થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદવળ Surajdeval Mandir Thangadh

થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદવળ Surajdeval Mandir Thangadh

May 22, 2024 - 13:48
May 22, 2024 - 13:57
 0  1198
થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદવળ  Surajdeval Mandir Thangadh

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે.“આસવ, આદિત્યો, બ્રહમ” માટે સૂર્ય બ્રહમ નુ સાકાર સ્વરુપ છે, તે વેદ ની રુચાઓ માથી પ્રતીત થાય છે, બિજુ વેદ મા છે ‘સૂર્ય આત્મા જગત્સ્ય’ અર્થાત આખુ જગત સૂર્ય નુ સ્વરુપ છે.

“આથર્વેદ સંહિતા ભાષા ભાષ્ય માં” પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર સૂર્ય પુજા ના મહ્ત્વ અંગે અભીપ્રાય આપે છે કે જગત ની કોઈ પણ પ્રજા ની ઉન્નતિ થઈ ત્યારે તેઓ ના દેવ સૂર્ય અને અગ્ની જ હતા. સુર્ય પૂજા પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. સૂર્ય ની સાથે શેષનાગ ના ભાઈ વાસુકિ અને બંડુક(બાંડિયા બેલી) થાન મા બિરાજે છે, પાંચ રુષીઓ જેમા કણ્વ, ગાલ્વ(વિશ્વામિત્ર ના શિષ્ય), અંગીરા(આર્યુવેદ ના ચરક રુષી ના ગુરુ), અનથ, બૃહસ્પતી(દેવગુરુ) અહિ બ્રહમ યજ્ઞ કરેલો, જેમા દૈત્ય ભીમાસુર થી શેષનાગે તેમની સહાય કરેલી, ઋષિઓ એ શેષનાગને અહિ બિરાજવા નુ કહેતા તેમણે તેમના ભાઇઓ ને અહિ રેહેવા નુ કહે છે.

દંતકથા કહે છે કે સુરજના રથ ને પાંચાળ માં ખેચી લાવનાર સાત નાગ–ભાઈઓ હતા. સતયુગ માં આ મંદિર ની સ્થાપના સૂર્યવંશી ક્ષત્રિય રાજવી માંધાતા દ્વારા થઇ હતી, દ્વાપર માં ક્રિષ્ન અને રુક્મણી પણ આ સ્થળે આવેલા, કચ્છ ના લાખા ફુલાણી ના આટકોટ નીવાસ દરમીયાન એણે મંદિર નુ રીપેરીંગ કરાવેલુ. એ પછી વિનાસ્મકર નામના પાલીતાણા ના ઈજનેરે નિર્માણં માટે કાર્ય કરેલુ મનાય છે. જૂના સૂરજ દેવળ ઘણુ પુરાતન છે, કાઠીઓ દ્વારા

નિર્માણાધીન મંદિર ની મુર્તિ દ્વિભુજ અને ઉભેલી સ્થીતી માં તથા પદ્મ ના લાંછનવાળી છે,જેને શિલ્પ શાસ્ત્ર પ્રમાણે ‘પુષા’ કહેવામા આવે છે. તે પાર્શીયન ઈરાની અસર હેઠળ માથે ટોપો અને ઢીંચણ સુધી હોલબુટ ધરાવે છે, સૂર્ય ની બાજુમા અન્ય બે મુર્તિ દેવી રન્નાદે અને નાગરાજ વાસુકિ ની જણાવાય છે. કોઈ ને નમનાર અડાભીડ કાઠીઓ એ આહિ મસ્તક નમાવ્યા છે. સૂર્ય તેમના ઈષ્ટદેવ છે તેમના કચ્છ ના વિસ્તારો મા પોતાની સત્તા ના અમલ દરમીયાન કંથકોટ, કોટાર્ય, માખેલ, બન્ની વગેરે સ્થળોએ મંદિર બંધાવેલા.જુનું સુરજ દેવળ થાનથી ત્રણેક કિલોમીટર દુર તરણેતર જતા માર્ગ પર આવેલું છે. કંડોળા ટેકરી ઉપર બનેલા આ મંદિરે જવા, ચડવાની શરૂઆત કરીએ તો પ્રાચીન અવશેષો નજરે ચડે છે. મંદિરની બંને બાજુએ અસંખ્ય પાળિયા છે જેમા અંકિત કૃતિઓ માં રથારુઢ, અશ્વારોહિ અને પદાતિ સૈનીકો ના છે. પ્રાચીન દેવાલય હોવાથી પુરાતત્વ ખાતા હસ્તક છે, પણ મરામત અને જાળવણીના અભાવે ધીમે-ધીમે તૂટી રહ્યું છે. પાળિયા પરના લખાણો કાળની થપાટો ખાઈને ભુંસાઈ ગયા છે. મંદિરના પગથીયા પાસે એક સ્થળે લાંબા પટ્ટા પર લખાણ લખેલું છે. બ્રાહ્મી લીપીનુ આ લખાણ હાલ અક્ષરો ઉકલી શકે તેવી હાલતમા પણ નથી. મંદિર મા સમય સમય પર ઘણા ફેરફારો થયા છે આ થી મંદિર નો સમય નક્કિ કરવા મા તકલિફ પડે છે. હાલ માં મંદિર શીખરબંધ નથી પણ ગુંબજ ધરાવે છે. મંદિર ના એક જુના અભીલેખ મા સવંત ૧૪૩૨ માં બુટડ લાખાના દિકરા સિમ્હા એ બનાવેલુ એવુ નામ મળેલુ. 

ડુંગરાળ સીમ અને ચારેબાજુ વગડાની વચ્ચે ગઢથી આરક્ષિત જુના સુરજ દેવળના મુખ્ય દેવાલયની આસપાસ નવ ગ્રહોની દેરીઓ છે. સાથે સાથે યાત્રિ નિવાસ પણ ત્યાં આવેલું છે. હાલમાં આ તમામ ઈમારતો ખંડિત હાલતમાં છે. અપ્સરાઓ યોધ્ધાને હાર પહેરાવતી હોય તેવા શિલ્પો પણ મંદિરની દીવાલ માં છે. મંદિરની આસપાસ કોઈ મોટી નગરીના અને તેના વિશાળ ગઢ હશે તેવા અવશેષો નજરે પડે છે. જમીનની નીચે ગુપ્ત ભોયરાઓ અને શેરીઓ હોવાના ચોખ્ખા પુરાવા છે. અહિયા લગભગ ૧૫૦ ફૂટ ઉંડી એક જૂની વાવ છે. ઈજને૨ીને લગતા બેનમુન નમુના રૂપ ગઢની રચના જોવા મળે છે.

આ મંદિર માં શિખરના બદલે ગોળ ઘુમ્મટની રચના વિશેષ પ્રકારની લાગે છે. વડોજીએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. એક મત પ્રમાણે આ મંદિર દસમી-અગિયારમી સદીમાં એટલે કે ‘સોલંકી કાળ’ અગાઉ બંધાયું છે. કાળ ક્રમે તેમાં ફેરફાર અને પરિવર્તન થતાં ગયા છે. મંદિર ના ગર્ભગૃહનો મંડોવર જુનો છે. આગળની મુખ ચોકી ગીરનાર પરના અંબાજી અને મહારાજ અશોકના પૌત્ર સંપ્રતરાજાના મંદિરના ઝરુખા ને મળતી આવે છે. મુખ્ય મંદિરની બાજુની જે નાની દેરીઓ છે તેના ગવાક્ષો માં સુંદર શિલ્પો છે. આ સિવાયના મોટા ભાગના શિલ્પો ખંડિત છે.

આ મંદિર પર અનેક આક્રમણો થયા છે, મુસ્લીમ સંતલત ના અમલ દરમીયાન કાઠી દરબારો ની પાળો ધંધુકા, ધોળકા અમદાવાદ અને ઉ.ગુજરાત સુધી તેમના વિસ્તારો ને ઘમરોળવા ખેપો કરતી, એવા માં ઇસ.૧૬૯0 મા સુબો ક૨તલબ ખાન અન્ય સ્થાનીક રીયાસતો ને સાથે રાખી ને પ્રબળ આક્ર્મણ કર્યુ, સાડા ૩ દિવસ યુધ્ધ ની સતત ટક્ક૨ આપી, કાઠીઓ એ મુર્તિ સલામત સ્થળે ખસેડી લિધી અને જય સૂરજ નારાયણ ના નાદ સાથે કેસરીયા કર્યા, પણ આખરે હાર થઈ અને મંદિર ને પણ ઘણુ નુકસાન થયુ, તેની યાદ માં કાઠી દરબારો વૈશાખ સુદ-૧ થી ગણેશ ચોથ સુધી નકોરડા ઉપવાસ કરે છે. સુર્ય જેમ સ્વતંત્ર દેવતા તરીકે પુજાય છે તેવીજ રીતે નવ ગ્રહ પૈકી એક ગ્રહ તરીકે પણ પુજાય છે. માંગલિક પ્રસંગે ગૃહ શાંતિ માટે ક૨વામાં આવતી પૂજા માં સુર્ય પૂજા નો સમાવેશ થયો છે. અથર્વવેદ માં કહેવામાં આવે છે કે સૂરજદેવળ(થાન) નુ ભગવદ ગો મંડલ મા વર્ણનઃ

સૌરાષ્ટ્રના પાંચાલમાં થાન પાસે આવેલું કાઠીઓનું તીર્થ તરીકે ઓળખાતું સૂર્યદેવનું મંદિર. કંડોળિયા હનુમાનથી અરધોક માઈલ ઉત્તરે ઈશાન ભણી ચાલતાં આ રમ્ય અને અલૌકિક સ્થાન આવેલું છે. સૂર્યદેવ કાઠી દરબારોના ઇષ્ટદેવ છે. તેની પ્રતિતી કરાવતું આ દેવળ કોઈ સારા ગણિતશાસ્ત્રી અને ખગોળશસ્ત્રીની સરદારી નીચે બંધાયેલું હોય તેમ જાણવા મળે છે. દેવળના પૂર્વ દરવાજા ઉપર એક અર્ધગોળ બારી ગણતરી કરીને એવી

રીતે મૂકવામાં આવી છે કે પાંચાલમાં પગરણ ક૨તા સવિતાનારાયણનાં કોમળ રશ્મિઓ પહેલવહેલાં ભગવાન સૂર્યની મૂર્તિના મુખકમળ ઉપર જ પડે છે અને પછી જ પાંચાલની પવિત્ર ભૂમિકા ઉપર પડે છે. આ બારી, બારીની પથ્થરની બેઠકો એ બધું એટલું તો ઉપયોગી સ્થળ છે કે ત્યાંથી આખાયે પાંચાલમાં વૃષ્ટિપાત કરી શકાય. દર શ્રાવણ વદિ સાતમ આઠમનો મેળો થાનના નાગરિકો અહીં ભરે છે. આ બારી ઉપર બેસીને ચોકીદાર સુખચેનથી ચોકી કરી શકે છે. દેવળમાં કાળા પથ્થરની બે મૂર્તિઓ છે. એક બકુલાર્ક સૂર્યની અને બીજી રાંદલની . નીચેના ભાગમાં સારથિ અરુણને પધરાવવામાં આવ્યાછે. ઉપરાંત ઘુમ્મટ, ભોંયરાં, પથ્થર ઉપરનું સાદું શિલ્પ, જૂનું ચણતર આ સઘળાંનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. દેવળ ફરતો આઠ દસ ફૂટ પહોળો રસ્તો છે. રસ્તા ઉપર બે ચાર માણસો સહેલાઈથી બેસી શકે તેવા ઊડા ગોખ છે. (જુના સૂરજદેવળ સમસ્ત કાઠી જ્ઞાતીના સંમેલન વખતે (સવંત ૧૯૫૪-ચૈત્ર વદ અમાસ) કવિ શ્રી મેકરણભાઈ લીલા એ કાઠી ક્ષત્રિય સમાજ માટે આ કાવ્ય રજુ કરેલ હતું.

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें