શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ નો ઇતિહાસ Surapura Dham Bholad history

શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ નો ઇતિહાસ

Jun 19, 2024 - 14:52
Jun 21, 2024 - 00:57
 0  2224

1. સુરાપુરા દાદા ભોળાદ સુરાપુરા દાદા કોને કહેવાય

સુરાપુરા દાદા ભોળાદ સુરાપુરા દાદા કોને કહેવાય

સુરાપુરા દાદા કોને કહેવાય

આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત – જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પુજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે

2. ભોળાદ સુરાપુરા દાદા નો ઇતિહાસ

ભોળાદ સુરાપુરા દાદા નો ઇતિહાસ

900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ( Surapura Dham Bholad ) ખાતે વીર તેજાજીદાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે.

જ્યારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો તેમના પિતા નું નામ વિક્રમજી શિવસંગજી અને માતા નું નામ ગંગાબા હતું. અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ પરિવાર ના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા તેવો વારે ચડ્યા હતા. અને સત્તર નરાધામોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજી ને પાછળથી ઘા કરવામાં આવ્યો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે, કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.

ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ – લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ૨૦૭૨ ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જન્મજયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી.

આજ ના ઘોળ કળિયુગ અને આધુનિક વિજ્ઞાનનાં યુગ માં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યુ છે, અને આજે પણ દેશ-વિદેશ ના ખૂણે ખૂણેથી અઢારેય વરણ નાં લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એકપણ રૂપિયો લીધા વગર અને કોઈપણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ પણે દાનભા બાપુ ને નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈભક્તો ને સાચા માર્ગે આપી રહ્યા છે, અને તકલીફ માં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યા એ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે.અહી અન્નક્ષેત્ર ની સેવા કરવામાં આવે છે, અને કોઈપણ કાગળ પેન કે ચોપડા મા હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે. સમાજ ના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે. ગામનાં પાદરે ઉભેલા એ પાળિયાનાં બલિદાન ની વાતો કરવા બેસીએને તો ચોપડાનાં પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામ માં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણાં એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો.

મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે.

3. ભોળાદ ક્યાં આવેલું છે

ભોળાદ ક્યાં આવેલું છે

ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અહમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકા માં ભોલાદ સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે.

4. દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે

દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને પોતાના દુખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ-વિદેશમાંથી લોકો માનતા ઓ માને છે અને તેમની તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે.

5. Disclaimer notices

यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें