યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા Yogini Ekadashi 2024

યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા 2024

Jun 29, 2024 - 01:26
Jun 29, 2024 - 01:43
 0  1358
યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા Yogini Ekadashi 2024

જયેષ્ઠ વદી યોગિની એકાદશી 

યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રીકૃષ્ણ! જયેષ્ઠ વદી એકાદશીનું શું નામ છે ? અને તેનું માહાત્મ્ય પણ કૃપા કરી સંભળાવો.

શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજન્ ! ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો. જયેષ્ઠ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ‘યોગિની’ છે. સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. ત્રણે જગતમાં સારરૂપ છે.

શિવજીની પૂજા કરનાર (દેવ) કુબેર, અલકાનગરીનો અધિપતિ હતો. તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો. તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી. બન્ને પતિ-પત્નીને ખૂબજ પ્રેમભાવ હતો.એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો. અને પત્નીના પ્રેમમાં ત્યાંજ રોકાઈ ગયો. પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં. આ બાજુ કુબેર શિવપૂજન કરતો હતો. મધ્યાહ્ન સુધી પણ પુષ્પો આવ્યાં નહીં. આ બાજુ પુષ્પો આપવાનાં ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા.

યક્ષોએ કહ્યું, “હે મહારાજ ! એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે.' આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો. આથી તે ડરતો ડરતો આવ્યો. કુબેરે કહ્યું: “હે દુષ્ટ ! દુરાચારી ! પુષ્પ ન પહોંચાડી તેં દેવોનો અપરાધ કર્યો છે, માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ.' એવી રીતે શાપ આપ્યો. આથી હેમમાલી મહાભંયકર વનમાં પડ્યો, અને કોઢ ફૂટી નીકળવાથી 

પીડા પામતો હતો. અને અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી. આમ પોતાના પૂર્વકર્મને સંભાળતો, ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો. ત્યાં મુનિશ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેયમુનિ તેના જોવામાં આવ્યા, પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો, અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા. તેને કોઢિયો જોઈ મુનિ બોલ્યા, તને કોઢ શાથી નીકળ્યો ? તારી આવી દશા શાથી થઈ? તે વિગતવાર કહે.

હેમમાલીએ કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું, મારું નામ હેમમાલી છે. કુબેરના શિવપૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવો હું સ્ત્રીસુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં. અને કોપાયમાન કુબેર દ્વારા શાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ ! મને પાપીને પ્રાયશ્ચિત બતાવો.

માકડેયમુનિએ કહ્યું, હું તને શુભ કરનારું વ્રત કહું છું, જ્યેષ્ઠ વદ યોગિની નામની એકાદશીનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે. પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગિની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂ૫ દેવના જેવું થયું. અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું.

હે રાજન્ ! એવી રીતે મેં તમને યોગિની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગિની એકાદશીનું વ્રત કરે છે. તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડયાનું પુણ્ય થાય છે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે, અને પુણ્યને આપનારી છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ્યેષ્ઠ વદી યોગિની 

એકાદશીનું માહાત્મ્ય કહેલું છે. ।। ઈતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે જયેષ્ઠકૃષ્ણકાદશ્યાં યોગિનીનાન્મ્યા માહાત્મ્ય સંપૂર્ણમ્ ॥

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें