડ ની ખાસીયત છે કે આ કુંડ નું પાણી હંમેશા સાફ અને પારદર્શક જ દેખાય છે આથી ઘણી ગહેરાઈ માં રહેલી વસ્તુઓ પણ ઉપરથી જોઈ શકાય છે. અને એમ કહેવાય છે કે આ કુંડ નું પાણી હીમાલય જેવું જ ચોખ્ખુ અને મીનરલ વોટર જેવું છે. ઘણા પ્રવાસીઓ આ પાણી તેમની સાથે લઈ જાય છે....

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें